તમે આ સરકારી યોજના માટે કેટલા યોગ્ય છો એ આપે છે 2000 રોકડા.

0
269

સરકારની આ સ્કીમ દ્વારા આવતા મહિને મળી શકે છે 2000 રૂપિયા, જાણો શું તમારું નામ લિસ્ટમાં છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 7માં હપ્તાને ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે. જેવું કે તમે જાણો છો કે દેશમાં ખેડૂત માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરુ થઇ ગઈ હતી જેના અંતર્ગત તેમના ખાતામાં સીધા 2,000 રૂપિયા મોકલવામાં આવે છે. હજુ સુધી આ યોજના અંતર્ગત 6 હપ્તાની ચુકવણી કરી દેવામાં આવી છે અને 7મોં હપ્તો આવતા મહિને એટલે ડિસેમ્બર 2020 ની શરૂઆતમાં નાખવામાં આવશે તેવા સમાચાર આવ્યા છે.

દેશના ખેડૂતો માટે શરુ કરવામાં આવેલ આ સ્કીમ દ્વારા 14.5 કરોડ વાસ્તવિક ખેડૂતોને ફાયદો પહુંચાડવાની કવાયતના અંતર્ગત હજુ સુધી લગભગ 11.17 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી ચુક્યો છે. પણ કેટલાક ખેડૂતો એવા પણ છે જેમને હજુ સુધી આ મદદનો ફાયદો મળી શક્યો નથી.

જો તમે પણ તે ખેડૂતોમાંથી એક છો જેમને આ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ફાયદો મળ્યો નથી, તો સૌથી પહેલા તમે એ ચેક કરી લેવો કે તમારું નામ 2000 રૂપિયા મેળવવા વાળા ખેડૂતની લિસ્ટમાં છે કે નહિ, અહીં અમે તમને જણાવી રહ્યા છે કે તમે કેવી રીતે પોતાનું નામ ચેક કરી શકો છો.

અહીં જાણો કેવી રીતે કરવું પોતાની નામ ચેક :

સૌથી પહેલા પીએમ કિસાન સ્કીમની ઓફિશિયલ વેબસાઈડ પર જાઓ જેની લિંક https://pmkisan.govડોટin પર વિઝીટ કરો.

આ સાઈડ પર ગયા પછી Farmer’s Corner ને જુઓ જેમાં તમને ઘણા વિકલ્પ મળશે. તેમાંથી એક વિકલ્પ Beneficiary List નું મળશે જેના પર તમારે ક્લિક કરવાની છે.

Beneficiary List પર ક્લિક કર્યા પછી જે નવું પેજ ખુલશે તેના પર તમારે રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો અને બ્લોક અને સૌથી છેલ્લે ગામનું સિલેક્ટ કરો Get Report પર ક્લિક કરવાનું છે.

રિપોર્ટ આવ્યા પછી તેમાં ઘણા બધા પેજ ખુલશે તો તેમાંથી તમારે તમારું નામ શોધવા માટે કેટલોક સમય આપવો પડશે. તમે એલ્ફાબેટેકલીના આધારે પણ પોતાનું નામ શોધી શકો છો.

પણ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે થોડા દિવસ પહેલા જ અપ્લાઇ કર્યું છે તો Status of Self Registered/CSC Farmerના વિકલ્પ પર ક્લિક કરવું પડશે અને પોતાની જાણકારી શોધવી પડશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.