તળાવ સુકાયું તો દેખાયા નંદી, લોકો માની રહ્યા છે ભોળાનાથનો ચમત્કાર.

0
705

દુનિયામાં ઘણી જગ્યાએ કોઈ ખોદકામ દરમિયાન અનેક પ્રકારના જુના જમાનાના અવશેષો મળતા રહે છે. અને પુરાતત્વ પણ તેના માટે ઘણી સારી કામગીરી કરતા રહે છે. ઘણી જગ્યાએ તો આખા શહેર જ જમીનમાં દટાયેલા મળી આવે છે, જેમાં તેની સંસ્કૃતિ વિષે પણ જાણવા મળે છે, આવી જ એક કામગીરી દ્વારા કર્ણાટકના એક ગામમાં સુકાયેલા તળાવના ખોદકામ દરમિયાન નંદીની મૂર્તિઓ મળી આવી છે.

કર્ણાટકના મૈસુરમાં એક સુકાયેલા તળાવના ખોદકામ પછી, ત્યાંથી ભગવાન શિવની સવારી ગણવામાં આવતા નંદીની વર્ષો જૂની મૂર્તિ મળી છે. જે સ્થાનિક લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બનેલો છે. ખોદકામ પછી નંદીની ઘણી જૂની મૂર્તિના ફોટા સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

મૈસુરથી લગભગ ૨૦ કી.મી. દુર અરાસીનાકેરેમાં જયારે એક સુકાયેલા તળાવનું ખોદકામ કરવામાં આવ્યું. તો લોકો નંદીની વિશાળ મૂર્તિ જોઇને આશ્ચર્યચકિત બની ગયા. અહિયાં નંદી બળદની એક નહિ પરંતુ બે મૂર્તિ મળી આવી છે. અહેવાલ મુજબ આ મૂર્તિઓને શોધવાનું કામ સ્થાનિક લોકોએ જ કર્યું છે.

સેંકડો વર્ષો જૂની આ મૂર્તિઓને લઈને સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો છે કે અરાસીનાકેરના વુદ્ધ તળાવના આ નંદીની મૂર્તિ હોવાની વાત કરતા રહેતા હતા અને જયારે તળાવમાં પાણી ઓછું થતું હતું. તો નંદીનું માથું જોવા મળતું હતું. વૃદ્ધની એ વાતો ઉપર વિશ્વાસ કરી આ વખતે તળાવ સુકાયા પછી સ્થાનિક લોકોએ ખોદકામ શરુ કરી દીધું. જેથી સત્ય જાણી શકાય.

સ્થાનિક અહેવાલ મુજબ નંદીની આ મૂર્તિને શોધવા માટે ગામ વાળાઓએ ત્રણથી ચાર દિવસ સુધી સતત ખોદકામ કરવું પડ્યું હતું. જેમાં જેસીબી મશીનની પણ મદદ લેવામાં આવી. હવે નંદી બળદની આ મૂર્તિઓને બહાર કાઢી લીધી છે.

આ સમાચારને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા જ પુરાતત્વ વિભાગના અધિકારી પણ સ્થળ ઉપર તપાસ કરવા પહોચ્યા. નંદીની જૂની મૂર્તિઓને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ૧૬મી કે ૧૭મી સદીની હોઈ શકે છે. લોકો તેણે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે જોડીને જોઈ રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.