ગળાના કેન્સરના 6 મોટા શરૂઆતના લક્ષણ જાણી લો, એને ઓળખીને તમે બચાવી શકો છો માણસનો જીવ

0
3925

વર્તમાન સમયમાં સૌથી ભયંકર બીમારીઓ માંથી એક બીમારી છે કેન્સર. આ બીમારી એવી છે કે જેના વિષે સરળતાથી કોઈને જાણ થતી નથી. અને મોડેથી ખબર પડવાને કારણે માણસે પોતાનો જીવ ગુમાવવાની નોબત આવે છે. આજે અમે આ લેખના માધ્યમથી તમને ગળાના કેન્સરના વિષે થોડી એવી જરૂરી જાણકારી આપવા જઈ રહ્યા છીએ. તો એકવાર આ લેખ ધ્યાનથી વાંચજો.

કેટલીક વાત કોઈ માણસને ગળાનો દુ:ખાવો થાય છે, ત્યારે તે એને સામાન્ય દુ:ખાવો સમજીને એની અવગણના કરે છે. પણ તમને જણાવી દઈએ કે તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. અને જ્યાં સુધી તેને આ વાતની જાણ થાય ત્યાં સુધી ખુબ મોડું થઇ ગયું હોય છે.

એટલે દરેક વ્યક્તિ માટે એ જરૂરી બની ગયું છે કે, તે સમય રહેતા આવી ગંભીર બીમારીની ઓળખ કરી લે, અને એનો ઈલાજ કરાવી લે. જેથી કરીને માણસનો જીવ બચી શકે. આજે અમે તમને ગળાના કેન્સરના શરૂઆતના લક્ષણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે શરૂઆતમાં જ આ રોગની સારવાર કરાવી સરળતાથી એનાથી છુટકારો મેળવી શકો છો.

1. ગળવામાં તકલીફ થવી :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ગળાના કેન્સરનો પહેલો સંકેત છે. છતાં પણ સામાન્ય રીતે લોકોને એને લઈને ખાવામાં તકલીફ થાય, એટલે તે લોકો નરમ વસ્તુ ખાવાના પ્રયત્ન કરે છે. પણ આ ખોટું છે, કારણ કે આવી સમસ્યા હોવા પર તમારે ડોક્ટરને જરૂર બતાવવું જોઈએ.

2. અવાજમાં ભારેપણું (હેવીનેસ) આવવું :

એનું બીજું લક્ષણ છે અવાજમાં ભારેપણું આવવું. જેના ગળામાં કેન્સર હોય છે તેમના અવાજમાં બદલાવ આવે છે, અને ગળું બેસી જવું વગેરે લક્ષણ જોવા મળે છે.

3. કાન, ગળું અને માથામાં દુ:ખાવો થવો :

મિત્રો જો તમને વધારે સમય સુધી કાન, ગળા અને માથામાં દુ:ખાવો રહે છે, તો તમે આની અવગણના કરશો નહિ. તે એના માટે કારણ કે આ ગળાના કેન્સરનું સૌથી મોટું લક્ષણ છે. હા, કેન્સર થયા પછી ગ્લાનિ ગ્રંથી સોજી જાય છે અને દુ:ખવા લાગે છે.

4. કફ અને ગળામાં ખીચખીચ થવી :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમને ગળામાં ઘણા સમયથી ખરાશની સમસ્યા થઇ રહી છે, અને ઉધરસ પછી લોહી નીકળી રહ્યું છે, તો તમારે સાવધાન થઇ જવું પડશે. આ લક્ષણ દેખાવા પર દરેક દર્દીને કેન્સર જ હોય એ જરૂરી નથી. પણ તમારે ડોક્ટરને જરૂરી બતાવવું જોઈએ.

5. સતત ખાંસી આવવી :

દરેક લોકો સામાન્ય રીતે ખાંસીને હલકામાં જ લેતા હોય છે. પણ જો તમને ઘણા લાંબા સમયથી સતત ખાંસી આવી રહી હોય તો, એની અવગણા કરવી નહિ. કારણ કે તે કેન્સરના સંકેત હોઈ શકે છે. એટલા માટે એક વાર ડોકટરને જરૂર જણાવો. નજીકનાં સરકારી દવાખાને ગળફાનાં રીપોર્ટ કરાવો કદાચ ટીબી પણ હોઈ શકે.

6. ઝડપથી વજન ઓછું થવું :

એ વાત સાચી કે મહેનત વગર આપમેળે કોઈ પણ માણસનું વજન સરળતાથી ઓછું નથી થતું. પણ જો તમારું વજન ઝડપથી ઓછું થઇ રહ્યું છે, તો તમારે સાવધાન થઇ જવું જોઈએ, કારણ કે આ સારી વાત નથી. જણાવી દઈએ કે એ થાયરોઇડ થવાનો સંકેત પણ હોઈ શકે છે. અને જો આનો ઈલાજ નહિ કરવામાં આવે તો આનાથી ગળાનું કેન્સર પણ થઇ શકે છે.

મિત્રો જો તમને પોતાનાં શરીરમાં અથવા પરિવારના કોઈ સભ્યમાં આવા કોઈ લક્ષણ દેખાઈ રહ્યા હોય, તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવી લેવી. ક્યાંક એવું ન થાય કે ખુબ સમય થઇ જાય અને તમને અંતમાં ખબર પડે કે આ બીમારીએ તમારું શરીર પોતાની ઝપેટમાં લઈ લીધું છે.

અને હા, જો આ લક્ષણ ત્રણ અઠવાડિયાથી વધારે દેખાવા લાગે તો તપાસ જરૂર કરાવવી. જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી ગળાનું કેન્સર શરીરના બાકી ભાગમાં નહિ ફેલાય ત્યાં સુધી આને સામાન્ય સર્જરીથી મટાડી શકાય છે. પણ જો આ ફેલાય જાય, તો એનો ઈલાજ કરવાવો મુશ્કેલ થઈ જાય છે. અમે એ જ પ્રાથના કરીયે છીએ કે ભગવાન તમને અને તમારા પરિવાનને ખુબ તંદુરસ્ત રાખે.