તમારા કાર-બાઈકમાં લાગેલા નકલી સ્પેરપાર્ટ્સ લઇ શકે છે તમારો જીવ, આવી રીતે કરો તેની ઓળખ

0
717

ભારતમાં નકલી સ્પેયર પાર્ટ્સની સમસ્યા ઘણી વધુ છે. મોંઘામાં મોંઘી ગાડીઓના નકલી સ્પેયર પાર્ટ્સ સરળતાથી બજારમાં મળી જાય છે. અને અવાર નવાર એવા સ્પેયર પાર્ટ્સ વેચવા વાળી દુકાનો ઉપર દરોડાના સમાચારો પણ સામે આવતા રહે છે. હાલમાં જ બે પૈડા વાળા વાહન બનાવતી કંપની હોન્ડા ટુવ્હીલર્સના એવા નકલી સ્પેયર પાર્ટ્સ બનાવવા વાળા ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં હોન્ડાના સ્કુટર્સ અને બાઈક્સમાં લગાવી શકાય તેવા ત્રણ કરોડના નકલી સ્પેયર પાર્ટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આવો જાણીએ નકલી સ્પેયર પાર્ટ્સથી કેવી રીતે બચી શકાય અને તેને અટકાવવા માટે સરકારની કેવી તૈયારીઓ છે.

ચાલી રહ્યા છે ગેરકાયદેસર સર્વિસ સેન્ટર

નકલી સ્પેયર પાર્ટ્સથી પરેશાન હોન્ડાએ ઈંટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ ઇન્ફોર્સમેંટ (આઈપીઆર) ટીમ બનાવીને ૨૦૧૭માં દરોડા અભિયાન શરુ કર્યો. હોન્ડા જેનુઅલ પાર્ટ્સ કેમ્પેન હેઠળ કંપનીને દેશભરમાં ઘણા સ્થળો ઉપર હોન્ડાના નામથી ગેરકાયદેસર સર્વિસ સેન્ટર ચાલતા મળ્યા, તે ઉપરાંત દિલ્હી, બેંગલુરું, ચેન્નઈ, હૈદરાબાદ, સિકન્દરાબાદ, ગાંધીનગર, મુંબઈ, અમદાવાદ, ગુડગાંવ અને કટકમાં ઘણા સ્થળો ઉપર દરોડા પાડ્યા. દિલ્હીમાં પ્રસિદ્ધ બવાના ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને કરોલ બાગ માર્કેટમાં દરોડા દરમિયાન હજારો નકલી સ્પેયર પાર્ટ્સ મળ્યા. અને કંપનીના ત્રણ વર્ષોમાં ૯૪,૦૦૦ નકલી પાર્ટ્સ હાથ કર્યા, જેની કિંમત કરોડોમાં હતી. યુપી, રાજસ્થાન અને હરિયાણામાં સૌથી વધુ નકલી પાર્ટ્સ વેચવામાં આવી રહ્યા છે.

રોજીંદી જરૂરિયાતની વસ્તુમાં સૌથી વધુ ગોટાળા

ઓર્થેટીકેશન સોલ્યુશન પ્રોવાડર્સ એસોસીએશન (ASPA) ના આંકડા મુજબ દેશમાં નકલી પ્રોડક્ટ્સ બનાવવાના ધંધો લગભગ એક લાખ કરોડ રૂપિયાનો છે. જેને લઈને સરકારને દર વર્ષે ૪૦ હજાર કરોડ રૂપિયાના ટેક્સનું નુકશાન થાય છે. તેમાં સૌથી વધુ નકલી ઉત્પાદન ફર્ટીલાઈઝર, પેસ્ટીસાઇડસ, રોજીંદા જરૂરિયાત વાળા વપરાશકારો વસ્તુ, ઓટો પાર્ટ્સ અને ફાર્મા સેક્ટર છે.

