જાણો કેમ સુપ્રીમ કોર્ટને કહેવું પડ્યું : ‘સુપ્રીમ કોર્ટ એવી જગ્યા નથી, જ્યાં જયારે મન કરે ત્યાં કોઈ પણ આવી જાય’

0
100

‘સુપ્રીમ કોર્ટ એવી જગ્યા નથી, જ્યાં જયારે પણ મન કરે કોઈ પણ આવી જાય’, સરકારી અધિકારીઓની અપીલ દાખલ કરવા પર દેખાડી નારાજગી.

સુપ્રીમ કોર્ટે અપીલ ફાઇલ કરવામાં સરકારી અધિકારીઓ દ્વારા થતા લાંબા વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, ન્યાયિક સમય બરબાદ કરવા બદલ દંડ લગાવવો જોઈએ, અને તેના માટે જવાબદારી અધિકારીઓ પાસેથી તેની ચુકવણી થવી જોઈએ.

જસ્ટિસ એસ.કે. કૌલની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ એવી જગ્યા નહિ હોઈ શકે જ્યાં અધિકારીઓ સમય સીમાની અવગણના કરીને જ્યારે ઇચ્છે ત્યારે આવી શકે. અમે આ મુદ્દો ઉઠાવ્યો છે કે, જો સરકારી મશીનરી સમયસર અપીલ અથવા અરજી દાખલ કરવામાં અસમર્થ હોય, તો તેનું એક જ સમાધાન છે કે અમે વિધાનસભાને વિનંતી કરીશું કે, અસમર્થતાને કારણે સરકારી અધિકારીઓની અપીલ અથવા અરજી દાખલ કરવા માટેની સમય મર્યાદા વધારવામાં આવે.

પીઠે મધ્યપ્રદેશ તરફથી 663 દિવસના વિલંબ સાથે દાખલ કરવામાં આવેલી અપીલ ઉપર વાંધો ઉઠાવ્યો હતો. પીઠે પોતાના આદેશમાં કહ્યું કે, જ્યાં સુધી કાયદો છે ત્યાં સુધી નક્કી કરેલી સમય મર્યાદાની અંદર અપીલ દાખલ કરવાની રહેશે. વિલંબ માટે માફીની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દસ્તાવેજોની ઉપલબ્ધતા ન હોવાને કારણે વિલંબ થયો છે. અમે વિગતવાર આદેશ લખવા માટે બંધાયેલા છીએ કારણ કે, એવું લાગે છે કે સરકારી અધિકારીઓ પર અમારી સલાહની કોઈ અસર થઈ નથી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.