સુરત રેલવે સ્ટેશન પર થઈ શરૂઆત કેટરર્સને મળી આવી ટી-શર્ટ, લખ્યું : ‘હું બીલ ના આપું તો..”

0
740

સુરત રેલ્વે સ્ટેશન ઉપર કેટરિંગ સ્ટોલ વેન્ડર્સ હવે બ્રિટીશ સમયના ખાખીને બદલે વાદળી આસમાની ડ્રેસ પહેરેલા જોવા મળશે. જેમાં તેમના નામ અને તેમના કોન્ટ્રાક્ટટર નામ સાથે જ ‘નો બીલ, નો પેમેન્ટ’ કોમ્પેનને પ્રમોટ કરવા સાથે ખાવા પીવાના ફરિયાદ નંબર પણ લખેલા હતા. વેન્ડર પૈસા ચૂકવ્યા પછી બીલ નથી આપતા તો તેના ટીશર્ટ ઉપર લખેલા નંબર ઉપર ફરિયાદ કરી શકાશે.

ફેરિયાને વધુ ભાવ લેવાથી રોકવા માટે આ ડ્રેસ ઉપર તેમની ઓળખાણની માહિતી પણ લખવામાં આવેલી હશે. આ ખાસ કરીને સુરત સ્ટેશન ઉપરથી શરુ કરવામાં આવી છે. મુંબઈ મંડળના સીનીયર ડીસીએમ જાગૃતી સિંગલાએ તેને મંજુરી આપી. તે ઉપરાંત પ્રવાસીઓને ડીઝીટલ ચુકવણીને લઈને પણ ભીમને શરુ કરવામાં આવી.

બીલ ન આપે તો પ્રવાસીઓને આપવામાં આવશે મફતમાં વસ્તુ : સુરત રેલ્વે સ્ટેશન ઉપર બુધવારે અભિયાન શરુ થતા પહેલા એસીએમ પ્રકાશ પરમાર, સીએમઆઈ ગણેશ જાદવ અને ડેપ્યુટી એસએમ આનંદ શર્માએ બધા કેટરિંગ સ્ટોલ્સનું નિરીક્ષણ કર્યું, જેમાં પ્લેટફોર્મના ૬ વેન્ડર્સના સ્ટોલ ઉપર સાફ સફાઈની ખામી જોવા મળી. જો કે ‘નો બીલ નો પેમેન્ટ’ હેઠળ પ્રવાસીઓને બીલ નહિ આપવામાં આવે, બહાર પાડવામાં આવ્યું ત્યાર પછી લગભગ ૨૦ પ્રવાસીઓને ‘નો બીલ, નો પેમેન્ટ’ હેઠળ મફતમાં વસ્તુ અપાવવામાં આવી.

ગેર કાયદેસર બહારના ફેરિયા ઉપર કાબુ મેળવવાનો હેતુ છે : સુરત રેલ્વે સ્ટેશનના નિર્દેશક સી.આર.ગરૂડા અને વાણીજ્ય નિરીક્ષક ગણેશ જાળવે જણાવ્યું કે નવા ડ્રેસનો હેતુ સ્ટેશન ઉપર ગેર કાયદેસર બહારના ફેરિયાની દાદાગીરી અટકાવવાનો છે. ‘નો બીલ, નો પેમેન્ટ’ કેમ્પેન આખા ભારતના રેલ્વેમાં ચાલી રહ્યું છે. એટલા માટે અમે ડ્રેસ ઉપરનો પેમેન્ટનો ટીપ્સ સૂત્ર લખાવ્યું છે, જો કોઈ ગડબડ જોવા મળે છે. તો તેના માટે એક ફરિયાદ નંબર લખવામાં આવ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.