ઠંડીમાં ગરમાવો આપશે આ સૂંઠની લાડુડી, જાણો એને બનાવવાની એકદમ સરળ રીત.

0
1437

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે અલગ અલગ પ્રકારની કુકિંગ રેસિપી લઈને આવતા રહીએ છીએ. અને આજે અમે શિયાળામાં ખવાતી સુંઠની લાડુડી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. આ સુંઠની લાડુડીથી જો તમને શિયાળામાં કફ અને શરદીનો પ્રોબ્લેમ હોય તે નથી રહેતો. અને જે લોકો બહાર રહેતા હોય છે ત્યાં ખુબજ વધારે ઠંડી પડતી હોય, તો તે લોકો માટે આ રેસિપી ખુબ જ ઉપયોગી છે.

આ રેસીપીથી તમે ખુબ જ ઝડપથી સુંઠની લાડુડી બનાવી શકશો. તો ચાલો સુંઠની લાડુડી કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. અને જણાવી દઈએ કે, આ લાડુડી ખાલી સવારે નાસ્તાના સમયે ખાવાની છે.

જરૂરી સામગ્રી :

60 ગ્રામ સુંઠ પાઉડર,

75 ગ્રામ ગોળ (ક્રશ કરી નાખવો),

4 થી 5 નાની ચમચી ચોખ્ખું ધી,

1 નાની ચમચી હળદળ.

બનાવવાની રીત :

આ લાડુડી બનાવવા માટે સૌથી પહેલા એક નોન સ્ટિક કઢાઈમાં ચોખ્ખું ઘી ગરમ કરવાં મૂકી દો. જેવું ધી ગરમ થાય એટલે તેમાં સમારેલો ગોળ નાખી દો, અને ગેસને મીડીયમ રાખીને તેને હલાવતા રહો. ગોળ જયારે ધી સાથે સરસ રીતે મિક્ષ થઇ જાય ત્યારે તેમાં હળદળ મિક્ષ કરવાની છે. એને સારી રીતે મિક્ષ કર્યા બાદ ગેસ બંધ કરી દેવાનો છે. પછી તેમાં સુંઠ પાઉડર નાખી દેવો, અને બધું સરસ રીતે મિક્ષ કરી દેવાનું છે.

હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે. પછી જયારે તે થોડું ગરમ હોય ત્યારે હાથથી મિક્ષ કરી એની નાની લાડુડી બનાવી લેવાની છે. જો જરૂર લાગે તો તેમાં ધી નાખી શકો છો. એક જ વારમાં લાડુડી ખાઈ શકો એટલી સાઈઝની લાડુડી બનાવવાની છે. તો હવે તૈયાર છે તમારી સુંઠની લાડુડી. અને આ લાડુડીને એક ડબ્બા ભરીને 10 થી 15 દિવસ ઉપયોગમાં લઇ શકો છો.

આ રીતે સુંઠની લાડુડી તમે એકદમ સરળ રીતથી બનાવી શકો છો. અને આને થોડા દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. તેમજ આ લાડુડી ઠંડીમાં તમારા શરીરને જરૂરી ગરમી પૂરી પાડશે અને ઠંડીથી તમારું રક્ષણ કરશે. અને તમને બીમારીઓથી દુર રાખશે.

વીડિયો દ્વારા શીખવા માટે નીચેની વીડિયો જુઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.