તારક મેહતા શો છોડી હવે આ કામ કરવા લાગ્યો છે ટપ્પુ, 8 વર્ષ સુધી કર્યું હતું લોકોનું મનોરંજન.

0
389

ટપ્પુએ 8 વર્ષ સુધી જીત્યું ફેન્સનું દિલ, હવે નાના પડદાથી દૂર આ કામ કરી રહ્યો છે.

ટીવીના પ્રસિદ્ધ શો તારક મેહતા કા ઉલટા ચશ્માનો જૂનો ટપ્પુ ઉર્ફ ભવ્ય ગાંધી તો તમને બધાને યાદ જ હશે. તેણે શો માં આઠ વર્ષ સુધી ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું. તેણે ઘર ઘરમાં ટપ્પુના નામથી પોતાની ખાસ ઓળખ ઉભી કરી હતી. આ શો આજે પણ લોકોમાં ઘણો પ્રસિદ્ધ છે.

જુના ટપ્પુ ઉર્ફ ભવ્ય ગાંધીની ફૂંક મારીને વાળ ઉડાડવાની સ્ટાઇલને આજે પણ લોકો યાદ કરે છે. આજે અમે તમને ભવ્ય ગાંધી વિષે કેટલીક એવી વાતો જણાવીશું જે કદાચ તમે જાણતા ન હોય.

આ શો દ્વારા બાળકલાકાર તરીકે કોઈ પ્રસિદ્ધ થયું હોય તો તે આખી ટપ્પુ સેના છે. ભવ્ય ગાંધીએ 8 વર્ષ સુધી ટપ્પુ બનીને દર્શકોનું મનોરંજન કર્યું. તેણે પોતાના અભિનયથી બધાના દિલ જીત્યા છે, પણ 8 વર્ષ પછી કલાકારનું ટીવી માંથી મન ઉઠી ગયું અને તેણે ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું.

ભવ્ય ગાંધીએ આ શો પોતાની કારકિર્દીના પીક ઉપર આવ્યા પછી છોડ્યો હતો. આટલા લાંબા સમય સુધી કોઈ પાત્રમાં પોતાને આ રીતે ઢાળી લેવા ઘણી મોટી વાત હોય છે.

ટપ્પુએ જ્યારે અચાનક શો છોડવાનો નિર્ણય લીધો તો પ્રશંસક નારાજ તો થયા, પણ જ્યારે તેણે ગુજરાતી ફિલ્મોમાં આવવાની જાહેરાત કરી, તો તેના તમામ પ્રશંસકો માટે આ કોઈ સરપ્રાઈઝથી ઓછું ન હતું.

ભવ્ય ગાંધીએ ‘પપ્પા તમને નહિ સમજાય’ અને ‘બહુ ન વિચાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બંને ફિલ્મોને ગુજરાતમાં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો.

આજકાલ લોકડાઉનને કારણે તે શુટિંગ માંથી બ્રેક લઈને કુટુંબ સાથે સમય પસાર કરી રહ્યો છે. વહેલી તકે ભવ્ય પોતાના આવનારા પ્રોજેક્ટસની જાહેરાત કરશે.

શો માં ભવ્ય ગાંધીની બધા સાથે સારી મિત્રતા જોવા મળતી હતી. તે સેટ ઉપર તો બધા સાથે મસ્તી કરતો હતો. તે ઉપરાંત શુટિંગ વખતે પણ તેના અલગ સ્વેગ જોવા મળતા હતા. તેનો મોઢેથી ફૂંક મારીને વાળ ઉડાડવાનો અંદાજ તો આજે પણ બધાની યાદોમાં તાજો છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પછી ભવ્ય ગાંધી વર્ષ 2019 માં સીરીયલ ‘શાદી કે સીયાપે’ દ્વારા નાના પડદા પર પાછો ફર્યો હતો, પણ ન તો તે સીરીયલને વધુ પસંદ કરવામાં આવી, અને ન તો ભવ્યના પાત્રને. ભવ્ય આ સમયે પોતાનું સંપૂર્ણ ધ્યાન ગુજરાતી ફિલ્મો તરફ લગાવી રહ્યો છે.

આ માહિતી આજતક, ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.