બાપુ સાથે જોડાયેલ આ સવાલનો જવાબ આપીને સુષ્મિતા બની હતી મિસ ઈન્ડિયા, એશ્વર્યા રાયને છોડી પાછળ

0
517

સુષ્મિતા સેન એક પ્રસિદ્ધ બોલીવુડ અભિનેત્રી છે. સુષ્મિતા સેને માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સ એટલે વિશ્વ સુંદરીનો એવોર્ડ જીત્યો હતો. મિસ યુનિવર્સનો એવોર્ડ જીત્યા પછી સુષ્મિતાએ બોલીવુડમાં એન્ટ્રી લીધી. તે બીબી નંબર વન, મેં હું ના, મેને પ્યાર કયો કિયા, સિર્ફ તુમ, વાસ્તુશાસ્ત્ર, ક્યુકી મેં ઝૂઠ નહિ બોલતા જેવી ફિલ્મોમાં જોવા મળી. પરંતુ છતાં પણ ઈન્ડસ્ટ્રીમાં આટલો સમય પસાર કર્યા પછી તેને તે સ્થાન પ્રાપ્ત ન થયું જે થવું જોઈતું હતું.

ફિલ્મ ‘ચિંગારી’ માં સુષ્મિતાએ એક વેશ્યાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં સુષ્મિતાએ કમાલનો અભિનય કર્યો હતો, અને તેના માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. હાલના દિવસોમાં સુષ્મિતા સેન બોલીવુડથી દુર છે. તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેંસ સાથે સંપર્કમાં રહે છે. આજકાલ સુષ્મિતા સેન પોતાની લવ લાઈફને લઈને સમાચારોમાં રહે છે. તેના અફેયર હાલના દિવસોમાં રોહમન શૉ સાથે ચાલી રહ્યા છે, અને મીડિયા અહેવાલ મુજબ બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

૪૪ વર્ષની થઈ સુષ્મિતા સેન :

૧૯ નવેમ્બર ૧૯૭૫ ના રોજ સુષ્મિતા સેનનો જન્મ થયો હતો. સુષ્મિતા ૪૪ વર્ષની થઈ ગઈ છે. થોડા સમયથી સુષ્મિતા ફિલ્મોથી દુર છે. હાલના સમયમાં તે પોતાનો સંપૂર્ણ સમય પોતાના કુટુંબ અને મિત્રોને આપી રહી છે. આજે અમે તમને તેના જીવનના સૌથી મહત્વના દિવસનો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ.

તે એ દિવસનો કિસ્સો છે જ્યારે સુષ્મિતા ૧૯૯૪ માં મિસ ઈન્ડીયા બની હતી. તે વર્ષે સુષ્મિતા સેન અને એશ્વર્યા રાય બંનેએ મિસ ઈન્ડીયા પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો. ગોવામાં આ પ્રતિયોગીતાનું આયોજન થયું હતું. તે દરમિયાન બધાએ એશ્વર્યા અને સુષ્મિતા ઉપર શરત લગાવી હતી, અને બંને જ મજબુત દાવેદાર હતી.

 

એશ્વર્યા રાય આ પ્રતિયોગીતા જીતતા જીતતા રહી ગઈ હતી, અને તેના હાથોથી આ તાજ સુષ્મિતાએ છીનવી લીધો હતો. છેલ્લા રાઉન્ડ સુધી પહોંચતા પહોંચતા બંને વચ્ચે ટાઈ થઇ ગઈ હતી. જજ દ્વારા બંનેને ૯.૩૩ નંબર મળ્યા હતા. ત્યાર પછી આ ટાઈને તોડવા માટે એક રસ્તો કાઢવામાં આવ્યો. તે મુજબ જણાવવામાં આવ્યું હતું કે, બંનેને એક એક પ્રશ્ન પૂછવામાં આવશે, અને જે તે પ્રશ્નનો સાચો અને સારો જવાબ આપશે તે આ ઈનામ જીતી જશે.

સૌથી પહેલા જજે એશ્વર્યાને પૂછ્યું. તમે તમારા પતિમાં કઈ ક્વોલેટી જોવા માગો છો. રીજ ફોરેસ્ટરની જેવી બોલ્ડ એંડ બ્યુટીફૂલ કે મેસન કેપ્વેલ જેવી? આ બંને જ હોલીવુડ સીરીઝના પાત્રોના નામ છે. તેની ઉપર એશ્વર્યાએ જવાબ આપ્યો, મેસન. અમારા બંનેમાં ઘણી બધી વસ્તુ એક જેવી છે. મેસન ઘણો કેયરિંગ છે અને તેનું સેંસ ઓફ હ્યુમર ઘણું સારું છે, જે મારા પાત્રમાં મળતા આવે છે.

અને સુષ્મિતાને જજે પૂછ્યું, તમને દેશના ટેક્સટાઈલ હેરીટેજ વિષે શું જાણકારી છે? તે ક્યારથી શરુ થઈ અને તમે શું પહેરવાનું પસંદ કરશો? તેની ઉપર સુષ્મિતાનો જવાબ હતો, મને લાગે છે કે આ મહાત્મા ગાંધીના સમયથી શરુ થયું હતું. તેને ઘણો સમય વીતી ગયો છે, મને ઇન્ડીયન અને એથનીક વિયર પહેરવું ઘણું ગમે છે. હું મારી વોર્ડરોબમાં ઇન્ડીયન વિયર રાખવા માગીશ. બસ આ જવાબથી સુષ્મિતાએ ત્યાં રહેલા જજોનું દિલ જીતી લીધા અને મિસ ઇંડિયાનો એવોર્ડ પોતાના નામે કર્યો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.