તમારા દાંતોને ચમકાઓ ત્રણ મિનિટથી પણ ઓછા સમયમાં, જાણો કેવી રીતે થશે તમારા દાંત ચમકતા.

0
3245

શરીરની સાથે સાથે દાંતનું પણ સ્વસ્થ હોવું જરૂરી છે. અને દાંત સ્વસ્થ હોય પણ પીળા હોય તો એ ઘણા ખરાબ લાગે છે. અને જો દાંત દૂધ જેવા સફેદ હોય તો તે હસવામાં ચાર ચાંદ લગાવી દે છે. દાંત પીળા હોવા, દાંત કાળા થવા, દાંત સારી રીતે સાફ ન કરવાં વગેરે કમીઓને કારણે વ્યક્તિની પર્સનાલિટી ખરાબ થઈ જાય છે. એને લીધે વ્યક્તિએ શરમ અનુભવવી પડે છે. અને તેઓ ખુલીને હસી પણ નથી શકતા.

મિત્રો, જે વ્યક્તિના દાંતમાં પીળાશ હોય છે, તે સમાજમાં પોતાની હાજરીથી શરમાય છે. આવા લોકો બધાની સામે ખુલીને હસી પણ નથી શકતા. કારણ કે તે ગભરાય છે કે, કોઈ પીળા દાંતને લીધે તેમની મજાક ઉડાવશે. આપણે ઘણી વાર જોયું હશે કે, જયારે આપણી સામે કોઈ એવા વ્યક્તિ હશે છે જેના દાંત પીળા હોય તો ઘણા વ્યક્તિ તેનો મજાક ઉડાવવાનો મોકો છોડતા નથી.

પણ તમારે આવું કરવું જોઈએ નહિ. કારણ કે થઇ શકે છે કે, જે સમસ્યાનો સામનો આજે તે વ્યક્તિ કરી રહ્યો છે, કાલે તમને પણ થઇ શકે છે. આમ તો દાંત પીળા થવા કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ જો સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો આ એક ગંભીર સમસ્યાનું રૂપ લઇ શકે છે. દાંતનું પીળાપણું ઘણા કારણોથી થાય છે જે લોકોની બેદરકારી અને આળસને કારણે જ થાય છે.

આપણે બધા જાણીએ છીએ કે, જુના જમાનામાં લોકો પોતાના દાંતને ચમકાવવા માટે કોઈ પણ પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા ન હતા. કારણ કે તે સમયે આ વસ્તુઓ ઉપલબ્ધ હતી નહિ. છતાં પણ એમના દાંત મજબુત અને સફેદ હતા. એ સમયે લોકો મીઠું અને કીકરનું દાતણ, કે લીંબડાનાં દાતણ કે બાવળનાં દાતણનો ઉપયોગ કરતા હતા, જે તેમના દાંતને મજબુત કરવાની સાથે ચમકદાર અને સફેદ પણ બનાવતા હતા.

તેમજ એમના દાંત અને મોં માં કોઈ પણ પ્રકારની બીમારી પણ ઉત્પન્ન થતી ન હતી. પરંતુ આજકાલ લોકોની પાસે સમય ક્યાં છે, જે પોતાના દાંતને સાફ કરવા માટે દાતણનો પ્રયોગ કરે. એવા જ લોકો માટે આજે અમે એક ચમત્કારિક ઉપાય લઈને આવ્યા છે. આજે અમે તમને એક એવો ઘરેલુ ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ, જે 100 % પ્રાકૃતિક છે અને અસરદાર પણ છે. તો આવો જાણીએ આ ઉપાયના વિષે.

જરૂરી સામગ્રી :

થોડીક ચમચી ખાવાના સોડા

જરૂર મુજબ લીંબુનો રસ

વિધિ :

દાંત સાફ કરવાં માટે ઉપર જણાવેલ સામગ્રીને એક સાથે મિક્ષ કરી લો, અને તેને બનાવવાના માટે ગેસ પર મૂકી દો. આ મિશ્રણને ધીરે ધીરે ઉકાળો. જયારે તે સારી રીતે ઉકળી જાય અને સફેદ પેસ્ટના રૂપમાં બની જાય, એટલે સમજી જવું કે તમારો નુસખો તૈયાર છે.

જણાવી દઈએ કે, આ મિશ્રણને દાંતોમાં લગાવતા પહેલા દાંતને કપડાથી સાફ અને ડ્રાય કરી લો.

ત્યારબાદ ટૂથબ્રશની મદદથી આ મિશ્રણને દાંત પર લગાવો, અને 1 મિનિટ પછી દાંતને પાણીથી સાફ કરો અને દાંતને ચમકતા જુઓ.