સુરતમાં પુલ પરથી છ લાંગ મારવા જઈ રહેલી યુવતીને લોકોએ બચાવી, જાણો ઘટના વિષે વિસ્તારથી.

0
107

વર્તમાન સમય ઘણો મુશ્કેલ પસાર થઈ રહ્યો છે. લોકો જાતજાતની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કોઈને નોકરી ધંધાની સમસ્યા છે તો કોઈને સ્વાસ્થ્યને લગતી સમસ્યા છે. કેટલાક લોકોને પારિવારિક સમસ્યા છે તો કેટલાકને દેવાનું ટેંશન છે, તો કેટલાક પ્રેમમાં દગો મળવાને કારણે દુઃખી છે. ટૂંકમાં ઘણા બધા લોકો એવા છે જે કોઈને કોઈ વાતથી પરેશાન છે. એવામાં તણાવ આવવો સ્વાભાવિક વાત છે. તણાવને કારણે ઘણી વખત લોકો પરિસ્થિતિ સામે હાર માની લે છે અને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે.

એવો જ એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવતી પોતાનું જીવન ટૂંકાવવા જઈ રહી હતી, પણ લોકોએ તેને એમ કરતા અટકાવી અને તેને બચાવી લીધી. આ બનાવ સુરતના કાપોદ્રા વિસ્તારનો છે.

સ્થાનિક સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, એક યુવતી સુરતના કાપોદ્રા વિસ્તારમાં તાપી નદીના બ્રિજ પરથી છ લાંગ લગાવવાનો પ્રયત્ન કરી રહી હતી. એવામાં ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ તેને બચાવી લીધી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો પણ શેયર થઈ રહ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે, લોકોએ પોલીસ કંટ્રોલ રૂમ (100 નંબર) ને ફોન કરી તેની માહિતી આપી અને તે યુવતીને પોલીસને સોંપી દીધી, જેથી તેઓ તેને સુરક્ષિત તેના પરિવાર પાસે પહોંચાડી શકે અને તેને ફરી આવું ન કરવા સમજાવે. પણ તે યુવતી આવું ગંભીર પગલું ભરવા માટે કેમ તૈયાર થઈ તે બાબતમાં હજુ કાંઈ જાણવા મળ્યું નથી.

આ ઘટનાના સાક્ષી બનેલા લોકોએ જણાવ્યું કે, એક યુવતી ભર બપોરે કાપોદ્રા બ્રિજ પર ચઢીને તાપી નદીમાં છ લાંગ લગાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તેને આમ કરતા જોઈને લોકો ભેગા થઈ ગયા અને તેને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

બ્રિજ પર લગાવેલી લોખંડની જાળી ઓળંગી તાપી નદી બાજુની સાઇડમાં ઉતરી ગયેલી યુવતીને બચાવવા માટે લોકો પણ જાળી પર ચઢી ગયા અને તે યુવતીને ઉંચકીને પુલ તરફ લાવી તેને બચાવવામાં સફળ રહ્યા. પછી લોકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસ બોલાવી અને યુવતીને પોલીસને સોંપી દીધી. ત્યારબાદ લોકો પોતપોતાના કામે નીકળી ગયા હતાં.

તે યુવતી કોણ છે અને તે ક્યાંથી આવી હતી એ બાબતે કાંઈ જાણવા મળ્યું ન હતું. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેયર કરી દીધો. તે વિડીયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, કઈ રીતે લોકો તે યુવતીને બચાવે છે.

તે યુવતી ખૂબ જ રડતી હતી. જરૂર કોઈ ગંભીર વાત હશે, નહીં તો તે આવું પગલું ભરવાનું વિચારતે નહિ. કુદરતની મહેરબાની કે લોકો તેને બચાવવામાં સફળ રહ્યા. પોલીસે તે યુવતી અને તેના પરિવાર વિષે માહિતી મેળવવા પ્રયત્ન કર્યા હશે. આશા છે કે પોલીસ અને તેના પરિવારે તેને સમજાવી હશે અને તેને હિંમત આપી હશે જેથી તે ફરીથી આવું કોઈ પગલું નહિ ભરે.