સૂર્યદેવને પાણી ચઢાવતા પહેલા શિવ મંદિરમાં કરો આ કામ, મળશે વધુ લાભ

0
1117

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, સૂર્યદેવને પાણી ચઢાવવું સૌથી ઉત્તમ કાર્ય હોય છે. તેનાથી તમારું ભાગ્ય ચમકે છે અને દુર્ભાગ્ય દુર જતું રહે છે. સૂર્યદેવ એક તેજસ્વી ભગવાન કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે, જે કોઈ ભક્ત સૂર્યદેવને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય છે, તેના તમામ કાર્યો જલ્દી અને કોઈ અડચણ વગર પુરા થાય છે. તેનું કારણ એ છે કે, સૂર્યદેવ પોતાના પ્રિય ભક્તોનું નસીબ હંમેશા ઉજવળ રાખે છે. જો તમે ખરાબ ભાગ્યથી દુઃખી છો તો તમારે તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ.

સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સૌથી સારી રીત છે તેમને પાણી અર્પણ કરવું. સૂર્યદેવને સવારના સમયે પાણી ચઢાવવાથી ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને લોકો રવિવારના દિવસે સૂર્જયદેવને પાણી જરૂર અર્પણ કરે છે. આમ તો તે ભગવાન સૂર્યનો જ દિવસ ગણવામાં આવે છે. એટલા માટે રવિવારે એમને પાણી ચઢાવવાનું મહત્વ પણ ઘણું વધી જાય છે.

તમારા માંથી પણ ઘણા લોકો સૂર્યદેવને પાણી ચઢાવતા હશે, પરંતુ શું તમે જાણો છો? કે એવું કરતા પહેલા જો તમે શિવ મંદિરમાં એક વિશેષ કામ કરી દો, તો તમને એનો બમણો લાભ મળી શકે છે. એમ કરવાથી તમને માત્ર સારું ભાગ્ય જ નથી મળતું પરંતુ ધન અને સુખની બાબતમાં પણ તમારું ભાગ્ય ખુલી જશે.

સૂર્યદેવને પાણી ચઢાવતા પહેલા કરો આ કામ :

જયારે પણ તમે સૂર્યદેવને પાણી ચઢાવવા જાવ તો સાથે તાંબાનું એક મોટું વાસણ પાણી ભરીને લઇ જાવ. હવે તમારે કરવાનું એ છે કે, સૌથી પહેલા સવારે સૂર્યોદય થયા પછી કોઈપણ શિવ મંદિરમાં જાવ. ત્યાં તમે શિવજી પાસે માથું નમાવો અને તેમના આશીર્વાદ લો. હવે તેમને સિંદુર અને ચોખા ચઢાવો. તેમાંથી થોડા ચોખાના દાણા તમારા તાંબાના વાસણમાં નાખી દો. ત્યાર પછી શિવલિંગ ઉપર થોડું પાણી ચઢાવો અને બીજું પાણી સૂર્યદેવ માટે બચાવીને રાખો.

મંદિરની બહાર નીકળીને તમે સૂર્યદેવને પણ તે તાંબાના વાસણનું પાણી ચઢાવી શકો છો. શિવલિંગના સ્પર્શથી તમારું પાણી પવિત્ર થઇ જાય છે, અને તેની અંદર નકારાત્મક ઉર્જા નાશ પામે છે. સાથે જ તેમાં નાખવામાં આવેલા ચોખા તેને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. એટલે તમે સૂર્યદેવને સો ટકા સકારાત્મક ઉર્જાથી ભરેલું પાણી ચઢાવો છો. તેમ કરવાથી તેના સૌથી વધુ લાભ મળે છે. એ કામ કરવાથી તમારો દિવસ પણ સારો જાય છે. તે ઉપરાંત લાંબા સમયે તમારું ભાગ્ય પ્રબળ થાય છે. ધનની કમી પણ તેનાથી દુર થઇ જાય છે.

આમ તો તમે આ ઉપાય રોજ કરી શકો છો, પરંતુ તેને રવિવારે અને સોમવારે કરવાનું વધુ મહત્વ રહેલું છે. તેનાથી તમારું આખું અઠવાડિયું આનંદમય પસાર થાય છે. એ કારણ છે કે તેને તમે ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત જરૂર કરવું. તમે ધારો તો તેમાંથી કોઈ એક દિવસ ઉપવાસ પણ રાખી શકો છો. તેનાથી ઈશ્વર ખુબ જ વધુ પ્રસન્ન થઇ જશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.