તો આ કારણે પિતા સૈફ અલી ખાનની 5000 કરોડની સંપત્તિનો વારસ નહિ બને શકે તૈમુર…

0
1878

આપણા બોલીવુડમાં ઘણા કલાકારો છે. અને એ બધામાં એક નવાબ પણ છે. અને એમને ક્યારેય પોતાની ફિલ્મ હીટ કે ફ્લોપ થવાનો કોઈ ગમ રહેતો નથી. કારણ કે એમને નુકશાન થાય તો પણ કોઈ ખાસ ફરક પડતો નથી. અને એ નવાબને દુનિયા સૈફ અલી ખાનના નામથી ઓળખે છે.

જણાવી દઈએ કે તે પોતે આ સમયે લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયાના માલિક છે. એ તો તમે જાણતા હશો કે સૈફ અલી ખાનનો સંબંધ મધ્ય પ્રદેશના સૌથી અમીર રાજઘરાના પટૌદી ખાનદાન સાથે છે, જે ૫૦૦૦ હજાર કરોડની સંપત્તિ માટે ઓળખાય છે. પરંતુ તેમનો વારસદાર હકીકતમાં કોણ બનશે આ એક મુખ્ય પ્રશ્ન છે.

જણાવી દઈએ કે એમની સંપત્તિ મુવેબલ અને ઈમમુવેબલ સંપત્તિ એનીમી પ્રોપર્ટી એક્ટની જડમાં છે. આ એક્ટ મુજબ જો કોઈ એનીમી પ્રોપર્ટી પર પોતાના દીકરાના વારસદાર હોવાનો દાવો કરે છે, તો તેને હાઇકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરવી પડે છે. તો લગભગ એટલા માટે અરબોની સંપત્તિનો વારસદાર નહિ બની શકશે તૈમુર.

જણાવી દઈએ કે નવાબ પટૌદીની સંપતી હંમેશાથી વિવાદોમાં રહેલી છે. ભોપાલમાં તેમની મોટાભાગની જમીન-મિલકત એનીમી પ્રોપર્ટી એક્ટની જડની અંતર્ગત આવે છે. ગૃહ મંત્રાલય એનીમી પ્રોપર્ટી ડીપાર્ટમેંટ આ સંપત્તિની ઘણા સમયથી તપાસ કરી રહ્યા છે, પરતું હજુ સુધી કોઈ પુરાવા સામે આવ્યા નથી. ભોપાલના નવાબ હમીદુલ્લા ખાને પોતાની મોટી દીકરી આબિદાને સંપત્તિની વારસદાર બનાવી હતી. જે ભાગલા પડવાના સમયે પાકિસ્તાન ચાલી ગઈ હતી.

ત્યારબાદ આ પ્રોપર્ટી પર તેમની બહેન સજીદા સુલ્તાનના પરિવારનો કબજો થઇ ગયો હતો, અને તેમના પૌત્ર સૈફ અલી ખાન જે હમીદુલ્લાના પ્રપૌત્ર છે તે વારસદાર બન્યા. ભોપાલમાં સૈફના પરદાદાની કુલ સંપતિ ૫૦૦૦ કરોડ રૂપિયા છે. જે હરિયાણા અને દેશના બીજા ઘણા ભાગમાં ફીલાયેલી છે.

સૈફના પિતા નવાબ પટૌદીના નિધન પછી કેટલાક મહિના સુધી સંપત્તિની દેખરેખ તેમની પત્ની શર્મિલા ટૈગોરે કરી હતી. પરતું પછી તેમની બધી જવાબદારી સૈફની બહેન સબાને આપી દીધી, જે એક ફૈશન ડીઝાઈનર પણ છે. પરતું તમને જણાવી દઈએ કે નવાબ પટૌદીની વસીયત હજુ સુધી સામે આવી નથી.

વસીયત બહાર ન આવવાના કારણે આ વાત સાફ રીતે સામે નથી આવી કે આ પ્રોપર્ટીમાં કયો ભાગ મસુર અલી ખાનની પત્નીને મળશે, અને કેટલો હિસ્સો તેમના ત્રણ બાળકો (સૈફ, સબા, સોહા) ને મળશે. હવે સૈફ પણ ત્રણ બાળકોના બાપ બની ગયા છે. બે સંતાન તેમની પહેલી પત્ની અમૃતા સિંહ (સારા, ઇબરહીમ) અને એક કરીના કપૂર (તૈમુર) નો છે. આ ત્રણ સૈફની સંપતિના દાવેદાર છે.

જણાવી દઈએ કે હમીદુલ્લા ખાનનો કોઈ પણ દીકરો નહોતો. એમની ત્રણ છોકરીઓ જ હતી. તેમની મોટી છોકરી આબિદા પાકિસ્તાન ચાલી ગઈ અને સૌથી નાની દીકરી રાબીયા પોતાના સાસરે જતી રહી. આના પછી તેમની પ્રોપર્ટીનો મોટો ભાગ તેમની વચલી બહેન સજીદાને મળી ગયો. સજીદા સુલતાનના લગ્ન પટૌદીના નવાબ ઇત્ફીખાર અલીની સાથે થયા હતા. પછી તેમને બે દીકરીઓ અને એક દીકરો થયો. તે દીકરાનું નામ ‘મસુર અલી ખાન પટૌદી’ હતું.

સાલેહા સુલ્તાન અને સબીહા સુલ્તાનની દીકરીઓ હતી, જેમના લગ્ન હૈદરાબાદમાં થયા હતા. મસુર અલી ખાન પટૌદીએ એક્ટ્રેસ શર્મિલા ટૈગોર સાથે લગ્ન કર્યા હતા અને તે પટૌદી ખાનદાનનો છોકરો હોવાના કારણે બધી સંપતિ મસુર અલી ખાન પટૌદીએ સંભાળી લીધી. ત્યારબાદ તેમનું મૃત્યુ વર્ષ ૨૦૧૨માં થઇ ગયું. જેના પછી તેમની આખી સંપતી તેમની પત્ની સંભાળી રહી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે એનીમી પ્રોપર્ટી પ્રોટેક્શન એન્ડ રીજીસ્ટ્રેશન એક્ટ વર્ષ ૧૯૬૮ માં બન્યો, ફેબ્રુઆરી ૨૦૧૫ ના એક આદેશમાં કેન્દ્ર સરકારે હમીદુલ્લા ખાનના વારસદાર સૈફ અલી ખાનની દાદી સાજીદા સુલ્તાનને નહિ માની, પણ તેમની મોટી બહેન આબિદાને માની. પણ હવે તે વર્ષ ૧૯૫૦ માં પાકિસ્તાન ચાલી ગઈ હતી. આના પછી કેન્દ્ર સરકારે આબિદાની સંપતિની વિગતો મધ્યપ્રદેશ સરકાર પાસેથી માંગી.

એનીમી પ્રોપર્ટી અમેંડમેટ ઓડીનેસ વર્ષ ૨૦૧૬ લાગુ થવા અને ઇનીમી સિટીજનની નવી પરિભાષા પછી વિરાસતમાં મળી આવી સંપતિથી ઇન્ડિયન સિટીઝન્સના માલિકનો અધિકાર ખત્મ થઇ ચુક્યો છે.