“તારક મેહતા કા ઉલટા ચશ્માં” ની સોનું એટલે કે નિધિ ભાનુશાળીના આ ફોટા જોઇને થઇ જશો દંગ

0
2137

ટીવી પર આવતા કોમેડી શો “તારક મેહતા કા ઉલટા ચશ્માં” વિષે કોઈને જણાવવાની જરૂર નથી. કારણ કે એના વિષે આખો દેશ જાણે છે. તે ટીવીનો સૌથી જાણીતો શો જે છે. આ શો માં આવતા તમામ પાત્રો લોકોના દિલમાં વસી ગયા છે. અને તેના એકે એક પાત્રની જુદી જુદી ખાસિયત છે.

આ શો માં આવતા મોટા કલાકાર તો પોતાના અભિનયને લીધે ચર્ચામાં રહે જ છે, પણ તેના બાળ કલાકાર પણ પોતાના અભિનય અને સુંદરતા અને માસુમિયત માટે ઓળખવામાં આવે છે. આ શો માં સોનુંની ભૂમિકા નિભાવનારી નિધિ ભાનુશાળીને તો તમે સારી રીતે જાણતા જ હશો.

તે ઘણી જ સુંદર અને સારી કલાકાર છે. અને તે પોતાની માસુમિયતને કારણે લોકોની વ્હાલી બની ગઈ છે. નિધિ પોતાના કમાલના અભિનય માટે જાણીતી છે. અને સાથે જ તે પોતાની સુંદરતા અને ક્યુટનેસને કારણે પણ ઓળખાય છે.

આ શો માં તો નિધિનું નામ સોનું એટલે કે સોનાલીકા ભીડે છે. અને તે ટપ્પુ સેનાની એકમાત્ર મહિલા સભ્ય છે. શો ની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ સોનુંના ઘણા બધા ચાહકો છે. આજે અમે તમને નિધિના થોડા એવા ફોટા બતાવવાના છીએ, જેનાથી હજુ સુધી તમે અજાણ છો.

આવી દેખાય છે નિધિ ભાનુશાળી :

નિધિ ભાનુશાળી મોર્ડન અને ટ્રેડીશનલ એમ બંને પ્રકારના લુકમાં ઘણી સારી દેખાય છે. અને એની ઘણી છોકરીઓ એની ફેશન સ્ટાઈલને ફોલો કરે છે.

તેમજ નિધિને કુતરા ઘણા ગમે છે, તે પોતાના કુતરા સાથે પોતાનો નવરાશનો સમય પસાર છે. કુતરા સાથેના પોતાના ફોટા તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ શેયર કર્યા છે.

નિધિ ભાનુશાળીને શો સિવાયના પોતાના મિત્રો સાથે પણ ઘણો લગાવ છે. અને તે સમય મળે ત્યારે પોતાના ઓફસ્ક્રીન મિત્રો સાથે સમય જરૂર પસાર કરે છે.

અભિનયની બાબતમાં તો નિધિએ પોતાના જેટલી ઉંમરના ઘણા અભિનેતાઓને પાછળ રાખી દીધા છે. એ વાતમાં કોઈ શંકા નથી કે તે એક ઉત્તમ અભિનેત્રી છે. અને નિધિ અત્યારે માત્ર ૧૯ વર્ષની છે, પણ આટલી નાની ઉંમરમાં પણ તે મોટા મોટા સમાજ સેવાના કામ કરે છે.

જણાવી દઈએ કે, નિધિને વાંચવામાં અને લખવામાં ખુબ મજા આવે છે. જ્યારે પણ તેને કોઈ ભણાવવાનો મોકો મળે છે અને નાના બાળકોને જરૂર ભણાવે છે.

પણ નિધિના ફેન્સ માટે એક દુઃખના સમાચાર એ છે કે, તે હવે તમને આ શો માં જોવા નહિ મળે. કારણ કે તેણે આ શો છોડી દીધો છે. અને આ શો છોડવા પાછળનું કારણ એ છે કે, તે આગળ અભ્યાસ કરવાં માટે જવા માંગે છે. અને એના માટે હવે અભ્યાસ અને કામ બંને એક સાથે કરવું સંભવ નથી.

એ કારણે જ જયારે તારક મેહતાની ટીમ સિંગાપોર ગઈ હતી ત્યારે એવું દેખાડવામાં આવ્યું હતું કે, સોનું ભણવા માટે શહેરની બહાર જઈ રહી છે. અને ત્યારબાદથી સોનુને શો માં દેખાડવામાં આવી નથી. સોનુના રોલ માટે નવા ચહેરાની શોધ થઈ રહી છે. હવે જોવાનું એ છે કે, કઈ નવી કલાકારને સોનુના રોલ માટે પસંદ કરવામાં આવે છે.