મીઠો લીમડો સુંદરતા જાળવવાથી લઇને બીજી ઘણી રીતે ઉપયોગી છે, જાણો એને વાપરવાની રીત.

0
2702

આપણે ત્યાંની મહિલાઓ શાકભાજી વાળા પાસેથી મીઠો લીમડો મફતમાં જ લઈ લેતી હોય છે. અને મોટા ભાગના લોકો મીઠા લીમડાનો ઉપયોગ શાકના વઘાર માટે જ થાય છે એવું જ સમજતા હોય છે. પણ જણાવી દઈએ કે, આપણે મીઠા લીમડાથી કુદરતી રીતે સુંદરતા મેળવી શકીએ છીએ. આવો આજે અમે તમને વાળ અને ત્વચાની સુંદરતા વધારવા માટે લીમડાના ઉપયોગ વિષે જણાવીએ.

મિત્રો, જુદી જુદી વનસ્પતિના પાંદડાઓથી વિવિધ પ્રકારના રોગોની સારવાર કરી રહેલા ડોક્ટર રવી, લીમડાના પાનના જુદા જુદા ઉપયોગ વિષે સમજાવતા કહે છે કે, ‘ખાસ કરીને હાલના સમયમાં નાના બાળકોના વાળ સફેદ થતા અટકાવવા માટે મીઠો લીમડો ખુબ ઉપયોગી છે.’

તેમજ મીઠા લીમડાના 150 ગ્રામ પાંદડા લઈને તેને વાટીને તેના 6 ભાગ કરી લો. અને રોજ એક ભાગ પાણીમાં ભેળવીને 6 દિવસ સુધી પીવાથી, આંખ અને કિડનીની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે.

જણાવી દઈએ કે, આ મીઠો લીમડો માત્ર રસોઈમાં સ્વાદ માટે જ ઉપયોગી નથી થતો. પણ તે ત્વચા અને વાળ માટે પણ ખુબ જ ઉપયોગી છે.

લીમડાને વાટીને વાળમાં લગાવવાથી આપણને ખરતા વાળને અટકાવવામાં પણ મદદ મળે છે. તેમ જ લીમડાને સુંઠ સાથે પાણીમાં ઉકાળીને તે પાણીથી ન્હાવાથી ત્વચાની પીગ્મેન્ટેશનની તકલીફથી છુટકારો મળે છે.

સામાન્ય રીતે લોકો હળદર સાથે ચણાનો લોટ અને દૂધ ભેળવીને ત્વચા ઉપર લગાવે છે. પણ લોકો એ નથી જાણતા કે, લીમડા ખીલની તકલીફમાં પણ ઉપયોગી છે. લીમડા અને હળદરની પેસ્ટ ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપરના ડાઘ અને ખીલ દુર કરવામાં મદદ મળે છે. લીમડાના પાંદડાનો મુલતાની માટી સાથે પણ ઉપયોગ કરી શકાય છે.

ચહેરા ઉપરની કરચલી દુર કરવાં માટે મુલતાની માટીમાં લીમડાના પાંદડા અને ગુલાબજળ ભેળવીને એની પેસ્ટ બનાવી લો. પછી એને ચહેરા ઉપરની કરચલી ઉપર લગાવી દો. પેસ્ટ સુકાયા પછી એને ચોખ્ખા પાણીથી ચહેરો બરોબર ધોઈ લો. દાઝેલી ત્વચા ઉપર પણ લીમડો ખુબ અસરકારક છે. લીમડાના પાંદડાને દુધમાં નાખીને ઉકાળી લો. પછી તે ઠંડુ પડે એટલે સખત સૂર્યના તાપથી દાઝેલી અને ઘસાઈ ગયેલ ત્વચા ઉપર લગાવો. તમને ઘણી રાહત જોવા મળશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આયુર્વેદના વિદ્વાન ડોક્ટર હેમરાજ ભાઈ લીમડાને રોજના ડાયેટમાં ઉમેરવાની સલાહ આપે છે. તેઓ જણાવે છે, આંધ્ર પ્રદેશના લોકો લીમડાની ચટણી બનાવીને રોજ ખાય છે. આપણે જે રીતે ખોરાકમાં લીલા મરચાનો ઉપયોગ કરીએ છીએ, તેમ આપણા માટે મીઠો લીમડો પણ એટલો જ જરૂરી છે.

