પરણિત પુરુષો માટેના સમર કેમ્પની ડિટેલ વાંચીને હસી હસીને બઠ્ઠા પડી જશો.

0
567

લગ્ન કર્યા પછી એવું જરૂરી નથી કે પત્નીઓ જ દરેક બાબતમાં એડજસ્ટ કરે. ઘણીવાર પતિદેવોએ પણ એડજસ્ટ કરવું પડે છે. પતિઓએ પણ ઘરના કામમાં પત્નીની મદદ કરવી પડે છે. લોકોની ફરિયાદ હોય છે કે આજકાલની છોકરીઓને ઘરના કામ બરાબર નથી આવડતા. આથી હવે છોકરીઓ લગ્ન પછી પતિ સામે એવી શરત રાખે છે કે, પતિએ ઘરના કામમાં પત્નીની મદદ કરવી પડશે. તો આ વાતોને ધ્યાનમાં રાખીને અમે પરણીત પુરુષો માટે ખાસ સમર કેમ્પની માહિતી લઈને આવ્યા છીએ, જેમાં પતિઓને ખાસ કરીને ઘરના કામો શીખવાડવામાં આવે છે.

ખુશખબર…. ખુશખબર…. ખુશખબર…. પરણીત પુરૂષો માટેનો 1 અઠવાડિયાનો સમર કેમ્પ.

લાસ્ટ બેચ : 03/06/2019 To 08/06/2019. આ સમર કેમ્પમાં પતિઓને નીચે જણાવેલી ખાસ વિદ્યા શીખવાડવામાં આવશે. જેના દ્વારા પતિ ઘરના કામમાં પારંગત થઈ શકશે, અને પત્ની સામે પોતાની સારી છાપ છોડી શકશે. તો આવો જાણીએ કે, આ સમર કેમ્પમાં શું શું શીખવાડવામાં આવશે?

પાઠ 1 :

ફ્રીઝમાં મુકવામાં આવતી બરફની ટ્રે કેવી રીતે ભરવી? તેમજ ફ્રીઝમાં પાછી મુક્તી વખતે પાણીની બોટલ કેમ ભરવી?

આ વિદ્યા સ્લાઈડ શો દ્વારા શીખવાડવામાં આવશે.

પાઠ 2 :

ધોવા વાળા અને ઈસ્ત્રી વાળા કપડાં જુદા પાડતા શીખવું.

આ વિદ્યા ચિત્રો દ્વારા શીખવાડવામાં આવશે.

પાઠ 3 :

ઘરમાં ક્યાંક મુકાઇ ગયેલી વસ્તુઓ કેવીરીતે શોધવી? કોઈ પણ જાતની બુમો પાડ્યા વિના સામાન શોધવાની રીતો.

આ વિદ્યા ક્લાસમાં પ્રેક્ટિકલ સાથે શીખવાડવામાં આવશે.

પાઠ 4 :

જિંદગી જીવતા શીખીએ. પત્ની અને માં ના વ્યવહારમાં મૂળભૂત અંતર જાણો.

આ ખાસ વિદ્યા અનુભવી દ્વારા વ્યાખ્યાન આપી શીખવાડવામાં આવશે.

પાઠ 5 :

પત્ની સાથે શોપિંગ પર જાવ ત્યારે કેવું વર્તન કરવું?

આ વિદ્યામાં તણાવ નિવારણ માટે ધ્યાન શીખવાડવામાં આવશે.

પાઠ 6 :

પત્ની તથા તેમના પિયરનાની જન્મ તારીખ અને અન્ય તારીખો યાદ રાખવાની સરળ રીતો.

આ વિદ્યા ડેમો સાથે શીખવાડવામાં આવશે.

પાઠ 7 :

પત્ની સાથે વિવાદમાં ઉતર્યા પછીની રીતો.

આ બાબતમાં હોસ્પિટલમાં ભરતી થયેલ પતિઓના અનુભવનું સીધું પ્રસારણ દેખાડી તમને શીખવાડવામાં આવશે.

ખાસ નોંધ : અમારી બીજી કોઈ શાખા નથી. અને સમર કેમ્પ દરમિયાન તમે પકડાઈ જાવ તો તેની કોઈ પણ જાતની જવાબદારી અમારી રહેશે નહીં. તેમજ દરેક તાલીમાર્થીઓના નામ ગુપ્ત રાખવામાં આવશે. અમે તમારી પ્રાઈવસીને સમજીએ છીએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.