તમે લીલા મરચાના આ 10 ફાયદા જાણીને ચકિત થઇ જશો, તે જેટલા તીખા હોય છે એટલા જ ફાયદાકારક પણ હોય છે.

0
1471

આપણને જમવાની સાથે જો લીલા મરચા ન મળે તો એમાં કોઈ ને કોઈ કમી જેવું લાગે છે. અને આપણો દેશ એવો દેશ છે જ્યાં ભોજનમાં લીલા મરચાનો સૌથી વધારે પ્રયોગ કરવામાં આવે છે. પણ જણાવી દઈએ કે, તે જેટલા ભોજનના સ્વાદને નિખારે છે, એટલા જ સ્વાસ્થ્ય માટે પણ સારા હોય છે.

જણાવી દઈએ કે, મરચા એક ઔષધિ સમાન છે, જેમાં શરીરના ઘણા રોગોને ખત્મ કરવાની તાકાત છે. લીલા મરચામાં ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણ સમાયેલા હોય છે, એટલા માટે વર્ષોથી એને નિયમિત રીતે લોકો ખાવામાં ઉપયોગ કરતા આવે છે.

સામાન્ય દેખાતા લીલા મરચામાં ઘણા પ્રકારના પોષક તત્વો જેવા કે, વિટામિન એ, બી 6, સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય છે. એટલું જ નહિ આમાં બીટા કેરોટીન, ક્રીપ્ટોક્સાન્થિન, લુટેન- જેક્સન્થિન વગેરે સ્વાસ્થ્યવર્ધક વસ્તુ મોજુદ છે.

આવો જાણીએ લીલા મરચાના ફાયદા :

1. કેન્સરમાં રાહત આપે છે :

જાણકારી માટે જાણવી દઈએ કે, લીલા મરચામાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે, જે શરીરની ઇમ્યુનીટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે. એટલા માટે લીલા મરચાને ખાવાની સાથે ઉપયોગ કરો.

2. ચામડી માટે મદદગાર છે :

મિત્રો લીલા મરચામાં ખુબ વધારે વિટામિન હોય છે, જે ચામડી માટે ફાયદાકારક છે. અને જો તમે તીખું મરચું ખાઓ છો, તો તમારી ત્વચામાં નિખાર આવી જશે, પરંતુ એટલું તીખું પણ ન ખાવું કે તમને નુકશાન થાય. એને વધુ માત્રામાં ખાવાથી નુકશાન થઈ શકે છે.

3. ડાયાબિટીસમાં પણ આરામ અપાવે :

ડાયાબિટીસના દર્દીઓ 2 લીલા મરચા આખી દાંડી સાથે એક ગ્લાસમાં પાણીમાં રાત્રે પલાળીને રાખો, અને સવારે ખાલી પેટ મરચાને કાઢીને એ પાણી પી લો. આ પ્રયોગ એક અઠવાડિયા સુધી કરો. આવું કરવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં આવી જશે. જો ફરક નહિ લાગે તો 4 અઠવાડિયા સુધી આ પાણીનું સેવન કરો.

4. અસ્થમાના દર્દીઓ માટે મદદગાર :

જણાવી દઈએ કે, તાજા લીલા મરચાનો એક ચમચી રસ કાઢીને એને મધમાં મિક્ષ કરીને ખાલી પેટ પીવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળશે. આનો પ્રયોગ દસ દિવસ સુધી કરવાથી લાભ મળશે.

5. ફેફસાના કેન્સરનો ખતરો ઓછો કરે :

લીલા મરચાનું સેવન કરવાથી કેન્સરનો ખતરો ખુબ ઓછું થઇ જાય છે. આ વાતનું ધ્યાન ધુમ્રપાન કરવા વાળને વધારે રાખવું જોઈએ. કારણ કે આ દરરોજ પોતાના ફેફડાનો થોડો હિસ્સો હવામાં ઉડાવી નાખે છે.

6. પુરુષો માટે લીલા મરચા છે ફાયદાકારક :

પુરુષોએ લીલા મરચા ખાવા જોઈએ, કારણ કે તેમને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો રહે છે. વૈજ્ઞાનિક શોધોએ આ વાત સાબિત કરી છે કે, લીલા મરચા ખાવાથી પ્રોસ્ટેટની સમસ્યા પુરી રીતે સમાપ્ત થઇ જાય છે.

7. પાચન સુધારે :

જણાવી દઈએ કે લીલા મરચા ખોરાકને જલ્દી પચાવી નાખે છે. અને પાચનતંત્રમાં પણ સુધારો કરે છે. આમા ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. એટલા માટે આ કબજિયાત દૂર કરે છે.

8. બેક્ટીરિયલ ઇન્ફેક્શનથી બચાવે :

મિત્રો, લીલા મરચામાં એન્ટી બેક્ટીરિયલ ગુણ જોવા મળે છે, જે સંક્રમણને દૂર રાખે છે. એટલા માટે લીલા મરચાને ખાવાથી તમે સંક્રમણના કારણે થનારા ત્વચાના રોગથી પરેશાન થશો નહિ.

9. આયરનનું પ્રમાણ વધારે :

મહિલાઓને હંમેશા આયરનની કમી થઇ જાય છે. પરંતુ જો તમે લીલા મરચા ભોજનની સાથે રોજ ખાસો, તો તમારી આ કમી પણ પુરી થઇ જશે.

10. બ્લડ પ્રેશર :

જાણકારી માટે જણાવી દઈએ કે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં લીલા મરચા ફાયદાકારક હોય છે. ડાયાબિટીસ થવાની સ્થિતિમાં લીલા મરચા બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત રાખવાના ગુણ હોય છે.