હવે તમારા ઘરનો કચરો-ભંગાર તમને આપશે પૈસા, ઘરની સફાઈની સાથે થશે તમારી કમાણી

0
584

સામાન્ય રીતે આપણે આપણા ઘરનો કચરો-ભંગાર વેચવા માટે કેટલીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વાર તો આળસને કારણે આપણને ભંગાર વાળાનો અવાજ સંભળાતો જ નથી, અને ઘરમાં ભંગાર ભેગો થઈ જાય છે. પણ શું થાય જયારે આ જ ભંગારને વેચવા માટે તમારે મહેનત ન કરવી પડે? અને ઘર બેઠા જ ભંગાર વેચાય જાય. તો તો મજા પડી જાય.

જુઓ, આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે, આ 21 મી સદીમાં બધું ઓનલાઈન વેચાઈ રહ્યું છે, તો ભલું તમે અને અમે ભંગાર વેચવા માટે મહેનત શું કામ કરીએ? તમને જાણીને આશ્ચર્ય થશે કે, ચેન્નઈના રહેવા વાળા એક શોધાર્થીએ ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનના સહયોગથી ભંગાર વેચવા અને ખરીદવા માટે એક વેબસાઈટ શરુ કરી છે.

ધ ન્યુ ઈંડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટનું માનીએ તો આ વેબસાઈટ પર હાલમાં ફક્ત સમાચાર લખવામાં આવ્યા પછી 700 ખરીદદાર અને 300 વિક્રેતા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. આમ તો વેબસાઈટ પર લેવડ દેવડ રોકડ નારાયણથી થઈ રહી છે, એટલે કે હાલમાં બધું કામ કેશમાં ચાલી રહ્યું છે.

આ વેબસાઈટ મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે અને એકવારમાં ઘણા ઉદ્દેશ્યને પુરા કરે છે. આ સૂકા અને ભીના કચરાના અલગ-અલગ નિકાલને પ્રોત્સાહિત કરશે. એનાથી લૈંડફિલ અને ડંપિંગ ગ્રાઉન્ડ પર ભાર ઓછો થશે. એની સાથે જ લોકો પોતાનો કચરો-ભંગાર વેચવા માંગશે. તેમજ નાની ઈન્ડસ્ટ્રી જે ભંગારમાંથી પોતાના માટે કાચો માલ ભેગો કરે છે, એમને પણ વેબસાઈટ અને એપથી કરવામાં મદદ મળશે.

ઈંડિયન સ્માર્ટ સિટિસના રિસર્ચ ફેલો Azhagu Pandian Raja MP નું આ વેબસાઈટને લઈને કહેવું છે કે, નિગમ એની મદદથી સફળતાપૂર્વક કચરો વેચી રહ્યું છે. ઘણા એપાર્ટમેન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, ભંગાર વેચવા વાળાઓએ પણ આ એપ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વેબસાઈટ અને એપ દ્વારા પ્લાસ્ટિક, થર્મોકોલ, કાચ જેવા રીસાઇકલ્ડ વેસ્ટની પણ ખરીદી કરી શકાય છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.