નકલી ઓટો પાર્ટ્સનો બિજનેશ ૨૨ હજાર કરોડ રૂપિયા

અને ઓટો સેક્ટરની વાત કરીએ, તો નકલી ઓટો પાર્ટ્સનો બિજનેશ ૨૨ હજાર કરોડ રૂપિયાનો છે, જે છેલ્લા પાંચ વર્ષોમાં વધીને બમણો થઇ ગયો છે. જેની ગતિથી દેશના ઓટોસેક્ટર નથી વધ્યું તેનાથી ઘણો વધુ ઝડપથી નકલી પાર્ટ્સનો વેપાર વધ્યો છે. અને નકલી પાર્ટ્સથી ઓટો કંપનીઓની પણ ઊંઘ ઉડી ગઈ છે. કેમ કે ઓટો કંપનીઓના વેચાણમાં પાર્ટ્સનું ઘણું મહત્વ હોય છે. નકલી પાર્ટ્સ બનાવવા વાળા ઓરીજીનલ ઇકવીપમેંટ મેન્યુફેકરર્સ સૌથી વધુ પરેશાન છે. એસીના ફિલ્ટર, રીંગ, પીસ્ટન, કમાની, પટ્ટા, ક્લચ પ્લેટમ સ્ટીયરીંગ સસ્પેન્શન અને બ્રેક વાયર સહીત તમામ એવા ઓટો સ્પેયર પાર્ટ્સ, જેની માર્કેટમાં ઉપાડ વધુ હોય છે, સૌથી નકલી પાર્ટ્સ બજારમાં વેચવામાં આવી રહ્યા છે.

૩૦ થી ૪૦ ટકા છે નકલી પાર્ટ્સ

ઓથેટીકેશન સોલ્યુશન પ્રોવાઈડર્સ એસોસીએશનના અધ્યક્ષ નકુલ પસરીચાનું કહેવું છે કે ઓફ્ટર માર્કેટ સેગમેંટમાં નકલી ઓટો પાર્ટ્સનો ઢગલો છે. ૨૦૧૮-૧૯માં ઓટો ઓફ્ટર માર્કેટની બજાર ૯.૬ ટકા સાથે વધીને ૬૭.૪૯૧ કરોડ રૂપિયા સુધી પહોચી ગયું છે, જે ૬૧.૬૦૬ કરોડ રૂપિયા હતી. તે રીટેલ માર્કેટમાં નકલી કંપોનેંટસની ભાગીદારી ૩૦ થી ૪૦ ટકા સુધી પહોચી ગઈ છે.

૨૦ ટકા રોડ અકસ્માતો નકલી પાર્ટ્સને કારણે જ

ગયા વર્ષે આવેલા Ficci-Cascade ના અહેવાલ મુજબ ઓટો કંપનીઓના વેચાણમાં ઘટાડો આવી રહ્યો છે, સાથે જ જાણવામાં આવ્યું છે, અહેવાલ જણાવે છે કે દેશમાં થતા ૨૦ ટકા રોડ અકસ્માતમાં આ નકલી ઓટો પાર્ટ્સની ભાગીદારી હોય છે. આ નકલી પાર્ટ્સ બજારમાં અસલી બતાવીને વેચવામાં આવે છે. તેને એવી રીતે રજુ કરવામાં આવે છે કે ૮૦ ટકા લોકો તેને અસલી સમજી બેસે છે. ફિક્કીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આ નકલી ઉત્પાદન જેવી સમસ્યાઓ મજબુત થઇ ગઈ છે અને તેને લઈને સરકારને ૨,૨૦૦ કરોડ રૂપિયાના ટેક્સની ખોટ સહન કરવી પડી રહી છે. જૂની ગાડીઓમાં થાય છે સૌથી વધુ ઉપયોગ

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દેશમાં એવા ઘણા બધા ઓપરેટર્સ છે, જે રાતોરાત આ નકલી પાર્ટ્સ પુરા પાડી આપે છે. અને ચીનથી આવતા નકલી પાર્ટ્સની સંખ્યા ઝડપથી વધે છે. તે જણાવે છે કે જો તમે જૂની કાર, એસયુવી કે ટુ વ્હીલર ખરીદી રહ્યા છો, તો તે સમજીને ચાલજો કે તેમાં એ નકલી પાર્ટ્સ જરૂર મળશે. તેનું કારણ છે કે ગાડી જેમ જેમ જૂની થતી જાય છે, તો લોકો સસ્તા પાર્ટ્સ શોધે છે અને તેની શોધ આ નકલી પાર્ટ્સ ઉપર આવીને પૂરી થાય છે. અને જૂની કારોના ડીલર પણ પૈસા બચાવવા માટે ગ્રાહકોને ગાડી વેચતા પહેલા નકલી પાર્ટ્સ લગાવી દે છે.

