દુનિયાની આ જગ્યાઓ ઉપર ક્યારે પણ નથી ડૂબતો સુરજ, જાણો તેના વિષે.

0
258

જાણો દુનિયાની એવી જગ્યાઓ વિષે જ્યાં મહિનાઓ સુધી રહે છે દિવસ, એક જગ્યાએ તો છ મહિના સુધી સવાર રહે છે.

પ્રકૃતિનો નિયમ છે કે દિવસ પછી રાત અને રાત પછી દિવસ થાય છે. એ તો આપણે બધા જાણીએ છીએ. પણ કદાચ ઘણા ઓછા લોકોને એ વાતની ખબર હશે કે એવી ઘણી જગ્યા છે જ્યાં સૂર્ય અસ્ત નથી થતો. દુનિયામાં આ જગ્યા ઉપર સૂર્ય 70 દિવસથી વધુ દિવસ સુધી નથી ડૂબતો. હવે તમારા મગજમાં પ્રશ્ન ઉઠશે કે, એવું કેવી રીતે બની શકે છે કે સૂર્ય ડૂબે જ નહિ? તો ચાલો તમને તે જગ્યા વિષે જણાવીએ જ્યાં સૂર્ય અસ્ત નથી થતો એટલે રાત નથી થતી.

નોર્વે : નોર્વેને ‘મીડનાઈટ સન’ નામથી પણ ઓળખવામાં આવે છે. તે એક એવો દેશ છે જ્યાં મે મહિનાથી લઈને જુલાઈ મહિનાના અંત સુધી સૂર્ય અસ્ત નથી થતો. ત્યાં સતત 76 દિવસ સુધી દિવસ રહે છે અને રાત નથી થતી. અહિયાંના સ્વાલબાર્ડમાં પણ સૂર્ય 10 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી આથમતો નથી. જો તમે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અહિયાં જઈ શકો છો. અહીં તમે ક્યારેય રાત ન થવા વાળી જગ્યાનો આનંદ લઇ શકો છો અને તમારા કેમેરામાં સુંદર દ્રશ્યો કેદ કરી શકો છો.

કેનેડા : કેનેડાનું નુનાવુત શહેર ઘણું સુંદર છે. અહિયાંની વસ્તી આશરે ત્રણ હજાર છે. આ શહેરમાં માત્ર બે મહિના સૂર્ય અસ્ત નથી થતો. શીયાળાની ઋતુમાં અહિયાં દિવસ નથી થતો અને માત્ર રાત રહે છે.

આઈસલેંડ : યુરોપના સૌથી મોટા દ્વીપમાં સામેલ આઈસલેંડમાં જુનમાં ક્યારેય પણ સૂર્ય ડૂબતો નથી. અહિયાં 24 કલાક દિવસ રહે છે. ગ્રેટ બ્રિટેન પછી આઈસલેંડ યુરોપનો સૌથી મોટો દ્વીપ છે.

અલાસ્કા : અલાસ્કાના શહેર બૈરોમાં મે ના અંતથી જુલાઈના અંત સુધી સૂર્ય અસ્ત નથી થતો. ત્યાર પછી શિયાળામાં એટલે નવેમ્બરની શરુઆતમાં અહિયાં એક મહિના સુધી રાત રહે છે. આ સમયને પોલર નાઈટ્સ કહેવામાં આવે છે. તમે અહિયાં ઉનાળો અને શીયાળો બંને ઋતુમાં જઈ શકો છો.

ફીનલેંડ : આ દેશના મોટાભાગના વિસ્તારોમાં માત્ર 73 દિવસ સુધી સૂર્ય નીકળે છે. શીયાળાની ઋતુમાં અહિયાં અંધારું રહે છે એટલે ડીસેમ્બરથી જાન્યુઆરી વચ્ચે સૂર્ય નથી ઉગતો. આર્ટીકલ સર્કલમાં આવવા વાળી જગ્યાઓ ઉપર એવું બને છે.

સ્વીડન : સ્વીડનમાં મે થી ઓગસ્ટના અંત સુધી અડધી રાત્રે સૂર્ય અસ્ત થાય છે. ત્યાર પછી સવારે 4 વાગ્યે સૂર્ય ઉગી જાય છે. આ એક એવો દેશ છે જ્યાં છ મહિના સુધી સવાર રહે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.