જાણો ઘરમાં અલગ-અલગ જગ્યાઓ પર સાથિયો-સ્વસ્તિક બનાવવાના ચમત્કારી લાભ.

0
509

વાસ્તુ મુજબ જાણો ઘરમાં વિવિધ જગ્યાઓ પર સ્વસ્તિક-સાથિયો કરવાથી કયા લાભ થાય છે. સનાતન ધર્મમાં, સ્વસ્તિક (સાથિયો) ના ચિન્હને ઘણું જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. સ્વસ્તિકને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. સ્વસ્તિકના ચિન્હની ઉત્પત્તિ આર્યો દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. સ્વસ્તિકના ચિન્હનો પ્રયોગ દરેક શુભ, માંગલિક કાર્યમાં કરવામાં આવે છે. ધાર્મિકની સાથે સાથે વાસ્તુમાં પણ સ્વસ્તિકનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આવો જાણીએ ઘરે સ્વસ્તિકનું ચિન્હ બનાવવાના ચમત્કારી ફાયદા.

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુની દિવાલો પર સ્વસ્તિકનું ચિન્હ બનાવવાનું કહેવામાં આવ્યું છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જો તમારા દરવાજામાં કોઈ વાસ્તુ દોષ છે તો સ્વસ્તિકને કારણે તેના ખરાબ પ્રભાવથી પણ રાહત મળે છે. ઘરમાં સમૃદ્ધિ આવે છે. મુખ્ય દરવાજાના વાસ્તુ દોષને દૂર કરવા માટે, મુખ્ય દરવાજા પર સિંદૂરથી 9 આંગળીઓ લાંબુ અને પહોળુ સ્વસ્તિક બનાવવું જોઈએ.

ઘરના આંગણામાં સ્વસ્તિક : ઘરના આંગણાની વચ્ચો-વચ્ચ રંગોળીના રૂપમાં સ્વસ્તિક બનાવવું પણ શુભ રહે છે. પિતૃપક્ષમાં ઘરના આંગણામાં ગાયના છાણથી સ્વસ્તિક બનાવવાથી પિતૃઓની કૃપા મળે છે. જેના લીધે ઘરમાં સુખ-શાંતિ રહે છે. ઘરના આંગણામાં સ્વસ્તિક બનાવવાથી બધી નકારાત્મક ઉર્જા નીકળી જાય છે.

ઘરના દેવસ્થાનમાં સ્વસ્તિક : દેવસ્થાન એટલે કે પૂજાઘરમાં સ્વસ્તિક બનાવીને તેની ઉપર દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરવાથી તેમના આશીર્વાદ મળે છે. તમે તમારા ઘરમાં જ્યાં ઇષ્ટદેવની પૂજા કરો છો, તે સ્થાન પર ભગવાનના આસનની ઉપર સ્વસ્તિકનું ચિન્હ બનાવવું ઘણું જ શુભ રહે છે.

તિજોરી અથવા ધન રાખવાના કબાટમાં સ્વસ્તિક : તિજોરીમાં સ્વસ્તિકનું ચિન્હ બનાવવાથી સમૃદ્ધિ જળવાઈ રહે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જેથી ઘરમાં કોઈ પણ રીતે પૈસાની અછત નથી રહેતી. દિવાળી અને અન્ય શુભ પ્રસંગો પર માં લક્ષ્મીની પૂજા કરતા પહેલા સ્વસ્તિક બનાવવું જોઈએ અને તેના પર તેમને વિરાજમાન કરવા જોઈએ.

ઘરના ઉંબરા પર પૂજા કરતી વખતે સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું : જે લોકો દરરોજ સવારે ઉઠીને વિશ્વાસપૂર્વક માં લક્ષ્મીના આગમનના વિચાર સાથે ઉંમરાનું પૂજન કરે છે અને તેની બંને તરફ સ્વસ્તિક બનાવે છે, તેમના ઘરમાં માં લક્ષ્મી વાસ કરે છે. દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરની સફાઈ કર્યા પછી ધૂપ સળગાવો અને ભગવાનની પૂજા કરો. ત્યારબાદ ઉંબરાની પૂજા કરતી વખતે બંને બાજુ સ્વસ્તિકનું ચિન્હ બનાવો. સ્વસ્તિક ઉપર ચોખાની ઢગલી મૂકો. પૂજાવાળી બે સોપારી લઈને તેની પર નાડાછડી બાંધો, હવે એક એક સોપારી તે ઢગલી પર મુકો.

આ માહિતી અમરઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.