સરકારે શોધી કાઢી વિશેષ ટેકનીક

હવે સરકાર પણ નકલી સ્પેયર પાર્ટ્સને ઓળખી શકવા માટે ઘણા મોટા પગલા લઇ રહી છે. મોટર વ્હીકલ નિયમો હેઠળ સરકારે હાલમાં જ એક ડ્રાફ્ટ નોટીફીકેશન બહાર પાડ્યો છે. આ નોટીફીકેશન મુજબ સરકારે વાહન અને તેના સ્પેયર પાર્ટ્સ અને બીજા સમાનમાં દેખાય નહિ તેવા માઈક્રોડોટ્સ લગાવવાનો નિર્ણય લીધો છે, તેની વિશેષતા એ રહેશે કે તે જોવા માટે શુક્ષ્મદર્શી કે પારદર્શક પ્રકાશના સ્ત્રોતની જરૂર પડશે. આ ટેકનીક હેઠળ ગાડીઓ ચોરીથી બચવા અને નકલી પાર્ટ્સના ઉપયોગ ઉપર અંકુશ લગાવવામાં મદદ મળશે. માઈક્રોડોટ્સ ટેકનીક હેઠળ વાહન નિર્માતા કે ઓરીજીનલ ઇકવીપમેંટ મેન્યુફેક્ચરર્સ પાર્ટ્સ કે કોઈ મશીન ઉપર ઘણું શુક્ષ્મ સ્પ્રે કરશે, જેમાં ડોટ્સ હશે. દુનિયાભરમાં આ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.

ચોરીની કાર પણ શોધી શકાશે

આ માઈક્રોડોટ્સ સુક્ષ્મ આકારના કણ હશે. જેમાં માર્કિંગ અને વિશેષ આંકડા નોંધાયેલા છે. અને માઈક્રોડોટ્સનો યુનિક આઈડીને કારના રજીસ્ટ્રેશન નંબર સાથે જોડવામાં આવે છે. આ ટેકનીક દ્વારા ગાડીનો લગભગ દરેક ભાગ રજીસ્ટ્રેશન નંબર સાથે જોડવામાં આવે છે. જો ગાડીના ટુકડા ટુકડા પણ કરી દેવામાં આવે, તો પણ તેના રજીસ્ટ્રેશન નંબરની જાણ ચપટીમાં લગાવી શકાય છે.

તમે પણ પેકિંગથી કરી શકો છો ઓળખ

કંપનીની ઓરીજીનલ પ્રોડક્ટ્સ ઉપર યુનિક પાર્ટ્સ આઈડેંટીફીકેશન કોડ લખવામાં આવેલો હોય છે. અને હીરો મોટોકોર્પના કોઈ પાર્ટના એમઆરપી સ્ટીકર ઉપર લખાયેલા યુપીઆઈ કોડને 9266૧૭૧૧૧૭૧ ઉપર SMS મોકલીને તેનું અસલી હોવાની તપાસ કરી શકે છે. તે ઉપરાંત પાર્ટ્સના પેકેજીંગમાં અદ્રશ્ય ઇક પ્રિન્ટેડનો પણ ઉપયોગ થાય છે. હિતો કંપનીના GENUINE PARTS લોગો અલ્ટ્રા વાયલેટ (યુવી) લાઈટમાં પણ જોવા મળે છે. તેમાં થર્મોક્રોમોક ઇનક (બ્લેક કલર) થી ‘GENUINE’ શબ્દ લખાયેલો રહે છે. ઘસવાથી તે ગરમીને લઈને અદ્રશ્ય થઇ જશે પરંતુ થોડી સેકન્ડ પછી જ ફરીથી દેખાવા લાગશે.

જો મળે વધુ ડિસ્કાઉન્ટ

જો તમે સ્પેયર પાર્ટ્સ ખરીદવા કોઈ દુકાન ઉપર જાવ છો, અને દુકાનદાર તે પાર્ટ્સ ઉપર વધુ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે, તો સમજી જાવ કે આ પાર્ટ નકલી છે. કંપનીના શોરૂમ ઉપર પણ જઈને કે ફોનથી સંપર્ક કરીને પાર્ટ્સની કિંમત જરૂર જાણો. અને જીએસટી ઉપર પણ જઈને કે ફોનથી સંપર્ક કરીને પાર્ટની કિંમત વિષે જરૂર જાણો. અને જીએસટી બીલ જરૂર લો, તેનાથી તમને નકલી પાર્ટ્સ વિષે ઓળખવામાં સરળતા રહેશે.

કંપનીમાં જ કરાવો સર્વિસ

નકલી પાર્ટ્સથી બચવા માટે સૌથી સારી રીત છે કે ગ્રાહકોએ જરૂરી છે કે હંમેશા પોતાની ગાડીને સંબંધિત કંપનીના ઓથોરાઈઝડ ડીલર પાસે જ ઠીક કરાવો. ત્યાં સુધી કે તેની સર્વિસ પણ કંપની પાસે તાલીમબદ્ધ મિકેનિક પણ હોય છે, જે તેને લગાવવામાં સંપૂર્ણ સાવચેતી રાખશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.