તમારા શરીરને હંમેશા જવાન બનાવી રાખશે આ જાદુઈ નુસખો, જાણો શું કરવું પડશે એના માટે.

0
948

દરેક વ્યક્તિ પોતાના જવાનીના દિવસોમાં સારા દેખાતા હોય છે. પણ પછી જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ તેમ ત્વચાની ચમક ફીકી પડવા લાગે છે, અને વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે. તો આ વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એક એવો નુસખો જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરવાથી તમારી ચામડીની ચમક ક્યારેય ફીકી નહિ પડે, અને તમે 50 ની ઉંમરમાં પણ 25 ના દેખાશો.

આ છે હંમેશા જવાન બની રહેવાનો નુસખો :

મિત્રો જણાવી દઈએ કે, આ નુસખાને આપણે બે સ્ટેપમાં ઉપયોગમાં લેવાનો છે.

સ્ટેપ 1 :

આ નુસખો બનાવવા માટે એક વાટકીમાં એક ચમચી બદામનું તેલ, એક ચમચી દળેલી સાકર, એક ચમચી મીઠું, એક ચમચી એલોવેરા જેલ, એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ લો. ત્યારબાદ આ બધી સામગ્રીને સારી રીતે મિક્ષ કરી દો. આ રીતે તમારી વાટકીમાં ઉપરના ફોટામાં દેખાય છે એવું મિશ્રણ તૈયાર થઇ જશે.

જણાવી દઈએ કે, આ નુસખાને શરીર પર એપ્લાઇ કરતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરવું જરૂરી છે. અને જો તમે સ્નાન કરવા નથી માંગતા, તો ઓછામાં ઓછું ગરમ પાણીથી પલાળેલા રૂમાલથી પોતાનું શરીર સાફ કરી લેવું. કારણ કે ગરમ પાણીથી તમારી ચામડીના રોમ છિદ્ર સારી રીતે ખુલી જશે, અને આ મિશ્રણને લગાવવાથી તે ત્વચાની સારી રીતે સફાઈ થઇ જશે.

તેમજ આ મિશ્રણને ચામડી પર માલીસ કરતા કરતા લગાવવાનું છે. અને તમારે 5 મિનિટ સુધી આની માલીસ કરવાની છે. આનાથી માલિશ કરવાથી તમારી સ્કિન તો સાફ થાય છે, સાથે જ લોહીનું પરિભ્રમણ પણ સારું થાય છે. આ બંને વસ્તુ તમારી સ્કિનને સ્વસ્થ અને ફ્રેશ બનાવીને રાખે છે. 5 મિનિટ માલીસ કર્યા પછી આને 10 મિનિટ સુધી આમ જ રહેવા દો. અને પછી તમારા શરીરને સામાન્ય પાણીમાં ધોઈ નાખો.

સ્ટેપ 2 :

હવે આ નુસખાના બીજા સ્ટેપ માટે એક લેપ બનાવવાનો છે. આ લેપ બનાવવા માટે એક વાટકામાં 1/3 કપ મસૂરની દાણ, મગની દાળ, ચણાની દાણ, ચોખા અને 10 બદામ લો. અને આમાં એક નાની ચમચી ચિરોંજી અને હળદર મિક્ષ કરો. હવે આ બધી સામગ્રીઓને મીક્ષરની મદદથી કકરું પીસી લો. અને પીસી લીધા પછી તમારું મિશ્રણ ઉપરના ફોટામાં દેખાય છે એવું દેખાશે.

આ મિશ્રણ બનાવ્યા પછી એમાં કાચું દૂધ મિક્ષ કરીને એને સારી રીતે હલાવીને એનો લેપ બનાવો. જણાવી દઈએ કે, જે લોકોની સ્કિન ઓઈલી છે તે લોકો કાચા દૂધની જગ્યા પર ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. જયારે આ પેસ્ટ બનીને તૈયાર થઇ જાય, તો તમે આને પોતાની ચામડી પર લગાવી દો. અને આને લગાવ્યા પછી 30 મિનિટ માટે આમ જ છોડી દો. હવે આને નીકાળવા માટે પોતાની શરીર પર પહેલા પાણી વાળા હાથથી થપકી આપીને આને નરમ બનાવી નાખો. આના પછી હલકા હાથોથી માલીસ કરતા આને પોતાના શરીર માંથી ઉતારી નાખો.

મિત્રો જણાવી દઈએ કે, આ ઉપાયને અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવાથી તમારી ચામડી હંમેશા ફ્રેશ અને સ્વસ્થ રહેશે. આ ઉપાયથી તમને ચામડી પર કરચલીઓની સમસ્યા પણ જોવા નહિ મળે. સાથે જ આ બંને સ્ટેપ્સ એક મહિના સુધી કરતા રહેવાથી તમારી ચામડીનો રંગ પણ નિખરવા લાગશે. તમે આ નુસખાને શરીરની સાથે સાથે ચહેરા પર પણ લગાવી શકો છો. આનાથી તમને ખીલ પણ નહિ થાય. આ નુસખોનો ઉપયોગ કરતા રહેવાથી તમારું શરીર હંમેશા જવાન દેખાઈ દેશે.