સુરતના આ બિઝનેસમેન જે ૫૦૦ કરોડનું દેવું હોવા છતાં પણ ન ભાગ્યા વિદેશ, પોતાની મિલકત વેચીને ભરી લોન

0
13377

આજકાલ ઘણા બધા લોકો બેંકો માંથી મોટી લોન લઈને વિદેશ ભાગી છુટે છે. રોજ સવાર સાંજ ટીવી માધ્યમો સમાચાર પત્રોમાં આપણે આતુરતાથી એવી રાહ જોઈએ છીએ કે આજે કોણ દેશના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને નાસી ગયું. આજના સમયમાં પ્રમાણિકતાથી ધંધો કરીને લીધેલી કરોડોની લોન પરત કરી હોય એવા કિસ્સા આપણે કદાચ નહી જ સાંભળ્યા હોય. પણ આજે અમે તમને સુરત સ્થીત રહેતા સૌરાષ્ટ્રના ખેડૂતના દીકરાએ મેળવેલી સફળતા અને દાખવેલી પ્રમાણિકતાની વાર્તા તમને જણાવીશું. જો તમે આ આર્ટીકલ પસંદ આવે તો લોકોને સારા વિચાર આપવા આ પોસ્ટ અવશ્ય શેર કરજો.

મિત્રો આમ તો આ ઉદ્યોગપતિની કથા ખરેખર તો 1976થી શરૂ થાય છે. અમરેલી પાસેના લાઠીથી ધોરણ-4 પાસ કરી ૧૩ વર્ષની ઉંમરે મનજીભાઈ ધોળકિયા સુરત કામ ધંધા માટે આવ્યા હતા, અને ત્યારથી તેમણે સુરતમાં હિરા ઘસવાની શરૂઆત કરી હતી. પ્રમાણિક ઈરાદા અને મહેતન કરવાની તૈયારીને કારણે સાત વર્ષ બાદ એટલે કે તેમની ૨૦ વર્ષની ઉમંરે તેમણે પોતે હિરા ઘસવાની ઘંટી ખરીદી નાના પાયે હિરાનો વેપાર શરૂ કર્યો. શિક્ષણનો અભાવ હોવા છતાં કોઠા સુઝને કારણે તેમણે 1988માં ભવાની જેમ્સ નામની પોતાની કંપનીની શરૂઆત સુરતમાં કરી હતી.

પોતાની મહેનત અને સુઝબુઝથી 25 વર્ષની ઉંમરે શરૂ કરેલી ભવાની જેમ્સનું પહેલા વર્ષનું જ ટનઓવર 28 કરોડ રૂપિયા થયુ હતું. ત્યાર બાદ મનજીભાઈ ધોળકિયાએ મુંબઈથી લઈ વિદેશ સાથે પણ હિરા વેપાર શરૂ કર્યો હતો. સુરત સહિત મુંબઈમાં પણ ભવાની જેમ્સની બ્રાન્ચો ખુલી ગઈ હતી. ધંધાના વિકાસ માટે તેમણે બેન્કો પાસેથી લોન લઈ ધંધાનો વિકાસ કર્યો અને તેમનું ટનઓવર એક હજારનો આંકડો પાર કરી 1200 કરોડ સુધી પહોંચી ગયું હતું. બેન્કોમાંથી લીધેલી લોનની નિયમિત ચુકવણી થતી હોવા છતાં દોઢ વર્ષ પહેલા પેઢીઓ ઉઠી જવાની અને બેન્કોની લોન ડુબી જવાના સમાચાર આવવા લાગ્યા. ત્યારે મનજીભાઈ ધોળકિયાના મનમાં એવું લાગ્યું કે બેન્કની લોન હું ભપરાઈ કરીશ નહીં ત્યાં સુધી મને સુખ મળશે નહીં.

જણાવી દઈએ કે 1200 કરોડની કંપની ધરાવતા ભવાની જેમ્સના માલિક મનજીભાઈની ઉંમર ત્યારે 60 વર્ષની થઈ ગઈ હતી. તેમને લાગ્યું કે તેમની હયાતીમાં તમામ લોન ભરપાઈ થઈ જાય અને બેન્કોને એક એક પાઈ ચુકવાઈ જાય તે જરૂરી છે. ધંધો ઓછો કરવા પડે તો પણ વાંધો નથી, પણ લોન બાકી રહેવી જોઈએ નહીં, એવો દૃઢ નિશ્ચય એમણે લીધો હતો. મનજીભાઈએ પોતાના એકાઉન્ટસ ડીપાર્ટમેન્ટને સૂચના આપી કે વિવિધ બેન્કો પાસેથી આપણે લીધેલી લોનની વિગતો તેમને આપવામાં આવે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા સહિત વિવિધ બેન્કોમાંથી લીધેલી લોનની રકમ રૂપિયા 500 કરોડ થતી હતી.

જાણકારી માટે જણાવી દઈએ કે મનજીભાઈ ધોળકિયા ‘મનજી રૂડા’ ના હુલામણા નામે પણ પ્રખ્યાત છે. તેમજ તેમની કંપનીના નામે વિશ્વનો સૌથી નાનો હીરો બનાવવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડ આજદિન સુધી અકબંધ છે. તેમને નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ પણ મળી ચુક્યો છે.

બીજી ખાસ વાત એ છે કે મનજીભાઈ ધોળકિયા સેવાના કર્યોમાં પણ ગુજરાતમાં આગળ છે, તેમનું ટ્રસ્ટ ગામડામાં સારું શિક્ષણ મળે તે માટે કાર્ય કરે છે.

એમની પ્રામાણિકતા આ વાત પરથી જાણી શકાય છે કે, બેંકો 1200 કરોડનું ટનઓવર કરતી એમની કંપની પાસે ૫૦૦ કરોડ રૂપિયા માગતી હતી. ત્યારે મનજીભાઈ ધોળકિયાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર અમદાવાદ-સુરત અને મુંબઈમાં રહેલી પોતાની મીલ્કતો વેચી નાખવાની સૂચના આપી અને પોતાની કમાણીમાંથી ખરીદેલી મિલ્કતો પૈકી 70 ટકા મિલકતો તેમણે વેચી દીધી અને બેન્કના પાંચસો કરોડ રૂપિયાની લોનની ચુકવણી કરી દીધી. સ્વભાવીક છે કે લોન ભરપાઈ કરવા માટે મીલકતો વેચતા આજે ભવાની જેમ્સનું ટનઓવર ઘટીને 700 કરોડ થઈ ગયું છે, પણ મનજીભાઈ કહે છે લોન ભરપાઈ થઈ ગઈ એટલે હવે મનને સુખ મળે છે.

આ લેખ તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.