દિવસ મુજબ બદલાતો હતો સુષ્મા સ્વરાજની સાડીઓનો રંગ, બોર્ડર સાથે મેચ થતા હતા જેકેટ

0
874

માથા પર ગોળ મોટો કથ્થઈ રંગનો ચાંલ્લો, સેંથામાં લાલ સિંદુર અને ગળામાં મંગલ સૂત્ર અને નાકમાં નાનકડી નથણી સાથે ચમકતો સુષ્મા સ્વરાજનો ચહેરો કદાચ જ કોઈ ભૂલી શકે. હંમેશા કોટન અને સિલ્કની સાડીમાં દેખાવાવાળી સુષ્મા સ્વરાજ સ્લીવલેસ જેકેટ પર પહેરતી હતી. જે એમની સિગ્નેચર સ્ટાઇલ બની ગઈ હતી.

સુષ્મા માટે સોમવારે સફેદ અને ક્રીમ, મંગળવારે લાલ અને મરૂન, બુધવારે લીલા, ગુરુવારે પીળા, શુક્રવારે જાંબલી, શનિવારે વાદળી અને રવિવારે કોઈ પણ રંગની આઝાદી હતી. દિવસ અનુસાર રંગોની પસંદગી કરીને સાડીને સુંદર રીતે પહેરવાવાળા સુષ્મા સ્વરાજના વાળ ક્યારેય અસ્ત-વ્યસ્ત રહેતા ન હતા. હંમેશા પોતાના વાળને વ્યવસ્થિત ઓળીને પાછળની તરફ અંબોળો વાળતા હતા. વિદેશમંત્રી તરીકે દુનિયાના દરેક ખૂણામાં એમણે પોતાની આ સ્ટાઇલ સુંદરતાથી રજુ કરી હતી.

જણાવી દઈએ કે તિથિ-તહેવારો પર તે સંપૂર્ણ રીતે ભારતીય પરંપરા અનુસાર તૈયાર થતા હતા. વિશેષ કરીને કડવાચોથના અવસર પર તે ઘરેણાં સાથે જોવા મળતા હતા.

એમની પાસે શાલ(શૉલ)નું પણ એક સારું કલેક્શન હતું. એમને કોટન અને સિલ્કની સાડીઓ ઘણી પસંદ હતી. સિલ્કની સાડીઓમાં ભાગલપુરી સિલ્ક પણ તે પસંદ કરીને પહેરતા હતા. દરેક રંગની સાડીઓ સાથે એમની પાસે જેકેટનું પણ સારું કલેક્શન હતું. ઘણા ઓછા અવસર પર તે જેકેટ વગર ફક્ત સાડીમાં જોવા મળતા હતા.

એક ટ્વીટર યુઝર રાજેશ શર્માએ ફેન્સી ડ્રેસ માટે તૈયાર થયેલી પોતાની દીકરીનો ફોટો સુષ્મા સ્વરાજને ટેગ કરીને પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં છોકરીને સાડી, જેકેટ અને સાથે જ ભાજપનો સ્ટોલ(મફલર જેવો નાનકડો કાપડનો ટુકડો) પણ રાખ્યો હતો. એના સિવાય માથા પર લાલ રંગનો ગોળ ચાંલ્લો પણ લગાવ્યો હતો. એને જોઈને તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે તરત પોતાની પ્રતિક્રિયા આપી અને ખુશી જાહેર કરી લખ્યું હતું કે, એને છોકરીનું જેકેટ ઘણું પસંદ આવ્યું છે.

ઈરાનમાં સુષ્મા સ્વરાજ પર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ દેશના સમ્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. હકીકતમાં ત્યાં સુષ્મા સ્વરાજે ગુલાબી રંગની સાડી પહેરી હતી અને પોતાના માથાને શાલથી ઢાંકી રાખ્યું હતું. જેને સ્વરૂપાનંદ સરસ્વતીએ ઈરાનનો પોશાક સમજી લીધો અને કહ્યું હતું કે, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઈરાનમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પરિધાન પહેરીને વિદેશમાં દેશના સમ્માનને ઠેસ પહોંચાડી છે. એમણે ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપી જણાવ્યું કે, તે પોતાની વિદેશ યાત્રા સમયે હંમેશા ઉચિત પરિધાન પહેરતા હતા.

મંગળવારે મોડી રાત્રે હાર્ટ અટેક આવવાને કારણે દિલ્લીની એમ્સ હોસ્પિટલમાં એમનું નિધન થયું હતું. દિલ્લીની પહેલી મહિલા મુખ્યમંત્રી, સૂચના પ્રસારણ મંત્રી અને વિદેશમંત્રીના પદ પર ફરજ બજાવી ચૂકેલ સુષ્મા સ્વરાજે પોતાના કાર્યને સારી રીતે સમજ્યું અને એને સારી રીતે કર્યું.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.