સુંદરતામાં માં ને પણ ટક્કર આપે છે સુષ્મિતા સેનની દીકરી રિની, જુઓ દિલ ચોરી લેતા ફોટા.

0
278

સુષ્મિતા સેનની દીકરી રિની સુંદરતાની બાબતમાં માં થી પણ આગળ છે, ફોટા જોઈને દીવાના થઈ જશો. બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન ભલે હવે ફિલ્મી દુનિયાથી દુર છે, પરંતુ તે પોતાના અંગત જીવનને લઈને હંમેશા મીડિયાના સમાચારોમાં જળવાઈ રહે છે. 45 વર્ષીય સુષ્મિતાએ હજુ સુધી લગ્ન નથી કર્યા, પરંતુ તે બે દીકરીઓની માં જરૂર છે. સુષ્મિતા લગ્ન વગર માં બની છે. આમ તો તેણે તેની બંને દીકરીઓને દત્તક લીધી છે.

તેમાંથી તેની મોટી દીકરીનું નામ છે રીની, જયારે નાની દીકરીનું નામ છે અલીશા. સુષ્મિતાએ તેની મોટી દીકરીને વર્ષ 2000માં દત્તક લીધી હતી, જે હવે 19 વર્ષની થઇ ગઈ છે અને તેની માં સુષ્મિતાના રસ્તા ઉપર જ ચાલે છે. રીની તેની માં ને જ પોતાનો આદર્શ માને છે. તેથી આજે અમે આ લેખમાં રીની વિષે થોડી રસપ્રદ વાતો જણાવવાના છીએ.

સટ્ટાબાજીથી કરશે બોલીવુડ ડેબ્યુ : હાલમાં જ રીની તેનું બોલીવુડ ડેબ્યુ કર્યું છે, તે સટ્ટાબાજીથી તેના અભિનયની કારકિર્દીની શરુઆત કરવા જઈ રહી છે. તેણે સુષ્મિતાના જન્મ દિવસની ઉજવણી ઉપર તેની પહેલી ફિલ્મ સટ્ટાબાજીનું ટ્રેલર રીલીઝ કરીને તેની માં ને સૌથી સુંદર ગીફ્ટ આપી છે. આ ફિલ્મમાં તેના અભિનયની ઘણી પ્રસંશા કરવામાં આવી રહ્યો છે.

આ ફિલ્મમાં રીની સેને 19 વર્ષની દિયા નામની એક છોકરીનું પાત્ર ભજવ્યું છે. સાથે જ દિયાના પિતાનું પાત્ર રાહુલ વોહરા અને માં ના પાત્રમાં કોમલ છાબડીયા જોવા મળશે. ખાસ વાત એ છે કે રીની સેન આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું ડાયરેકશન કબીર ખુરાનાએ કર્યું છે.

ફિલ્મના ટ્રેલરમાં દિયા સ્મોક કરતી જોવા મળી રહી છે. આમ તો કોરોના લોકડાઉનને કારણે તે તેના માતા પિતા સાથે ફસાઈ ગઈ છે અને આખા કુટુંબને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બેકારીને કારણે જ દિયાના ઘરમાં હંમેશા ઝગડા થાય છે. તે ફિલ્મ આવતા મહીને એટલે કે ડીસેમ્બરમાં રીલીઝ થશે.

19 વર્ષીય રીની સેન દેખાવમાં તો ઘણી જ સુંદર અને ક્યુટ છે. તેણે હાલમાં જ તેનું ઈંસ્ટા એકાઉન્ટ પણ પબ્લિક કર્યું છે. રીની સેનની કાતિલ અદાઓ કોઈ પણ બોલીવુડ અભિનેત્રીથી પાછી પડે તેમ નથી. તેથી એ કહેવું ખોટું નહિ ગણાય કે રીનીએ બોલીવુડની ઉત્તમ કલાકાર બનવાની દિશામાં આગળ વધવા લાગી છે. સુષ્મિતા સેને એકલીએ જ તેની બંને દીકરીઓ રીની અને અલીશાનો ઉછેર કર્યો છે. તેથી અભિનેત્રી તેની બંને દીકરીઓને ખુબ પ્રેમ કરે છે અને હંમેશા તેની સાથે સોશિયલ સાઈટ્સ ઉપર તસ્વીરો શેર કરે છે, જેને પ્રસંશકો ખુબ પસંદ કરતા જોવા મળે છે.

સુષ્મિતા સેન આ દિવસોમાં રોહમન શોલને ડેટ કરી રહી છે. રોહમન ધંધાથી એક મોડલ છે અને હાલના દિવસોમાં સુષ્મિતા સાથે લીવ ઈનમાં રહે છે. બંને વચ્ચે ઉંમરનું અંતર ઘણું વધુ છે, પરંતુ પ્રેમમાં તેની જરાપણ અસર જોવા નથી મળતી અને બંનેની કેમેસ્ટ્રી પણ ઘણી સારી જોવા મળે છે. તેના લગ્નને લઈને ઘણી વખત અફવા ઉડતી રહે છે. પરંતુ સુષ્મિતા કે રોહમન તરફથી સત્તાવાર કોઈ માહિતી નથી આવી.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.