તમારી ઉપર વીજળી પડતા પહેલા મળે છે આ સંકેત, શેર કરજો કોઈને કામ આવે.

0
1904

પટના. બિહારમાં આકાશમાંથી વીજળી એટલે વીજળી પડવાથી મંગળવારે ૨૮ અને બુધવારે ૯ લોકોના મૃત્યુ થઇ ગયા. રાજ્યમાં અત્યાર સુધીમાં વીજળી પડવાથી ૬૭ થી વધુ લોકોના મૃત્યુ થયા છે. વીજળી પડવી કુદરતી ઘટના છે. દરેક સેકન્ડે ધરતી ઉપર ૫૦-૧૦૦ વખત વખત વીજળી પડે છે.

સૂર્યની સરખામણીમાં વીજળી વધુ ગરમ હોય છે. વીજળી જે રસ્તેથી થઈને જમીન ઉપર આવે છે ત્યાંની હવા ૧૫ હજાર ડીગ્રી ફોરેનહાઈટ સુધી ગરમ થઇ જાય છે. આ ગરમી સુરજની સપાટીની ગરમી (૧૦ હજાર ફોરેનહાઈટ) થી વધુ છે. આવો જાણીએ આકાશમાંથી વીજળી કેમ પડે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

કેમ પડે છે વીજળી?

આકાશની વીજળી ઈલેક્ટ્રીક ડિસ્ચાર્જ છે. એવું ત્યારે થાય છે જયારે વાદળામાં રહેલા હલકા કણ જમીન ઉપર જતા રહે છે અને પોઝેટીવ ચાર્જ થઇ જાય છે. તે ભારે કણ નીચે જમા થાય છે અને નેગેટીવ ચાર્જ થઇ જાય છે. જયારે પોઝેટીવ અને નેગેટીવ ચાર્જ વધુ થઇ જાય છે, ત્યારે આ ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક ડીસ્ચાર્જ થાય છે. મોટાભાગે વીજળી વાદળામાં બને છે અને ત્યાં જ પૂરી થઇ જાય છે. પરંતુ ઘણી વખત તે ધરતી ઉપર પણ પડે છે.

આકાશની વીજળીમાં લાખો અબજો વોલ્ટની ઉર્જા હોય છે. વીજળીમાં મોટાભાગે ગરમીને લીધે તેજ ગર્જના થાય છે. વીજળી આકાશમાંથી ધરતી ઉપર ૩ લાખ કી.મી. પ્રતિ કલાકની ઝડપે પડે છે.

ઉંચી વસ્તુ ઉપર કેમ પડે છે વીજળી?

વાદળામાં જયારે વીજળી બને છે ત્યારે જમીન ઉપર રહેલી વસ્તુનો ઈલેક્ટ્રીક ચાર્જ બદલાય છે. જમીનના ઉપરનો ભાગ પોઝેટીવ ચાર્જ હોય છે અને નીચેનો ભાગ નેગેટીવ ચાર્જ રહે છે. મિનારા, ઊંચા ઝાડ, ઘર કે માણસ જયારે પોઝેટીવ ચાર્જ થઇ જાય છે, ત્યારે તેમાંથી પોઝેટીવ ઈલેક્ટ્રીસીટી નીકળીને ઉપરની તરફ જાય છે. તેને સ્ટ્રીમર કહે છે.

વાદળાના નીચેના ભાગમાં રહેલા નેગેટીવ ચાર્જ સ્ટ્રીમર તરફ આકર્ષિત થાય છે, જેથી વીજળી ધરતી ઉપર પડે છે. એ કારણ છે કે ઉંચી વસ્તુ ઉપર વીજળી પડવાની શક્યતા વધુ રહે છે. જો આજુબાજુ કોઈ ઉંચી વસ્તુ ન હોય તો વીજળી માણસ કે ધરતી ઉપર પડે છે.

ઘર અને કાર બચાવી શકે છે જીવ

વીજળી પડતી વખતે મોટાભાગે તે લોકો સલામત હોય છે, જે ખુલ્લામાં હોય. ઘર અને કાર જેવી બંધ સ્થળ માણસને વીજળીથી બચાવે છે. કાર ઉપર જયારે વીજળી પડે છે ત્યારે તે ટાયરથી થઈને ધરતીમાં જતી રહે છે. એવી રીતે ઘર ઉપર વીજળી પડે છે તે પાયાના રસ્તે ધરતીમાં જતી રહે છે, વીજળી પડતી વખતે જો કોઈ નળમાંથી નીકળી રહેલા પાણીના સંપર્કમાં હોય કે પછી લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરી રહ્યા હોય તો તેને ઝટકો લાગી શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે