10 વર્ષ પહેલા જેની સાથે ફેન તરીકે પાડ્યો હતો ફોટો, તે જ આયુષ્માન સાથે જીતુને કામ કરવાની તક મળી

0
270

‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ ફિલ્મની દરેક લોકો ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક રોલમાં ફિટ બેસવા વાળા આયુષ્માન ખુરાના સાથે આ ફિલ્મમાં જોવા મળશે દરેક મનપસંદ કલાકાર જીતુ ભાઈ.

આયુષ્માન ખુરાના બહુમુખી કલાકાર છે. તેમની છેલ્લી દરેક ફિલ્મો એક પછી એક સતત હિટ રહી છે. આથી એ કહેવું ખોટું નહિ હોય કે, એમ જ કોઈ આયુષ્માન નથી બની જતું, એમ જ કોઈ જીતુ ભૈયા નથી બની જતું. ફિલ્મના ટ્રેલર પરથી ખબર પડે છે કે, શુભ મંગલ જ્યાદા સાવધાનમાં આયુષ્માન અને જીતુ પ્રેમી છે. LGBTQ+ સમુદાયના અવાજને બુલંદ કરવા વાળી આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

ફિલ્મ રિલીઝ થવા પહેલા જીતુએ એક એવો ફોટો શેયર કર્યો છે, જેનાથી તમારું સ્મિત કાનો સુધી પહોંચી જશે. જણાવી દઈએ કે તેમણે આયુષ્માન સાથેનો 10 વર્ષ જૂનો ફોટો મુક્યો જેમાં તે તેમની સાથે એક ફેન તરીકે ઉભા હતા, અને હવે તે ફિલ્મમાં તેમની સાથે કામ કરી રહ્યાં છે. જીતુએ પોતાની પોસ્ટ પર # iitkgp લખ્યું જેનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે આ ફોટો IIT ખડગપુરનો છે.

ગયા મહિને મુંબઈ મિરરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જીતુએ જણાવ્યું હતું કે, તેમને ફિલ્મની સ્ટોરી સાંભળીને જ ખબર પડી ગઈ હતી કે, તે ફિલ્મનો ભાગ બનવા માંગે છે. પછી જીતુએ જણાવ્યું કે, તેમને પાછળથી ખબર પડી કે આયુષ્માન તેમને ફિલ્મમાં લેવા માંગતા હતા. જીતુના આ ફોટા પર લોકોએ તેમને અભિનંદન આપ્યા. એમાંથી અમુક યુઝરના રિએક્શન તમે અહીં જોઈ શકો છો.

દરેકને આશા છે કે આયુષ્માનની આ ફિલ્મ પણ હિટ સાબિત થાય અને તે આજ રીતે એક પછી એક હિટ ફીલ્મો આપ્યા કરે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.