શો ના પ્રોમોમાંથી ગાયબ સુમોના ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર શેયર કરી નોટ, લખી આ મોટી વાત.

0
107

શું કપિલ શર્મા શો ની નવી સિઝનમાં નહીં દેખાય ભૂરી, નવા પ્રોમોમાં નથી દેખાતી લોકોને હસાવવાવાળી સુમોના ચક્રવર્તી.

ધ કપિલ શર્મા શો જલ્દી જ પોતાની નવી સિઝન સાથે ટીવી પર પાછો આવવા જઈ રહ્યો છે. શો માં કપિલ, ક્રિષ્ના, કિકુ, ભારતી સિંહ, સુદેશ લહરી, ચંદન અને અર્ચના પૂરણ સિંહ દેખાવાના છે. થોડા સમય પહેલા જ શો નો પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે. જેમાં બચ્ચા યાદવની સાળી અને ચંદુની પ્રેમિકા ભૂરી એટલે કે સુમોના ચક્રવર્તી દેખાઈ નથી. પ્રોમોમાં સુમોનાના ન દેખાવાને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે શો માંથી બહાર જતી રહી છે.

એ પછી સુમોનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિચિત્ર નોટ શેર કરી છે. જેને વાંચીને બધા ચકિત થઈ ગયા.

કોઈ પણ વસ્તુને પૂર્ણ કરવા માટે જીવ લગાડી દેવો જોઈએ : આ નોટમાં સુમોનાએ લખ્યું કે, જો તમે તેને યોગ્ય તક નહીં આપો તો તમે ક્યારેય નહીં જાણી શકસો કે તમારા માટે કાંઈક છે, ભલે તે એક સબંધ હોય, એક નવું કામ હોય, એક નવું શહેર હોય કે એક નવો અનુભવ હોય. પોતાની જાતને સંપૂર્ણ રીતે તેમાં લગાવી દો. જો તે કામ ન કરે તો સમજવું કે કદાચ તે તમારા માટે હતું નહીં, અને તમે અફસોસ વિના ચાલ્યા જાવ, તે જાણતા હોવા છતાં કે તમે સંપૂર્ણ મહેનત તેમાં લગાવી દીધી હતી. આ એક ભયાનક અનુભવ છે.

સુમોનાએ આગળ લખ્યું, એ જાણતા હોવા છતાં કે તમારે હજુ કરવાનું હતું અને થઈ શકતું હતું. એટલા માટે તે તકને લેવાના સાહસને શોધો, પોતાનું આગળનું પગલું ભરવા માટે પ્રેરણા શોધો અને એક વખત એવું કર્યા પછી, પોતાનું મન તેમાં લગાવી દો અને પાછળ વાળીને ન જુઓ. સુમોના એ આ નોટ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

સુમોનાએ આપી હતી આ મુખ્ય જાણકારી : થોડા મહિના પહેલા સુમોનાએ ખુલાસો કર્યો હતો કે, તે હમણાં બેરોજગાર છે. અને કો-વિ-ડ 19 લોકડાઉનના કારણે માનસિક સ્વાસ્થ્ય સંકટમાંથી પસાર થવા વિષે વાત કરતાં સુમોનાએ જણાવ્યું હતું કે, તે વર્ષ 2011 થી એંડોમેટ્રીયોસિસનો સામનો કરી રહી છે. તેમણે જણાવ્યું કે, તે તેના ચોથા સ્ટેજ પર છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.