તમે જાણો છો કે જેસીબી મશીન પીળા રંગનું જ કેમ હોય છે? જેસીબીનું ખોદકામ બહુ જોયું હશે પણ નઈ જાણતા હોય આ કારણ

0
2036

જેસીબી મશીન શા માટે પીળા રંગનું જ હોય છે? ઘણા ઓછા લોકોને તેનું કારણ ખબર હશે

જેસીબી મશીન તો તમે જોયું જ હશે. તેનો ઉપયોગ દુનિયામાં લગભગ દરેક જગ્યાએ થાય છે. સામાન્ય રીતે જેસીબીનું કામ ખોદકામનું હોય છે. થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા ઉપર પણ જેસીબીનું ખોદકામ ઘણું વાયરલ થયું હતું. એ તો તમે જાણતા જ હશો કે જેસીબી પીળા રંગનું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ મશીન ખરેખર પીળા રંગનું જ કેમ હોય છે. કોઈ બીજા રંગનું કેમ નહિ?

જેસીબીના રંગ વિષે જાણતા પહેલા આ મશીન વિષે થોડી વિશેષ વાતો પણ જાણી લઈએ. ખાસ કરીને જેસીબી બ્રિટેનની મશીન બનાવતી એક કંપની છે. જેની વડી કચેરી ઇંગ્લેન્ડ છે સ્ટેફર્ડશાયર શહેરમાં છે. તેના પ્લાન્ટ દુનિયાના ચાર મહાદ્વીપોમાં છે.

જેસીબી દુનિયાનું પહેલુ એવું મશીન છે, જે નામ વગર વર્ષ ૧૯૪૫માં લોન્ચ થયું હતું. જે બનાવવા વાળાએ ઘણા દિવસો સુધી તેના નામને લઈને ચર્ચા વિચારણા કરી. પરંતુ કોઈ સારું એવું નામ ન મળવાને કારણે તેનું નામ તેના શોધક ‘જેસેફ સાયરીલ બમફોર્ડ’ ના નામ ઉપર જ રાખી દેવામાં આવ્યું.

તમને જાણીને નવાઈ લાગશે કે જેસીબી એવી ખાનગી બ્રિટીશ કંપની હતી. જેણે ભારતમાં પોતાની ફેક્ટરી ઉભી કરી હતી. આજના સમયમાં જેસીબી મશીનને આખી દુનિયામાં સૌથી વધુ નિકાસ ભારતમાંથી જ કરવામાં આવે છે.

વર્ષ ૧૯૪૫માં જોસેફ સાયરીલ બમફોર્ડે સૌથી પહેલા મશીન એક ટીપીંગ ટ્રેલર (સામાન ફેરવવાનું ટ્રેલર) બનાવ્યું હતું, જે તે સમયે બજારમાં ૪૫ પોંડ એટલે આજના હિસાબે લગભગ ૪૦૦૦ રૂપિયામાં વેચાયુ હતું.

દુનિયાનું પહેલું અને સૌથી ઝડપી ગતીવાળું ટ્રેક્ટર ‘ફ્રાસ્ટ્રેક’ જેસીબી કંપનીએ જ વર્ષ ૧૯૯૧માં બનાવ્યું હતું. આ ટ્રેક્ટરની વધુમાં વધુ ઝડપ ૬૫ કી.મી. પ્રતિ કલાક હતી. આ ટ્રેક્ટરને ‘પ્રિન્સ ઓફ વેલ્સ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યું છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વર્ષ ૧૯૪૮માં જેસીબી કંપનીમાં આશરે ૬ લોકો કામ કરતા હતા, પરંતુ આજના સમયમાં દુનિયાભરમાં લગભગ ૧૧ હજાર કર્મચારી આ કંપનીમાં કામ કરે છે.

શરુઆતમાં જેસીબી મશીનો સફેદ અને લાલ રંગનું બનતું હતું, પરંતુ પાછળથી તેનો રંગ પીળો કરી દેવામાં આવ્યો. ખાસ કરીને તેની પાછળ તર્ક એ છે કે કે આ રંગને કારણે જેસીબી ખોદકામ વાળા ભાગ ઉપર સરળતાથી જોઈ શકાય, પછી ભલે દિવસ હોય કે રાત. તેનાથી લોકોને સરળતાથી ખબર પડી શકે કે આગળ ખોદકામ ચાલી રહ્યું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.