તમારા નવજાત શિશુની ગર્ભનાળ સાચવવાના આ ફાયદાઓ વિષે જાણો અને ગેરસમજ દૂર કરો.

0
894

મિત્રો, આમ તો આપણે બધા નવજાત શિશુની ગર્ભનાળ સાચવી રાખવાની ઘણી વાતો સાંભળતા હોઈએ છીએ. પણ એ બધી વાતો તરફ આપણે બિલકુલ પણ ધ્યાન નથી આપતા. છતાંપણ જણાવી દઈએ કે, આ વાત આપણા સંતાનો માટે ખુબ જ મહત્વની છે. કારણ કે તેમાંથી નીકળતા લોહી અને ટીસ્યુમાં શરીરના અસાધ્ય રોગોને દુર રાખવાની ઘણી જ ક્ષમતા હોય છે.

એ વાતથી તમે બધા સારી રીતે પરિચિત છો કે, હાલના સમયમાં માનવ શરીરમાં જાત જાતના રોગો જોવા મળે છે. એમાંથી ઘણા ખરા રોગોના ઉપાય મેડીકલ સાયન્સ દ્વારા પણ વિકસિત કરી લેવામાં આવ્યા છે. પણ જન્મજાત રોગો દુર કરવું દરેક સમયે સરળ હોતું નથી. આવા સમયે સ્ટેમ સેલ થેરોપી જ કામમાં આવી શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, શરીરના મૂળ કોષોને સ્ટેમ સેલ કહેવામાં આવે છે. બીજી રીતે કહીયે તો જેના દ્વારા શરીરના જુદા જુદા અવયવોનું નિર્માણ થઇ શકે તેવા કોશો. આવા સેલ પોતાને અસંખ્ય ભાગમાં છુટા પાડવાની શક્તિ ધરાવે છે. શરીરની ઈન્દ્રીઓના અવયવોને જરૂરી એવા મહત્વના જુદા જુદા કોષોમાં તેનું રૂપાંતર થઇ શકે છે. અને તેના દ્વારા શરીરને નવજીવન મળે છે.

શું તમે જાણો છો કે, સ્ટેમ સેલ ક્યા ક્યા રોગોમાં ઉપયોગમાં આવી શકે છે?

મુખ્ય રોગોમાં :

જાણકારી માટે જણાવી દઈએ કે, માંસપેશીઓના રોગો, જન્મજાત ખોળખાપણ ઠીક કરવામાં, લકવો, પાર્કિન્સન્સ ડિસીઝ, ઓંલ્ઝાઈમર્સ, કોઈ કારણોસર દ્રષ્ટિ વિહીન થવું કે કાનમાં સાંભળવાની શક્તિ જતી રહી હોય તેમાં પણ સ્ટેમ સેલ્સ દ્વારા ઘણો જ ફાયદો મળી શકે છે.

હ્રદય અને કરોડરજ્જુ :

જાણીને નવાઈ લાગશે કે, હાર્ટ ફેલની બાબતમાં પણ સ્ટેમ સેલ્સ દ્વારા હ્રદયના વાલ્વ કે મુખ્ય ટીશ્યુ બરોબર થાય છે. સ્ટેમ સેલ્સ દ્વારા મજ્જાતંતુઓ તથા જ્ઞાનતંતુઓ તથા કરોડરજ્જુમાં થયેલ નુકશાનનું ફરી વખત નિર્માણ થઇ શકે છે.

કેન્સરથી બચાવ કરે :

કેન્સરના રોગમાં બોન મેરોમાંથી નીકળતા લોહીના વિશેષ પ્રકારના સ્ટેમ સેલ્સના ઉપયોગ દ્વારા કેન્સરને દુર કરવામાં આવે છે. લોહીની અસાધ્ય ગણવામાં આવતી બીમારી થેલેસેમીયા ઉપર પણ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ ઘણી જ ઉપયોગી સાબિત થયેલ છે.

ડાયાબીટીસમાં ઉપયોગી :

મિત્રો, બાળકોમાં જોવા મળતી ટાઈપ વન પ્રકારની ડાયાબીટીસનો સ્ટેમ સેલ્સ દ્વારા ઉપચાર કરવા માટે પણ ખુબ જ સફળતા મેળવેલ છે. એના લીધે સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલીન ઉત્પન કરવાની શક્તિ વધે છે, અને ડાયાબીટીસ પણ દુર થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.