સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીને કચરાપેટીમાં મળી હતી આ બાળકી, હવે બોલીવુડમાં કરવા જઈ રહી છે એન્ટ્રી.

0
1806

મિત્રો ભારતીય સમાજમાં ઘણી વાર એવું જોવા મળે છે કે, દીકરાની ચાહમાં દીકરીઓને તરછોડી દેવામાં આવે છે. તો ક્યારેક નાજાયજ બાળકો એટલે કે પતિ કે પત્ની માંથી કોઈના બીજા સાથે સંબંધો હોય અને એના દ્વારા બાળક થાય, તો માતા-પિતા દ્વારા એ બાળકોનો ત્યાગ કરવામાં આવે છે. અને આ એક વાસ્તવિકતા છે. ઘણીવાર તો લોકો બાળકોને ઉછેરી નહિ શકે એ કારણે પણ હોસ્પીટલમાં જ કે પછી કચરા પેટીમાં નવજાત શિશુને મુકીને જતા રહે છે. અને આવું આજે પણ થાય છે.

અને આવી જ એક ઘટના સામે આપણા બોલીવુડના સુપરસ્ટાર રહેલા મિથુન ચક્રવર્તીનો પણ સામનો થયો હતો. વર્ષો પહેલા પશ્ચિમ બંગાળમાં તેમને એક બાળકી એક રસ્તાના કિનારે કચરા પેટીની પાસે મળેલી. અને મિથુન ચક્રવર્તીને જયારે તે છોકરી વિષે ખબર પડી, તો તેમણે તેને બચાવવાનો અને અપનાવાનો નિર્ણય લીધો. સદાબહાર એક્ટર અને ડાંસર મિથુન ચક્રવર્તી સાથે જોડાયેલ આ કિસ્સા વિષે ઘણા ઓછા લોકો જાણે છે. આ કિસ્સો છે એક એવી બાળકીને દત્તક લેવાનો, જે તેમને એક દિવસ કચરા પેટીમાં પડેલ મળી હતી.

મીથુન ચક્રવર્તીએ કચરા પેટીમાં મળેલી બાળકીને દત્તક લીધી :

કચરા પેટી પાસેથી મળેલી એ બાળકીને મિથુને પોતાની સગી દીકરીની જેમ ઉછેરી, અને તેનું નામ દિશાની રાખ્યું. તમને જણાવી દઈએ કે, દિશાની મિડીયાથી દુર રહે છે. એવું કહેવામાં આવે છે કે, દિશાની જ્યારે કચરાપેટી પાસે પડેલી હતી ત્યારે ત્યાંથી જનારા લોકો એને કોઈ અનાથાશ્રમ કે કોઈ સરકારી અધિકારીઓને સોંપવાની ચર્ચા કરી રહ્યા હતા.

એ સમયે દિશાની ખુબ કમજોર સ્થિતિમાં હતી અને સતત રડી રહી હતી. મિથુનને આ વાતની ખબર પડી અને તેમણે તેને બચાવી અને પોતાનું નામ આપ્યું. અને મિથુન ચક્રવર્તીએ કચરાપેટીમાં મળેલ બાળકીને કાયદેસર વિધિથી દત્તક લઈ લીધી.

અને જયારે મિથુને દિશાનીને અપનાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારે તેમની પત્ની યોગિતા બાલીએ આ નેક કામમાં તેમનો સંપૂર્ણ સાથ આપ્યો. એવું જાણવા મળ્યું છે કે યોગિતા એ બાળકીને પોતાની દીકરી બનાવવા માટે ખુબ ઉત્સાહિત હતી, અને તે આખી રાત બધા કાગળિયાની કામગીરી કરવા માટે દોડતી રહી. તેના પછી તેને ઘરે લાવવામાં આવી અને દિશાની નામ આપવામાં આવ્યું. ત્યારથી દિશાનીને એક સ્ટાર ડોટરની જેમ ઉછેરવામાં આવી.

થોડા સમયમાં થઇ શકે છે દિશાનીની બોલીવુડમાં એન્ટ્રી :

દિશાની ચક્રવર્તી હવે બાકી સ્ટાર કિડની હરોળમાં આવી ચુકી છે. તમને જણાવી દઈએ કે, દિશાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, અને તેમના ફોલોવર્સની સંખ્યા ખુબ વધારે છે. બાકી સ્ટાર કિડની જેમ દિશાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ પોતાના અને પાર્ટીના ફોટોઝ ભરેલા છે. તે હંમેશા પોતાના ફોટોસ સોશિયલ મીડિયામાં શેયર કરતી રહે છે. મીથુન અને યોગિતા બાલીના 4 બાળકો છે, જેમાં 3 દીકરા મહાક્ષય, ઉશ્મે અને નમાશી અને 1 દીકરી દિશાની ચક્રવર્તી છે, જેને મિથુને દત્તક લીધી છે.

જણાવી દઈએ કે, હમણાં એવા સમાચાર બહાર આવ્યા છે કે, દિશાની જલ્દી જ કોઈ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે. મળેલી જાણકારી અનુસાર દિશાની ન્યુયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગનો કોર્સ પણ કરી ચુકી છે, અને હવે તે બોલીવુડમાં એન્ટ્રી કરવાં માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની હવે મોટી થઇ ગયી છે અને ખુબ સુંદર લાગી રહી છે. દિશાની ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મિથુન ચક્રવર્તીની દીકરી દિશાનીના ઇન્સ્ટાગ્રામ પર 60,000 થી વધુ ફોલોઅર છે.