સુપર ડુપર બ્લોકબસ્ટર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ રિજેક્ટ કરી હતી હવે ખુબ પછતાય છે આ 7 હિરોઈનો

0
1282

શાહરૂખ એક એવું નામ છે જેના પરિચયની જરૂર નથી. દુનિયા આખીમાં લોકો તેને બોલીવુડના બાદશાહ કે કિંગ ખાનના નામથી ઓળખે છે. આટલા વર્ષોમાં તેમણે એ વાતને સાબિત પણ કરી છે કે તે બોલીવુડમાં સાચા કિંગ છે એ તેમનું સ્થાન કોઈ બીજા નથી લઇ શકતા. શાહરૂખ ખાન એકમાત્ર એવા કલાકાર છે. જેમણે દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે.

આપણે બધાએ તેને રોમાન્સ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતા જોયા છે, તે કોઈપણ રોલને ખુબ કાળજી પૂર્વક કરે છે. તે જે પણ પાત્ર નિભાવે છે, તે જોઇને એવું લાગે છે સમજો કે આ પાત્ર તેમના માટે જ બન્યું હશે. શાહરૂખ અભિનેતા હોવા સાથે એક નિર્માતા પણ છે. તેમની ફોન ફોલોઈંગ ભારત સાથે સાથે વિદેશોમાં પણ ઘણી છે. વિદેશોમાં લાખોની સંખ્યામાં શાહરૂખના પસંદ કરવા વાળા રહે છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ શાહરૂખના ઘણા ચાહકો છે. દરેક હિરોઈનની શાહરૂખ સાથે કામ કરવાની ઈચ્છા હોય છે, દીપિકા અને અનુષ્કાની પહેલી ડેબ્યુ ફિલ્મ પણ શાહરૂખ ખાન સાથે જ હતી. કદાચ જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી કોઈ હિરોઈન રહેલી છે. જે શાહરૂખ ખાન સાથે કામ કરવા માગતી ન હોય, પરંતુ તમને જાણીને નવાઈ થશે કે શાહરૂખની એક ફિલ્મને એક નહિ પરંતુ સાત અભિનેત્રીઓએ અસ્વીકાર કરી દીધો હતો. ખાસ કરીને જયારે કારણ જોહર ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ બનાવી રહ્યા હતા, તો તેમણે આ ૭ અભિનેત્રી ઓને આ ફિલ્મની ઓફર કરી હતી.

પરંતુ તમામે ફિલ્મ કરવાની ના કહી દીધી હતી. છેવટે શાહરૂખ ખાન, કાજોલ, રાની મુખર્જી અને સલમાન ખાન આ ફિલ્મમાં જોવા મળ્યા. રીલીઝ થયા પછી ફિલ્મે ધડાધડ કમાણી કરી અને બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ. આ તમામ અભિનેત્રી ઓને રાની મુખર્જી વાળા રોલની ઓફર કરવામાં આવી હતી. આજની આ પોસ્ટમાં અમે તમને આ ૭ અભિનેત્રીઓ વિષે જણાવીશું જેમને ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ ને રીજેક્ટ કરી હતી.

રવિના ટંડન :-

મસ્ત મસ્ત ગર્લ રવિના ટંડનને આ ફિલ્મની ઓફર થઇ હતી, પરંતુ તેમણે ફિલ્મ કરવાની ના કહી દીધી હતી.

ઉર્મિલા માતોંડકર :-

રંગીલા ગર્લ ઊર્મિલા માતોંડકરે પણ આ ફિલ્મને રીજેક્ટ કરી દીધી હતી.

શિલ્પા શેટ્ટી :-

પોતાના ઠુમકાથી યુપી બિહાર લૂટવા વાળી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ ફિલ્મ કરવાની ના કહી દીધી હતી.

એશ્વર્યા રાય બચ્ચન :-

શરીર સોંદર્યની રાણી એશ્વર્યાએ પણ ફિલ્મની સ્ક્રીપ્ટ પસંદ ન આવી અને તેમણે ફિલ્મ કરવાની તરત ના કહી દીધી.

કરિશ્મા કપૂર :-

બોબો એટલે કરિશ્માને પણ ફિલ્મની ઓફર મળી હતી, પરંતુ તેમણે પણ આ ફિલ્મ કરવાની ના કહી દીધી હતી.

ટ્વિન્કલ ખન્ના :-

આ ફિલ્મની સ્ક્રીપ્ટ ટ્વિન્કલ ખન્નાને પણ પસંદ આવી ન હતી. તેમણે પણ ફિલ્મ રીજેક્ટ કરી દીધી હતી.

તબ્બુ :-

બીજી અભિનેત્રી ઓની જેમ તબ્બુએ પણ આ ફિલ્મમાં કામ કરવાની ના કહી દીધી હતી.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.