ચીનમાં મળ્યો સ્વાઈન ફલૂનો ઘાતક વાયરસ, ફેલાવી શકે છે મહામારી

0
91

ચીનમાં ડુક્કરની અંદર મળ્યો મહામારી ફેલાવવા વાળો ફલૂ વાયરસ

સંશોધનકારોને ચીનમાં એક નવો સ્વાઈન ફ્લૂ મળ્યો છે. જે આ સમયે કોરોનાના રોગચાળાની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આ અભ્યાસ અમેરિકન સાયન્સ જર્નલ PNAS માં પ્રકાશિત થયો છે. નવો શોધાયેલો સ્વાઈન ફ્લૂ રોગ એ 2009 માં આખા વિશ્વમાં ફેલાયેલા H1N1 સ્વાઇન ફ્લૂનો આનુવંશિક વંશજ છે. એટલે કે આનુવંશિક વંશ. પરંતુ આ વધારે જોખમી છે.

ચીનની ઘણી યુનિવર્સિટીઓ અને ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, નવો સ્વાઈન ફ્લૂ એટલો શક્તિશાળી છે કે, તે મનુષ્યને ખૂબ બીમાર કરી શકે છે. જો કોરોના રોગચાળા દરમિયાન નવા સ્વાઇન ફ્લૂનો ચેપ ફેલાશે તો મોટી મુશ્કેલી ઉભી થઇ જશે.

નવા સ્વાઇન ફ્લૂનું નામ જી4 (G4) છે. તેને શોધવા માટે ચીનના વૈજ્ઞાનિકોએ 2011 થી 2018 સુધી સંશોધન કર્યું છે. આ સમય દરમિયાન આ વૈજ્ઞાનિકોએ ચીનના 10 રાજ્યોમાંથી 30 હજાર ડુક્કરના નાકમાંથી નમુના લીધા હતા. આ નાકમાંથી લેવામાં આવેલા નમુના(સેમ્પલ) ની તપાસ કરવામાં આવી.

નાકમાંથી લેવામાં આવેલા નમુના ઉપરથી જાણવા મળ્યું કે, ચીનમાં 179 પ્રકારના સ્વાઈન ફ્લૂ છે. આ બધામાંથી જી4 (G4) ને અલગ કરવામાં આવ્યો. મોટાભાગના ડુક્કરમાં જી4 (G4) સ્વાઇન ફ્લૂ જોવા મળ્યો છે. જે 2016 પછીથી ડુક્કરમાં વધી રહયો છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ જી4 (G4) ઉપર અભ્યાસ કરવાનું શરૂ કર્યું, પછી એવો ખુલાસો થયો કે તેમના હોશ ઉડી ગયા.

અભ્યાસમાં જાણવા મળ્યું કે, નવો સ્વાઇન ફ્લૂ જી4 (G4) માણસમાં ઝડપથી અને ગંભીરતાથી ચેપ ફેલાવી શકે છે. જી4 (G4) વધારે તીવ્રતાથી ચેપ ફેલાવે છે. એટલે કે ખૂબ જ ઝડપથી તે મનુષ્યમાં મહામારીનું સ્વરૂપ લઈ શકે છે.

તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, કોઈ પણ વ્યક્તિને સ્વાઈન ફ્લૂ થવાથી તેણે જી4 (G4) સ્વાઇન ફ્લૂ સામે રોગપ્રતિકારક શક્તિ મળશે નહીં. સામાન્ય ફ્લૂની રોગપ્રતિકારક શક્તિ હોવા છતાં જી4 (G4) કોઈપણ વ્યક્તિને ભયાનક રીતે બીમાર કરી શકે છે.

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, ચીનમાં ડુક્કરના ફાર્મમાં કામ કરતા દર દસ લોકોમાંથી એકમાંથી જી4 (G4)નો ચેપ મળ્યો છે. આ વૈજ્ઞાનિકોએ આ લોકોનું એન્ટિબોડી પરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ જી4 (G4)ના ચેપની પુષ્ટિ થઇ છે.

આ વાયરસનું પરીક્ષણ 230 લોકો ઉપર કરવામાં આવ્યું હતું, જેમાંથી લગભગ 4.4 ટકા લોકોને જી4 (G4)નો ચેપ લાગ્યો હતો. આ વાયરસ ડુક્કરમાંથી માણસોમાં પહોંચી ગયો છે. પરંતુ હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે, તે મનુષ્યમાંથી મનુષ્યમાં પહોંચે છે કે નહીં. વૈજ્ઞાનિકો અત્યારે તેનો અભ્યાસ કરી રહ્યા છે.

ચીનના વૈજ્ઞાનિકોએ તેમના અહેવાલમાં લખ્યું છે કે, જો જી4 (G4) માણસોથી માણસોમાં ફેલાવા લાગશે તો આ મહામારી વધુ ખતરનાક બની જશે. આ સમયે સૌથી વધારે જરૂરી છે એ લોકોનું ધ્યાન રાખવાની જે ડુક્કર સાથે કામ કરે છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના વેટરિનરી મેડિસિન વિભાગના વડા જેમ્સ વુડે જણાવ્યું કે, આપણે ખેતરમાં ઉછેરવામાં આવતા પ્રાણીઓના ચેપને લઈને ગંભીર બનવું પડશે. કારણ કે મનુષ્ય અને જંગલી પ્રાણીઓ વચ્ચે વધતા સંબંધોને કારણે જ આવા વાયરસ અને ચેપ ફેલાઈ રહ્યા છે. આપણે જંગલી જીવો સાથેનો સંપર્ક ઓછો કરવો પડશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.