જૂની કાર ખરીદતા સમયે એમાં દેખાય આ વસ્તુઓ, તો સમજી જવું કે તમારી સાથે દગો થઇ રહ્યો છે. રાખો આ ધ્યાન.

0
2665

મિત્રો, જયારે પણ તમે કોઈ કાર ડીલર પાસેથી નવી કાર ખરીદો છો, તો કંપની તરફથી તમને ક્વાલિટીને લઈને આશ્વાસન અને બધા પ્રકારની વોરન્ટી/ગેરેન્ટી મળે છે. પણ જો તમે નવી કારની જગ્યાએ બજેટ કે અન્ય કોઈ કારણસર જૂની કાર ખરીદી રહ્યા હોવ, તો જરૂરી નથી કે તમે તેજ પ્રકારની ગેરેન્ટી વાળો ભરોશો કરી શકો.

તો જૂની કાર ખરીદતા સમયે તમારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે, નહિ તો તમે છેતરાઈ શકો છો. મિત્રો, સામાન્ય રીતે જૂની કારમાં કોઈ ને કોઈ વસ્તુ ખરાબ હોય છે, જે તમને ખરીદતા સમયે દેખાતી નથી. એવામાં તમને કેવી રીતે ખબર પડશે કે, તમે જે જૂની કારને ખરીદી રહ્યા છો તેમાં કોઈ સમસ્યા નથી? તો આ વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એવી ટિપ્સ વિષે જણાવવાના છીએ, જેનાથી તમે જૂની કાર લેતા સમયે છેતરાશો નહિ.

કારનો બહારનો લુક :

જૂની કાર ખરીદતા સમયે તમારે કારના એક્સટીરિયર લુકને ધ્યાનથી જોવો પડશે. જો કાર પર એક સમાન પેઈન્ટ (કલર) છે અથવા પેઈન્ટની ચમક સારી છે, તો તમે કહી શકો છો કે કાર માલિકે કારને સારી રીતે સાચવી છે. તેમજ હંમેશા એ ચેક કરવું કે કારની અલગ-અલગ બોડી પેનલના પેઈન્ટમાં કેટલો ફેર છે.

અને એવામાં જો તમને કોઈ પણ જગ્યાએ કલર અલગ અલગ દેખાય છે, તો તમે સમજી જાવ કે આને સ્ક્રેચ કે ડેંટથી છુપાવવાના માટે કલર કરવામાં આવ્યો છે. ડોરના નીચેની તરફ ઉપર રહેલ ગેપની વચ્ચે આંગળીથી ચેક કરી લેવું કે કોઈ ગેપ કે ખરબચડી જગ્યા તો નથી ને. જો એવું છે તો એનો અકસ્માત થયો છે, કે પછી એને રિપેયર કરવામાં આવ્યું છે.

ટાયર્સ :

જૂનામાં કાર ખરીદતા સમયે એના ટાયરને પણ ધ્યાનથી જોવા કે બધા ટાયર એકસરખા ઘસાયા છે કે નહિ. તમારે ટાયરની બહારની તરફ અને અંદરની તરફ પણ ચેક કરી લેવાનું છે. ટાયર્સના થ્રેડિઁગ પર્યાપ્ય છે કે નહિ એ પણ ચકાસી લેવું, આને ચેક કરવા માટે એક સિક્કાને તેમાં નાખો અને જોવો કે તે કેટલો અંદર સુધી જાય છે. જો તે વધારે અંદર સુધી ન જાય તો એનો અર્થ છે કે, કારમાં નવા ડાયર લગાવવાની જરૂર છે.

એન્જીન :

કારનું હ્રદય એનું એન્જીન હોય છે. એટલે એને તો ચેક કરવું જ પડે. તો એના માટે બોનેટ ને ખોલો અને જુઓ કે એન્જીનની આસપાસનો ભાગ કેટલો સાફ છે. જો તમને લીક થયેલ ઓયલ દેખાય છે, તો આનો અર્થ છે કે આ અંદર મેઇન્ટેનન્સ છે. ચેક કરવું કે એન્જીન બેલ્ટ સારી રીતે ફિટ છે અને ધસાયેલો નથી ને.

તેમજ એ પણ ચેક કરી લેવું કે ફ્લુઇડ પર્યાપ્ય લેવલ પર છે કે નહિ. એન્જીનના ઓઈલનો કલર ચેક કરો, જો તે કાળો કે ઘાટ્ટો છે તો એનો અર્થ છે કે કાર સારી રીતે મેનટેન કરી નથી. ખરાબ એન્જીન ફ્લુઇડ પણ પ્રોબ્લમની એક નિશાની છે. કારના જુના સર્વિસ રિકોર્ડ પણ ચેક કરો કે, એમાં એન્જીનમાં કોઈ પ્રોબ્લેમ હતો કે નહિ.

ઈંટીરિયરને ચેક કરો :

આ બધા ઉપરાંત જૂની કાર ખરીદતા પહેલા એના ઈંટીરિયર ફિટિંગ અને બધી સ્વીચ પણ ચેક કરવી જરૂરી છે. તમે એ સુનિશ્ચિત કરો કે એના બધા ફીચર્સ કામ કરે છે કે નહિ. ઇન્ફોટેનમેંટ સિસ્ટમની સાથે સાથે સ્પીકર્સ પણ ચેક કરી લેવાના છે.

ટેસ્ટ ડ્રાઈવ લો :

અને કારને સારી રીતે જોયા પછી એ કારની ટેસ્ટ ડ્રાઈવ પણ કરવી જરૂરી છે. એ સમયે તમે ચેક કરો કે કાર સરળતાથી સ્ટાર્ટ થઇ જાય છે કે નહિ. અને વચ્ચે ઉભી પણ રહે છે નહિ. કાર ચલાવતા સમયે એન્જીનના અવાજને ધ્યાનથી સાંભળવો. અને ચેક કરવું કે અબજ ખરાબ છે કે નહિ.

કારને ચલાવતા સમયે બ્રેકને પણ ચેક કરી લેવું. જો બ્રેક લગાવતા સમયે કારમાં વાઇબ્રેશન આવી રહ્યો છે, તો આનો અર્થ છે બ્રેક પૈડ઼સ ઘસવાના શરુ થઇ ગયા છે. ખરાબ રસ્તા પર કારને ચલાવીને ચેક કરવું કે કેબિન માંથી વધારે અવાજ તો નથી આવતો ને. જો વધારે અવાજ આવી રહ્યો છે, તો આનો અર્થ છે કે બોડી ફિટિંગ ઢીલા થઇ ગયા છે.