સુર્ય, મંગલ, બુધ અને શુક્ર કરી રહ્યા છે આ જ મહિનામાં રાશિ પરિવર્તન, અહીં જાણો કયો ગ્રહ કોને કરશે નુકશાન.

0
310

આ મહિને ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે આ રાશિ ઉપર પડશે શુભ પ્રભાવ, પણ આ લોકોને થશે નુકશાન. વર્ષ 2020 નો છેલ્લો મહિનો શરુ થઇ ગયો છે. આ મહિને 4 ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. આ વર્ષ ભયાનક ઉથલ-પુથલ અને મહામારીથી ગુજરી રહ્યો છે. વર્ષ 2020 જ્યોતિષીય ગણનાની દ્રષ્ટિએ પણ ખુબ ઉથલ-પુથલ ભર્યો રહ્યો. ગ્રહોના રાશિ પરિવર્તનના અસરથી તમારી રાશિઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપથી અસર પડે છે. જાણો રાશિ પરિવર્તનથી શું થશે તમારા પર તેનો પ્રભાવ

સૂર્યદેવ 15 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિથી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં ભૌતિક વૈભવીનો સ્વામી શુક્ર 11 ડિસેમ્બરે પોતાની રાશિ તુલાથી વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. તેની સાથે જ બુદ્ધિના સ્વામી બુધ ગ્રહ 17 ડિસેમ્બરે વૃશ્ચિકથી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. બુધ આ રાશિમાં 5 જાન્યુઆરી સુધી રહશે. 24 ડિસેમ્બરથી મંગલ માર્ગી થશે. મંગળ મીન રાશિ માંથી પોતાની રાશિ મેષ પર જશે.

સૂર્યનો પ્રભાવ : 15 ડિસેમ્બરે થનાર સૂર્યના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકો પર શુભ રહશે. કરિયરમાં બદલાવ જોવા મળી શકે છે. આ રાશિ પરિવર્તનનો અસર દરેક રાશિ પર પડવાના કારણે લોકોને નોકરીમાં પ્રમોશન કે નવી જોબ મળી શકે છે.

મંગલનો પ્રભાવ : જ્યોતિષો અનુસાર, મંગલ ઉર્જાનું કારક માનવામાં આવે છે. મંગળના સ્વમાર્ગી થવા પર મેષ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. પણ આ દરમિયાન ગુસ્સો વધી શકે છે જેના પર નિયંત્રણ રાખવું પડશે.

બુધનો પ્રભાવ : આ મહિને સૂર્ય અને બુધ સાથે આવવાથી કેટલીક રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે. એટલે તમે જે નોકરી માટે તૈયારી કરી રહ્યા છો કે પ્રયત્નો કરી રહ્યા છે તેમાં સરળતા મળવાના યોગ બનશે.

શુક્રનો પ્રભાવ : શુક્ર ગ્રહ પ્રેમ-સંબંધ, લગ્નજીવન અને ભૌતિક વૈભવીથી જોડાયેલ છે. એવામાં તેનો પ્રભાવ લોકોના લગ્ન જીવન અને સુખ-સુવિધા પર પડશે. શુક્રનું રાશિ પરિવર્તન કેટલાક માટે શુભ તો કેટલાક માટે અશુભ રહશે.

આ માહિતી પ્રભાત ખબર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.