લક્ઝરી લાઈફ જીવવાનો શોખીન છે ‘ટપુ’ ઉર્ફે રાજ અનાદકટ, જાણો એક દિવસની કેટલી લે છે ફી.

0
397

એક દિવસની આટલી ફી લે છે તારક મેહતા શો નો ‘ટપુ’, સોશિયલ મીડિયા પર રહે છે ખુબ એક્ટિવ. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ઘણા વર્ષોથી દર્શકોના દિલોમાં વસેલો છે. આ શો ની શરૂઆતના સમયથી તેમાં દેખાડવામાં આવતી ટપુ સેના લાઈમલાઈટમાં રહી છે. ટપુ સેનાના સેનાપતિ એટલે કે લીડરના રૂપમાં ટપુનું પાત્ર હંમેશાથી ચર્ચિત રહ્યું છે.

શો ની શરૂઆતથી ટપ્પુનું પાત્ર ભવ્ય ગાંધી નામનો બાળ કલાકાર ભજવી રહ્યો હતો. પણ જયારે શો માં ટપુને યુવાન દેખાડવાનો સમય આવ્યો ત્યારે અંગત કારણો સર ભવ્ય ગાંધીએ શો છોડી દીધો. આથી તેના રિપ્લેસમેન્ટના રૂપમાં રાજ અનાદકટને શો નો ભાગ બનાવી લેવામાં આવ્યો. હાલમાં રાજ જ આ શો માં ટપુનું પાત્ર ભજવી રહ્યો છે.

કેટલી લે છે ફી : રાજ અનાદકટ આ શો માં ઘણું મહત્વનું પાત્ર ભજવી રહ્યો છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો માં ટપુનું પાત્ર હંમેશાથી જ આ શો નો જીવ રહ્યું છે. એવામાં તેના ફેન્સ એ જાણવા માંગે છે કે, આ શો માં તેમને કેટલી ફી મળે છે? તમને જણાવી દઈએ કે, ઘણા મીડિયા રિપોર્ટ અનુસાર તે જણાવવામાં આવ્યું છે કે, રાજ એક દિવસનું શૂટિંગ કરવા માટે 55 થી 60 હજાર રૂપિયા ફી લે છે.

દર્શકોના દિલોમાં બનાવી ખાસ જગ્યા : તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દર્શકોએ ટપુના રૂપમાં ભવ્ય ગાંધીને ખુબ પ્રેમ આપ્યો છે. જયારે શો માં ટપુના રૂપમાં રાજ અનાદકટને લેવામાં આવ્યો, તો શો ના પ્રોડ્યૂસર્સે પણ એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે, દર્શક ટપુના રૂપમાં રાજને અપનાવી લે અને એવું થયું પણ. રાજ શો માં આવતા જ શો નો એક ખાસ ભાગ બની ગયો, અને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સના દિલોમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી જ લીધી.

તમને જણાવી દઈએ કે રાજ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. એક્ટિંગ શેડ્યુલ અને ફેમિલી ટાઈમ પછી તે મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર જ પસાર કરવાનું પસંદ કરે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાજને પોતાની લાઈફ એન્જોય કરવાનું ઘણું પસંદ છે. તેમનું માનવું છે કે સોશિયલ મીડિયા પર ફેન્સ તરફથી મળેલા પ્રેમને કારણે જ આજે તે આ સ્થાન પ્રાપ્ત કરી શક્યો છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.