શું તમે સુરતની સસ્તી સાડીઓનો બિઝનેસ શરુ કરવા માંગો છો? આ બિઝનેસમાં નફો મળશે ત્રણ ચાર ગણો.

0
5400

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. મિત્રો જો તમે સાડીનો બિઝનેસ શરુ કરવાં માંગો છો, તો આ લેખ તમારા માટે છે. કારણ કે આજે અમે તમને સાડીના બિઝનેસ વિષે જણાવવાના છીએ. હમણાં લગ્ન સીઝન અને તહેવારો નજીક આવી રહ્યા છે, અને એ કારણે સાડી ખરીદવાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.

એ તો તમે બધા જાણો જ છો કે, વર્ષોથી આપણી પરંપરા અનુસાર કોઈ પણ શુભ પ્રસંગે મહિલાઓ દ્વારા સાડી પહેરવામાં આવે છે. અને આજકાલની છોકરીઓ પણ કોઈ પણ શુભ પ્રસંગ વગેરેમાં સાડીઓ પહેરવાનું પસંદ કરે જ છે. એટલા માટે આજે અમે તમને સાડીના બિઝનેસ વિષે જણાવવાના છીએ. જણાવી દઈએ કે તમે ખુબ ઓછી કિંમતમાં સાડી ખરીદીને તેની કિંમત કરતા બે થી ત્રણ ઘણી કિંમતમાં સરળતાથી વેચી શકો. હવે તમને પ્રશ્ન થતો હશે કે કઈ રીતે? તો એના માટે તમારે આ લેખ આખો વાંચવો પડશે.

મિત્રો સાડીઓનો બિઝનેસ શરુ કરવાં માટે અમે તમને એક એવી જગ્યા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાંથી તમે સસ્તામાં સાડીઓ ખરીદી શકો છો, અને વધારે નફો મળે એ રીતે વેચી પણ શકો છો. તમે આ બિઝનેસ બે રીતે કરી શકો છો. એક તો તમે ત્યાંથી હોલસેલર પાસેથી લઈને વેચી શકો છો, અને બીજું તમે જે સાડી બનાવનાર કંપની છે, તેની સાથે કોન્ટેકે કરીને વચ્ચે કોઈ પ્રકારના હોલસેલરને લાવ્યા વિના વધારે પ્રમાણમાં સાડી ખરીદીને વેચાણ કરી શકો છો.

જણાવી દઈએ કે આ બે રીતમાં એક વસ્તુનો ફરક છે કે, તમે હોલસેલર પાસેથી ઓછા પ્રમાણમાં માલ થોડી વધારે કિંમતમાં ખરીદી શકો છો, અને સાડી બનાવનાર કંપની પાસેથી થોડો વધારે પ્રમાણમાં માલ ઓછી કિંમતે ખરીદી શકો છો, તો ચાલો જાણી લઈએ તે જગ્યા વિષે.

તો મિત્રો અમે જે સ્થળ વિષે વાત કરી રહ્યા છીએ એ છે સુરતનું કપડાંનું માર્કેટ. ભારતમાં મહિલાઓને લગતા કપડાંનું સૌથી મોટું માર્કેટ સુરતમાં જોવા મળે છે. અને સુરતમાં સાડીની કિંમત બીજી જગ્યાઓ કરતા ખુબ ઓછી જોવા મળે છે. તમને ફક્ત એના વિષે સારી રીતે જાણકારી હોવી જોઈએ. જયારે તમે કોઈ સાડી બનાવરના કંપની પાસે જાવ છો તો તમને તેની કિંમત ખુબ ઓછી હોય છે, કારણ કે તેમાં કોઈ પ્રકારનો હોલસેલર, રિટેલરનો સમાવેશ થતો નથી. જેથી તમને ખુબ ઓછી કિંમતમાં મળી જાય છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, સુરતમાં બધા પ્રકારની સાડી બનાવવાના ઉદ્યોગ છે. એટલે તમને ત્યાંથી દરેક પ્રકારની સાડીઓ સરળતાથી મળી રહેશે. ભલે તમે ભારતના કોઈ પણ ક્ષેત્રથી હોવ તમને ત્યાં બધા પ્રકારની સાડી જોવા મળે છે. જો સાડીની કિંમતની વાત કરવામાં આવે છે તો તમે જે સાડી લો છો તો તમે તેને રિટેલ માર્કેટમાં 2 થી 3 ગણી કિંમતમાં સરળતાથી વેચી શકો છો.

ઉદાહરણ આપી સમજાવીએ, તો માની લો કે તમે કોઈ 800 થી 1000 રૂપિયાની વચ્ચેની કોઈ ડિઝાઈનર સાડી ખરીદો છો, તો તમે તેને 2500 થી 3000 હજારની વચ્ચે સરળતાથી વેચી શકો છો. કારણ કે તે ડિઝાઈનર સાડીમાં ખુબ સારી રીતે કામ કરવામાં આવે છે, તેમાં એમ્રોડરીનું વર્ક કરવામાં આવે છે, જેના કારણે તેનું ખુબ સરળતાથી વેચાણ થઈ જાય છે. એના માટે તમારે સાડી બનાવનાર કંપની પાસેથી વધારે પ્રમાણમાં સાડીઓ ખરીદવી પડે છે, તો તે તમને કિંમત ઓછી પણ કરી આપે છે.

અને જો ઓછી કિંમતની સાડીઓની વાત કરવામાં આવે, તો ત્યાં તમને 100 થી લઈને 300 રૂપિયા વાળી સાડી લો છો, તો તમે તેને સરળતાથી 500 થી 1000 રૂપિયામાં વેચી શકો છો. અને મોટા શોરૂમ વાળા પણ આ રીતે જ વધારે માલ ખરીદીને 3 થી 4 ગણો નફો સરળતાથી મેળવે છે. કારણ કે તેમના શોરૂમમાં વધારે કિંમતમાં સાડીનું વેચાણ થાય છે. પણ જો તમે તે વસ્તુ 1 થી 2 ગણી કિંમતમાં વેચાણ કરો છો તો તમે પણ સારો નફો મેળવી શકો છો. તમને સુરતમાં ઘણા એવા સાડી બનાવનારા જોવા મળી જશે. પણ તમે તેની સાથે વ્યવહાર અને બિઝનેસ કેવી રીતે કરો તે તમારા પર આધાર રાખે છે.

તેમજ આ બિઝનેસ તમે તમારા ઘરેથી પણ શરુ કરી શકો છો. ઘરમાં નાનો બિઝનેસ શરુ કરવા માટે તમે 100 રૂપિયાના અંદરની કિંમતની સાડી લાવીને એને 200 થી 300 રૂપિયામાં વેચી શકો છો. અને જો તમારા ઘરે પણ કોઈ લગ્ન પ્રસંગ છે, અને તમે પણ લગ્નમાં આવેલા મહેમાનોને સાડી આપવાનું વિચાર કરી રહ્યા છો, તો તમે મહેમાનોને 200 થી 300 ની કિંમતની સાડી 100 રૂપિયાની અંદર સરળતાથી ખરીદીને આપી શકો છો. તમને લગભગ 20 જેવી સાડી ખરીદી શકો છો.