સ્વીઝરલેન્ડના બેંકોમાં કાળા નાણાં રાખવા વાળા 50 લોકોના નામ આવ્યા સામે, જાણો કોણ છે

0
763

કાળા નાણાની બાબતમાં એક મોટી સફળતા ભારતને મળતી જોવા મળી રહી છે. સ્વીત્ઝરલૅન્ડ સત્તાવાળાઓએ સ્વિસ બેંકોમાં એકાઉન્ટ ધરાવતા ભારતીયોના નામ જાહેર કરવાનું શરુ કરી દીધું છે. સ્વીત્ઝરલૅન્ડ અધિકારીઓ તરફથી ૫૦ એવા ભારતીઓની માહિતીઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે, જેમના અહિયાં બેંક એકાઉન્ટ છે અને તેમણે કાળું નાણું અહિયાં છુપાવીને રાખ્યું છે.

ભારત અને સ્વીત્ઝરલૅન્ડની એજન્સીઓ આ દિશામાં કામ કરી રહી છે. વર્ષ ૨૦૧૪માં જયારે મોદી સરકાર પહેલી વખત સત્તા ઉપર આવી હતી, ત્યારથી જ કાળા ધનની બાબત પ્રકાશમાં આવી છે.

ટેકનોલોજી સેક્ટરથી લઈને એન્જીનીયરીંગ સુધી :-

જે ૫૦ ભારતીય બિજનેશમેન ખાતાધારકોની જાહેરાત કરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે, તેમાંથી ઘણી એવી એજંસીઓ સાથે જોડાયેલી છે, જે માત્ર કાગળ ઉપર છે. તે ભારતીય રીયલ એસ્ટેટથી લઈને નાણાકીય સેવાઓ, ટેકનોલોજી સેક્ટરથી લઈને પેંટ, હોમ ડેકોરેશન, ટેક્સટાઈલ્સ, એન્જીનીયરીંગની વસ્તુ બનાવવા વાળા, ઘરેણા અને આવા પ્રકારના સેક્ટર્સ સાથે જોડાયેલા છે.

આ પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યું છે કે બન્ને દેશો વચ્ચે ખાતાકીય સહકાર આ દિશામાં શરુ થઇ ગયો છે. સ્વીત્ઝરલૅન્ડે છેલ્લા ઘણા વર્ષોથી કાળું ધન છુપાવવાના સુરક્ષિત સ્થળ તરીકે જોવામાં આવે છે. ભારતમાં આ મુદ્દો રાજકીય દ્રષ્ટિએ ઘણી સંવેદનશીલ બનેલો છે.

સ્વીસ સરકારે જાહેર કર્યું ગેઝેટ :-

સ્વીત્ઝરલૅન્ડની સરકાર તરફથી ગેઝેટ બહાર પાડીને છેલ્લા થોડા અઠવાડિયામાં આ નામો જાહેર કરવામાં આવ્યા છે. જે નામ મુખ્ય છે, તેમાં કૃષ્ણ ભગવાન રામચન્દ્ર, પોટલુરી રાજમોહન રાવ, કલ્પેશ હર્ષદ કિનારીવાળા, કુલદીપ સિંહ ધીગરા, ભાસ્કરન નલીની, લલીતાબેન ચીમનભાઈ પટેલ, સંજય ડાલમિયા, પંકજ કુમાર સરાઊગી, અનીલ ભારદ્વાજ, તાહરાની રેનું ટીકમદ્રાસ, મહેશ તકમદાસ તરહાની, સવાની વિજય કનૈયાલાલ, ભાસ્કર થરૂર, કલ્પેશ ભાઈ મહેન્દ્રભાઈ, અજોય કુમાર અને દિનેશ કુમાર હિમાતસિંગકા, રતન સિંહ ચોધરી અને કઠોતિયાં રાકેશ કુમાર.

ઘણા નામના તો માત્ર પહેલા અક્ષર જ જાહેર :-

તે ઉપરાંત ઘણા એવા કેસ પણ છે, જેના નામો માત્ર શરુઆતના અક્ષરથી જ જાહેર કરવામાં આવ્યા છે. જે લોકોના શરુઆતના અક્ષર જાહેર થયા છે તે આ મુજબ છે.

૨૪ નવેમ્બર ૧૯૪૪ના રોજ બનેલી એએસબીકે, ૯ જુલાઈ ૧૯૪૪ના રોજ બનેલી એબીકેઆઈ, ૨ નવેમ્બર ૧૯૮૩ના રોજ બનેલી પીએએસ, ૨૨ નવેમ્બર ૧૯૭૩ના રોજ બનેલી આરએએસ, ૨૭ નવેમ્બર ૧૯૪૪ના રોજ બનેલી એપીએસ, ૧૪ ઓગસ્ટના રોજ બનેલી એડીએસ, ૨૦ મે ૧૯૩૫ના રોજ બનેલી એમએલએ, ૨૧ ફેબ્રુઆરી ૧૯૬૮ના રોજ બનેલી એનએમએ અને ૨૭ જુન ૧૯૭૩ના રોજ બનેલી એમએમએ. તેમાંથી ઘણા લોકો અને તેની કંપનીઓ કોલકતા, ગુજરાત, બેંગલ્રુરુ અને મુંબઈમાં આવેલી છે.

લોકોને મોકલવામાં આવી નોટીસ :-

સ્વીસ સત્તાવાળા તરફથી મોટા પ્રમાણમાં ભારતીયોને નોટીસ મોકલવામાં આવી છે. પનામા પેપર્સ અને એચએસબીસી બેંકમાં જે લોકોના નામ આવ્યા હતા, તે ભારતીયોના નામ આ ગેઝેટમાં છે. તે લોકોની તપાસ ભારતમાં ઇન્કમ ટેક્સ વિભાગ અને પ્રવર્તન નિદેશાલય (ઈડી) તરફથી ચાલી રહી છે. સ્વીત્ઝરલૅન્ડ હંમેશા એ વાતનો અસ્વીકાર કરતું આવ્યું છે કે ત્યાં કાળું નાણું રાખવા વાળા લોકોનું સુરક્ષિત આશ્રયસ્થાન નથી.

તેમ છતાં પણ તેમણે છેલ્લા થોડા વર્ષોમાં નાંણાકીય છેતરપીંડીની સાબિતી મળ્યા પછી ભારત સહીત ઘણા દેશોના ખાતાધારકોના નામ જાહેર કરવાનું શરુ કરી દીધું છે. સ્વીસ સત્તાવાળાઓએ માર્ચથી અત્યાર સુધી ઓછામાં ઓછા ૫૦ ભારતીય ખાતાધારકને નોટીસ બહાર પાડી, તેની જાણ ભારત સરકારને સોંપતા પહેલા તેને તેની વિરુદ્ધ અપીલની એક છેલ્લી તક આપી છે.

આ માહિતી વન ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.