ખીલ દુર કરવાં માટે લીમડાને જાયફળ સાથે ભેળવીને એની પેસ્ટ બનાવો. આ પેસ્ટ ખીલ ઉપર લગાવવાથી ખીલ દુર કરી શકાય છે. લીમડો શરીરની અંદરની તેમજ બહારની સંરચનામાં ખુબ લાભદાયક છે. લીમડો એન્ટી-ઓક્સીડેંટ અને એમીનો એસિડથી ભરપુર છે. લીમડાને સુંદરતા વધારવા માટેના તત્વની રીતે ઉપયોગ કરવામાં આવે છે.

તમારા વાળ માટે લીમડાને જુદી જુદી તીરે ઉપયોગમાં લેવાની રીત અજમાવો. જો તમારા વાળ સમય કરતા વહેલા સફેદ થતા હોય, તો તેને અટકાવવાના ઉપાય માટે તેલમાં લીમડાના પાંદડા નાખીને ઉકાળી લો. આ તેલ સ્કેલ્પ ઉપર લગાવવાથી વાળને પોષણ મળે છે. વાળના ગ્રોથને વધારવા લીમડાના પાંદડા દહીંમાં નાખીને એની પેસ્ટ બનાવી લો. તેને હેર-માસ્કની જેમ ઉપયોગમાં લો. આપેસ્ટ માથામાં 20 મિનીટ સુધી રહેવા દો અને પછી સાફ પાણીથી વાળ ધોઈ લો.

જણાવી દઈએ કે, નિયમિત રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી હેર-ફોલીક્સને નવું જીવન મળે છે, અને વાળના ગ્રોથમાં પણ વધારો થાય છે. વાતાવરણના પ્રદુષણ તેમજ રસાયણો દ્વારા બનાવવામાં આવેલી બનાવટોથી લેવામાં આવેલ સારવારથી થયેલા વાળના નુકશાન માટે લીમડો મૂળને નવજીવન આપે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, લીમડાને વાટીને સ્કેલ્પમાં લગાવવાથી વાળના મૂળ મજબુત બને છે. ખરતા વાળના ઈલાજ માટે લીમડાના બે થી ત્રણ પાંદડામાં દુધના થોડા ટીપા નાખીને પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. થોડા સમય પછી વાળને ધોઈ લેવા. નિયમિત રીતે આ ઉપચાર કરવાથી ખરતા વાળને અટકાવવામાં ઘણી રાહત મળશે.

આ બધા ઉપાય સિવાય લીમડામાંથી હેર-ટોનિક પણ બનાવી શકાય છે. એના માટે લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળી લો. અને એ ઠંડુ થાય એટલે તેનાથી 10 થી 15 મિનીટ સુધી અઠવાડિયામાં બે વખત માથાની મસાજ કરવાથી લાભ થાય છે.

હેર ઓઈલ કેવી રીતે વાપરવું તેની જાણકારી પણ મેળવી લો. એક નાની વાટકીમાં તેલ લો તેમાં 4 થી 5 લીમડાના પાંદડા નાખો. તેને એક વાસણમાં પાણી ભરી એમાં મુકીને ઉકાળો. તેલના પાંદડા કાળા થઇ જાય ત્યાં સુધી ગરમ કરો. આ તેલને અઠવાડિયામાં બે વખત વાળમાં નાખવું જોઈએ. લીમડા માટે જેટલું કહેવામાં આવે એટલું ઓછું છે. તેમાંથી આથોડી માહિતી અમે પૂરી પડેલ છે જે તમે ઉપયોગ કરશો તો તમને હંમેશા ફાયદો મળતો રહેશે.