જો તમારે ટાલીયા થવાથી બચવું છે, તો અજમાવો ઓછા ખર્ચમાં થતા આ સરળ ઉપચાર.

0
786

ઘણા બધા લોકોને વાળ ખરવાની અને ખોડાની તકલીફ હોય છે. એવામાં લોકો એને દુર કરવા માટે ઘણી જાતની કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. અને દર મહીને તેના માટે ખર્ચ પણ ઘણો વધી જાય છે. પણ જો આપણે આપણા વાળના સ્વાસ્થ્ય માટે નિયમિત હોમ મેડ ટ્રીટમેંટ કરીએ, તો તે આપણને ઘણા ઓછા ખર્ચમાં પડશે. અને તે પોતાની અસર પણ દેખાડશે. અને આજે અમે એવા જ 15 ઘરગથ્થું ઉપચાર વિષે તમને જણાવવાના છીએ, જેને અજમાવીને તમે ઓછા પૈસામાં પોતાના વાળને હેલ્દી બનાવી શકશો.

લસણ : મિત્રો, ફક્ત 2 ચમચી લસણનો રસ વાળના મૂળ ઉપર લગાવો અને એક કલાક પછી એને ધોઇ લો. એના નિયમિત પ્રયોગથી ડેન્ડ્રફ અને હેયર ફોલની તકલીફ દુર થશે.

મધ : 2-2 ચમચી મધ અને દુધને મિક્સ કરો. અને એનાથી તમારા માથાની નિયમિત હળવી મસાજ કરો. ત્યારબાદ એક કલાક પછી માથું ધોઈ લો. તેનાથી વાળ કાળા, ઘાટા અને સુંવાળા બનશે.

બટેટા : જણાવી દઈએ કે, 2-3 બટેટાને વાટીને એના રસને વાળ અને ટાલ ઉપર લગાવો. પછી એક કલાક પછી ધોઈ લો. તેનાથી ડ્રાઈનેસ ઓછી થશે અને વાળ હેલ્દી બનશે.

લીંબુ : જાણકારી માટે જણાવી દઈએ કે, નિયમિત રીતે લીંબુના રસથી વાળ અને ટાલ ઉપર મસાજ કરવાથી ડેન્ડ્રફ અને હેયર ફોલની તકલીફ દૂર કરી શકાય છે.

મીઠો લીમડો : એક ચમચી મીઠા લીમડાની પેસ્ટ દહીં સાથે મિક્સ કરીને નિયમિત વાળ અને ટાલ ઉપર લગાવો. તેનાથી વાળ કાળા, ઘાટા, અને મજબુત બનશે.

મેથી : મેથીનો ઉપાય કરવા માટે 2 ચમચી મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળીને મૂકી દો. બીજા દિવસે સવારે તેને વાટીને વાળ ઉપર લગાવો. તેનાથી વાળ કાળા, ઘાટા અને સુંવાળા બનશે.

ખાટું દહીં : બે ચમચી ડુંગળીનો રસ, એક ચમચી ખાટું દહીં અને લીંબુના રસને મિક્સ કરીને મસાજ કરો. 30 મિનીટ પછી એને ધોઈ લો. એનાથી તમારા વાળ મજબુત અને ચમકદાર બનશે.

ગાજર : સ્વસ્થ વાળ માટે નિયમિત રીતે 2 ચમચી ગાજરનો રસ વાળ અને ટાલ ઉપર લગાવો. તેમાં રહેલ બાયોટીન વાળને ચમકદાર બનાવશે અને હેયર ફોલ અટકાવવામાં પણ મદદ કરશે.

કુવારપાઠું જેલ : મિત્રો, નિયમિત રીતે એક ચમચી કુવારપાઠું જેલ (એલોવેરા જેલ) વાળ અને ટાલ ઉપર લગાવો. અને પછી એક કલાક બાદ વાળ ધોઈ લો. તેનાથી ખોડો અને હેયર ફોલની તકલીફ દુર થશે.

કાકડી : જાણકારી માટે જણાવી દઈએ કે, 2 ચમચી કાકડીનો પેસ્ટ વાળ અને તાળવા ઉપર લગાવવાથી વાળ ચમકદાર બને છે અને વધે છે. કાકડીમાં રહેલ વિટામીન ‘સી’ અને એન્ટીઓક્સીડેંટ વાળને ચમકદાર બનાવવા અને વધવામાં મદદ કરશે.

લીલા ધાણા : નિયમિત રીતે 2 ચમચી લીલા ધાણાની પેસ્ટ વાળના મૂળ ઉપર લગાવો. કારણ કે ધાણામાં રહેલ આયરન અને કોપર વાળને લાંબા, ઘાટા અને કાળા બનાવવામાં મદદ કરે છે.

બીટ : એ સિવાય એક ચમચી બીટનો રસ અને તલનું તેલ મિક્સ કરીને ટાલ ઉપર લગાવો. તેનાથી વાળ કાળા, ઘાટા, સુંવાળા અને શાયની બનશે.

ટમેટા : એક ચમચી ટમેટાનો રસ, એક ચમચી બટેટાનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને એનાથી ટાલ ઉપર મસાજ કરો. આ ઉપાય નિયમિત કરવાથી હેયર ફોલ અને ડ્રાઈ હેયરની તકલીફ દુર થશે.