સુરતની કાપડ મિલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, જાણો વધુ વિગત

0
610

ગુજરાતના સુરત શહેરમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં સર્જાયેલી આગની ઘટના બાદ, હવે ફરી એકવાર એક કાપડ મિલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુરતમાંથી સમાચાર આવ્યા છે કે, 31 ઓગસ્ટ 2019, શનિવારે વહેલી સવારે કાપડની એક મિલમાં ભીષણ આગ લાગી છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની લગભગ 18 ગાડીઓ પહોંચી ગઈ છે. અને ફાયર બ્રિગેડના 25 થી વધુ જવાનો આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.

જાણકારી અનુસાર આ મિલ પાંડેસરા વિસ્તારમાં આવેલી છે. અને સવારે 5 વાગ્યાની આસપાસ તેમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર ફાઈટરે એને બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. હજુ સુધી એના પર કાબુ મેળવી શકાયો નથી. મિલમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મિલની આસપાસના વિસ્તારના લોકોને ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યા છે. અને બેકાબુ બનેલી આગ પર ફાયર ફાઇટરો નિયંત્રણ મેળવવા સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે.

આ મિલની આસપાસ બીજી પણ ઘણી મિલો છે, જેમાં આ આગ ફેલાવવાનો ડર છે. મિલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. અને આ આગ મિલન ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકેંડ ફ્લોર પર ફેલાઈ ગઈ છે. એક સારી વાત એ છે કે આ આગમાં કોઈ વ્યક્તિ ફસાયા નથી. પણ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી એમાં ઘણું વધારે નુકશાન થવાની સંભાવના છે.

ત્યાં હાજર એક ફાયર ફાઇટરના જણાવ્યા અનુસાર, વિસ્તારની લગભગ બધી ફાયર વિભાગની ગાડીઓ ત્યાં હાજર છે, અને આ ભીષણ આગ પર નિયંત્રણ મેળવતા કદાચ સાંજ સુધીનો સમય લાગી શકે છે. જે મિલમાં આગ લાગી છે એનું નામ મયુર સિલ્ક મિલ જણાવવામાં આવી રહ્યું છે. મિલમાં આગ લાગ્યાની જાણ થતા ત્યાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ જીવ બચાવીને બહાર નીકળી ગયા હતા.

મિલના ગોડાઉનમાં હાજર રહેલા એક કર્મચારીનું કહેવું છે કે, ત્યાં શોટસર્કિટ જેવું કાંઈક થયું હતું, ત્યારબાદ આ ઘટના બની છે. જો કે સાચું કારણ જાહેર થયું નથી. મિલના ગોડાઉનમાં આગ લાગ્યા પછી એ આગ મિલના પહેલા અને બીજા માળ સુધી પહોંચી ગઈ છે. ત્યાં રહેલો બધો માલ સળગી ગયો છે. આગ પર નિયંત્રણ મેળવવા માટે તમામ પ્રકારના પ્રયત્ન ફાયર બ્રિગેડના જવાનો તરફથી કરવામાં આવી રહ્યા છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.