દરેક સ્વામિનારાયણ મંદિરમાં મળે એવા પરફેક્ટ મગજના લાડુ બનાવવાની રીત, ક્લિક કરી જાણો.

0
3824

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. અમે તમારા માટે નવી નવી વાનગીઓ બનાવવાની રસીપી લઈને આવતા રહીએ છીએ. એ કડીમાં આજે અમે મગજના લાડુ બનવવાની રેસીપી લઈને આવ્યા છીએ. અને એ પણ સામાન્ય મગજના લાડુ નહિ, પણ દરેક સ્વામિનારાયણ મંદિરમાં મળે એવા લાજવાબ મગજના લાડુની રેસીપી લઈને આવ્યા છીએ.

આ લાડુ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. તમે જોયું હશે કે દરેક જગ્યાએ લાડુનું ટેક્સ્ચર અલગ અલગ હોય છે. કોઈ જગ્યાએ સ્મૂથ લાડુડી હોય છે, તો કોઈ જગ્યાએ દાણાદાર મગજ જેવા લાગે તેવા લાડુ હોય છે. અને આજે દાણાદાર લાડુડી ઘરે કેવી રીતે બનાવવી તે અમે તમને શીખવાડીશું.

તો મગજના લાડુ બનાવવા માટે તમને જોઇશે

ચણાનો કરકરો લોટ – ૧૫૦ ગ્રામ (આમાં બેસન ન વાપરવું),

બુરું,

ખાંડ,

ઘી,

દૂધ,

ઈલાયચી પાવડર.

સૌથી પહેલા આપણે દૂધ લઈશું અને તેમાં ઘી એડ કરીશું. અહિયાં દોઢ ચમચી દૂધ લીધું છે, એમાં એક ચમચી ઘી એડ કરીએ, અને તેને વીસ સેકન્ડ માટે ગરમ કરી લેવાનું છે.

હવે દૂધ અને ઘી ના મિશ્રણમાં ચણાનો લોટ ઉમેરી દઈએ. આ પ્રક્રિયા ઘણી જ જરૂરી છે. તમે મગજ બનાવો કે મોહનથાળ બનાવો, એમાં જે દાણાદાર ટેક્સ્ચર આવે છે તે આ ધાબો દેવાની પ્રકિયાથી આવે. અને તમારે ઘરે આવો કરકરો લોટ તૈયાર કરવો હોય, તો હાંડવાનો લોટ દળતા હોઈએ તે જાળીથી આના માટે લોટ દળી શકાય છે.

હવે બાકીનું ઘી ગરમ કરવા માટે મુકીએ, અને જે લોટ ધાબો દઈને રાખેલો છે. તેને ઘઉંના ચારણાથી ચાળી લેવાનો છે. આ લોટ ચળાઈ ગયા પછી તેને મિક્ષ કરી લઈએ. હવે જે ઘી ગરમ કરવા મૂક્યું હતું એ ગરમ થઇ ગયું હશે. અહિયાં ૧૫૦ ગ્રામ ઘી લીધું છે. અને હવે આ લોટને ધીમા તાપે શેકવાનો છે. લોટ શેકવામાં જરાપણ ઉતાવળ નહિ કરવાની અને ધીમા ગેસ ઉપર કલર બ્રાઉન ના થાય ત્યાં સુધી એને શેકવાનો છે.

જો તમે ફૂલ ગેસ ઉપર શેકો કે ઉતાવળથી શેકાયેલો લોટ હોય અને તમે પછી તે લાડુડી ખાશો તો દાંતમાં ચોંટે છે. અને શકય હોય તો લોટ શેકવા માટે કોઈ નોનસ્ટીક કે વજન વાળું વાસણ લેવાનું. એને હલાવતા રહેવું ખુબ જ જરૂરી છે. લોટ શેકાતો હોય ત્યારે વચ્ચે પાણી છાંટવાનું છે. જેનાથી લાડુડી ખાઈએ ત્યારે વચ્ચે વચ્ચે તમને દાણા લાલ કલરના લાગતા હોય છે, તો એના માટે પાણી છાંટવું.

તેનાથી તેનો કલર સરસ આવે છે અને દાણો ખાવામાં પણ સહેજ કડક બને છે. લોટને ગોલ્ડન બ્રાઉન કલરનો શેકવાનો છે. એમાં ખાંડ આવે એટલે તેનો કલર થોડો લાઈટ થાય, આવી રીતે તેનો દાણો બ્રાઉન કલરનો દેખાશે ત્યાં સુધી શેકીશું.

હવે ગેસને બંધ કરી દો અને તેને બે મિનીટ સુધી હલાવતા રહો. ત્યારબાદ એમાં ઈલાયચી પાવડર એડ કરવાનો છે. અને તેને સતત બે મિનીટ હલાવતા રહેવાનો છે. હવે તેને એક મોટા વાસણમાં લઇ લઈને એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી તેમાં ખાંડ એડ કરવાની છે. અહિયાં તૈયાર બુરું ખાંડ વાપરવાની છે. અને જો તમારી પાસે એ હાજર ન હોય તો ઘરની ખાંડ પણ દળીને ઉપયોગ કરી શકો છો. ખાંડ પણ અહિયાં દોઢસો ગ્રામ લીધી છે. પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.

હવે આ સરસ રીતે ઠંડુ થઇ જાય પછી જ તેમાં ખાંડ એડ કરવાની છે. સરસ મિક્સ થઇ જાય પછી તેને એક કલાક આ રીતે રહેવા દેવાનું, પછી તેમાંથી લાડુડી વાળવાની છે. હવે જોઈ શકાય છે આપણે ઘી, ખાંડ અને લોટ મિક્સ કર્યો છે તે સરસ રીતે મિક્ષ થઇ ગયો છે. હવે એમાંથી લાડુ બનાવો. તમારે જે પણ પ્રકારના લાડુ બનાવવા હોય તે તમે બનાવી શકો છો.

ધ્યાન રહે કે ક્યારેય પણ લોટ થોડો ગરમ હોય તો ખાંડ ન નાખવી, નહી તો લાડુ સારા નહિ વળે. અને લોટ શેકવામાં જરાપણ ઉતાવળ ન કરવી. આટલો લોટ શેકવામાં ૨૦ મિનીટ જેટલો સમય લેવામાં આવ્યો હતો. લોટ શેકાઈ જાય પછી તેને ઠંડુ થવા દેવાનું, ઠંડુ થઇ જાય પછી જ આપણે ખાંડ ઉમેરવાની છે.