હવે તમારી AC પર પણ લાગ્યો સરકારી પહેરો, ઓછી થવાની છે તમારા રૂમની ઠંડક

0
363

ગરમીની સીઝન આવે એટલે ધીમે ધીમે અલગ અલગ શહેરોમાંથી રેકોર્ડ ટોડ ગરમીના સમાચારો ટીવી અને ન્યુઝ પેપરમાં આવવાના શરૂ થઈ જાય છે. અને ગરમીની સીઝનમાં સ્થિતિ એવી હોય છે કે, રસ્તા પરનો તારકોલ પણ ગરમ થઈને ઓગળી રહ્યો હોય છે, જેને જોઈને એવું લાગે છે કે, વાદળોના વિયોગમાં રસ્તા કાળા આંસુ વહાવવા માટે મજબુર છે.

સ્વાભાવિક વાત છે કે ગરમીની સીઝનમાં જ્યાં લોકોનો હાલત ખરાબ થાય છે, ત્યાં જ ગરમીમાં કુલર અને એસી વેચવા વાળાની ચાંદી થઈ જાય છે. જેના ખીસામાં ગરમી હોય છે, તે આરામથી પહાડોની સફર કરતા રોમાન્ટિક ગીત ગાઈ રહ્યા હોય છે, અથવા કોઈ કોલ્ડ્રીંક પી ને ગળું ઠંડુ કરતા હોય છે, તો કોઈ શિકંજીમાં જ સ્વર્ગનો આનંદ લેતા હોય છે.

જેમના ખીસામાં ગરમીનું તાપમાન સામાન્યથી થોડું વધારે હોય છે, તે લોકો દુકાનોમાંથી એસી ખરીદીને પોતાના ઘરમાં પહાડો જેવી ઠંડકનો અનુભવ કરે છે, તેમજ અમુક લોકો એવા પણ હોય છે જેમણે એવો અનુભવ તો લેવો હોય છે, પણ ખીસામાંથી પૈસા નથી નીકળતા તો એવામાં લોકો પંખાથી ઉપર અને એસીથી નીચે વાળું બટન દબાવે છે, જેમાં એક ઠીકઠાક કુલર આવી જાય છે, પણ આ વર્ષે એસી ખરીદવા વાળા માટે એક સમાચાર આવ્યા છે.

આ વર્ષે જયારે તમે ગરમીથી છુટકારો મેળવવા માટે નવું એયરકંડિશનર ખરીદશો, તો તે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર શરુ થશે. સરકારે બધી કંપનીઓના દરેક પ્રકારના એસીમાં ડિફોલ્ટ તાપમાન 24 ડિગ્રી સેટ રહેશે એવું કહી દીધું છે. આ આદેશ ઉર્જા મંત્રાલયના નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવ્યો છે.

સરકારનો આ નવો નિર્ણય જનતા માટે 1 જાન્યુઆરી 2020 થી નિયમમાં ફેરવાઈ ચુક્યો છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) સાથે મળીને સરકારે રૂમ એયર કંડીશનર માટે એનર્જી પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે. BEE પાસેથી સ્ટાર રેટિંગ મેળવવા વાળા બધા રૂમ એયર કંડિશનર્સ માટે 24 ડિગ્રીનું ડિફોલ્ટ સેટિંગ ફરજીયાત થઈ ગયું છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી આ ડિફોલ્ટ તાપમાન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

આ માહિતી ફિકરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.