સૂર્યદેવના આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી મળે છે સફળતા, થાય છે શક્તિનો સંચાર

0
864

સફળતા મેળવવા માટે સૂર્યદેવના આ મંત્રોનું કરો ઉચ્ચારણ, માનસિક શાંતિથી લઈને શક્તિનો થાય છે સંચાર

હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ ભગવાનને સમર્પિત છે. તેમાંથી રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. સૂર્યને યશના કારક માનવામાં આવે છે. તે વ્યક્તિના માન-સમ્માનમાં વૃદ્ધિ કરે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો છે તો તેણે સૂર્યની પૂજા કરવી જોઈએ, સાથે જ સવારે સૂર્યને અધર્ય પણ આપવું જોઈએ. ભગવાન સૂર્ય એક માત્ર એવા દેવ છે, જે આપણને દેખાય છે. માન્યતા છે કે જો તેમની પૂજા વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ માનસિક શાંતિ અને શક્તિનો સંચાર પણ થાય છે.

સૂર્યને જીવનના દેવતા પણ કહેવામાં આવે છે. વેદોમાં તેમને જગતની આત્મા અને ઈશ્વરનું નેત્ર પણ કહેવામાં આવ્યા છે. તેમની ઉપાસના કરવી અત્યંત કલ્યાણકારી હોય છે. જો વ્યક્તિ સાચા મનથી તેમની ઉપાસના કરે તો તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ અનુસાર નવગ્રહોમાં સૂર્ય સર્વપ્રથમ છે. તેમને પિતાના ભાવ કર્મના સ્વામી પણ માનવામાં આવે છે. તે જીવનમાંથી દરેક દુઃખોને દૂર કરે છે. સૂર્યદેવની પૂજામાં ગાયત્રી મંત્ર બોલવામાં આવે છે. તેના સિવાય પણ ઘણા એવા મંત્ર છે જેનું ઉચ્ચારણ સૂર્યદેવની પૂજામાં કરવામાં આવે છે.

સૂર્ય વૈદિક મંત્ર :

ૐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મત્ર્યણચ ।

હિરેણ્યયેન સવિતા રથેન દેવો યાતિ ભુવનાનિ પશ્યન ।।

સૂર્ય માટે તાંત્રોક્ત મંત્ર :

ૐ ધૃણિ: સૂર્યાદિત્યોમ

ૐ ધૃણિ: સૂર્ય આદિત્ય શ્રી

ૐ હ્રાંં હ્રીં હ્રોં સ: સૂર્યાય નમઃ

ૐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ

સૂર્ય નામ મંત્ર :

ૐ ધૃણિ સૂર્યાય નમઃ

સૂર્યનો પૌરાણિક મંત્ર :

જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહદ્દયુતિં

તમોરિસર્વ પાપધ્નં પ્રણતોસ્મિ દિવાકરં

સૂર્ય ગાયત્રી મંત્ર :

ૐ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહિ તન્ન: સૂર્ય: પ્રચોદયાત.

સૂર્ય દેવના મંત્ર :

પુત્ર પ્રાપ્તિ માટે સૂર્ય દેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ.

ૐ ભાસ્કરાય પુત્રં દેહિ મહાતેજસે ।

ધીમહિ તન્ન: સૂર્ય પ્રચોદયાત. ।।

હૃદય રોગ, નેત્ર અને કમળાના રોગ અને કુષ્ઠ રોગ તથા દરેક અસાધ્ય રોગને નષ્ટ કરવા માટે સૂર્ય દેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ.

ૐ હ્રાંં હ્રીં સ: સૂર્યાય નમ:

વ્યવસાયમાં વૃદ્ધિ કરવા માટે સૂર્ય દેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ.

ૐ ધૃણિ: સૂર્ય આધિવ્યોમ ।।

ડિસ્ક્લેમર :

આ આર્ટિકલમાં આપવામાં આવેલી કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં એકદમ ચોક્કસપણા અને વિશ્વસનીયતાની ગેરંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત સૂચના પહોંચાડવાનો છે, આના ઉપયોગકર્તા આને ફક્ત સૂચનાની રીતે જ લે. તેનાથી વધારે કોઈ પણ ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.