‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં દેખાતા ચંપક ચાચાની પત્ની છે ઘણી ગ્લેમરસ અને સુંદર

0
2584

એ વાતમાં કોઈ શંકા નથી કે, ભારતમાં મોટાભાગના ઘરોમાં સાંજે એક સામાન્ય કોમેડી સીરિયલ જોવામાં આવે છે, અને એ છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં.’ કારણ કે આ સીરિયલ ઘણા વર્ષોથી સતત લોકોનું મનોરંજન કરી રહી છે. અને આ સીરિયલની પોતાની એક અલગ જ ઓળખ બની ગઈ છે.

લોકોને આ સીરિયલ એટલા માટે ગમે છે કે, કારણ કે તેના દરેક પાત્ર અનોખા છે. અને આ સીરીયલમાં આવતા દરેક પાત્રની પોતાની એક અલગ ખાસિયત છે. સીરિયલના દરેક પાત્ર આપણને હસવા માટે મજબુર કરી દે છે. પણ એક એવું પાત્ર છે જે હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે, અને તેને મુશ્કેલીમાં જોઈને આપણે હાસ્ય નિયંત્રણમાં નથી રાખી શકતા. હા, તમે બરાબર સમજ્યા. અમે વાત કરી રહ્યા છીએ જેઠાલાલની. જેઠાલાલ અને મુશ્કેલીનો સંબંધ શરીર અને વસ્ર જેવો છે.

અને આ સીરિયલનું અન્ય એક મુખ્ય પાત્ર એવું પણ છે, જેનાથી જેઠાલાલ સૌથી વધારે ગભરાય છે અને એમની સૌથી વધારે ઈજ્જત કરે છે. અને તેમનું નામ ચંપકલાલ જયંતીલાલ ગડા છે, જે સીરીયલમાં જેઠાલાલના પિતા છે. સીરિયલમાં બધા એમને ચંપકચાચા કહીને બોલાવે છે. પરંતુ શું તમને ખબર છે? સીરિયલમાં ચંપકચાચાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ અસલ જીવનમાં વૃદ્ધ નહીં પણ જવાન છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સીરીયલમાં એક વૃદ્ધ વ્યક્તિનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ અસલ જીવનમાં ઘણા જવાન અને ખુશાલ છે. અને ચંપકચાચાની પત્ની એમનાથી પણ વધારે જવાન અને સુંદર છે.

ચંપકચાચાની પત્ની છે ઘણી સુંદર :

ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટની અસલ જીવનની પત્નીના ફોટા જોઈને તમારી આખો ફાટી રહેશે. તમે સપનામાં પણ નહીં વિચાર્યુ હોય કે, વૃદ્ધ ચંપકચાચાનું પાત્ર ભજવનારની પત્ની આટલી હૉટ અને મોહક હોઈ શકે છે. તમે ફોટામાં જોઈ શકો છો કે, એમની સુંદરતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તે દેખાવમાં ઘણી સુંદર છે. અને આજે અમે તમને અમિત ભટ્ટ એટલે ચંપકચાચાની સુંદર પત્ની વિષે જણાવવાના છીએ. અમને વિશ્વાસ છે કે એમના ફોટા જોયા પછી તમે પણ એમના દીવાના થઈ જશો.

આપણે આ સીરિયલમાં ચંપકચાચાની પત્નીને તો ક્યારેય નથી જોઈ, પણ અસલ જીવનમાં એમની પત્નીને જોઈને તમારો પરસેવો છૂટી જશે. અમિત ભટ્ટની પત્ની એટલી સુંદર છે કે, તે પોતાની સુંદરતાથી કોઈ પણ મોડલને પછાડી શકે છે.

અને આજે અમે તમારા માટે અમિત ભટ્ટની પત્નીના થોડા એક્સક્લુસિવ ફોટા લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે વૃદ્ધ દેખાતા ચંપકચાચાની ઉંમર 43 વર્ષ છે. એમના બે જોડીયા બાળકો પણ છે. અમિત છેલ્લા 16 વર્ષથી થિએટર સાથે જોડાયેલા છે અને તેમણે ઘણા હિન્દી અને ગુજરાતી નાટકમાં કામ કર્યું છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કોમેડી સીરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ વર્ષ 2008 માં શરુ થઈ હતી. આ સીરિયલના ડાયરેક્ટરનું નામ હર્ષદ જોશી છે. છેલ્લા 10 વર્ષથી આ સીરિયલ દર્શકોનું મનોરંજન કરતી આવે છે. અત્યાર સુધી આ સીરિયલના 2700 થી વધારે એપિસોડ ટેલીકાસ્ટ થઈ ગયા છે. જણાવી દઈએ કે ભારતીય ટેલીવિઝનના ઈતિહાસમાં આ બીજા નંબરની સૌથી લાંબા સમય સુધી ચાલનારી સીરિયલ છે.

મિત્રો, અમને આશા છે કે તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર આને મિત્રો સાથે શેર જરૂર કરો.