સુમસામ રસ્તા પર લોકો પાસે લિફ્ટ માંગતી હતી સુંદર છોકરી, પછી કારમાં ઘૂસતા જ કરતી હતી આ કામ.

0
1219

નોયડા શહેર, રોડ ઉપર ટ્રાફિક વચ્ચે દોડી રહેલી ઘણી બધી ગાડીઓ પસાર થઇ રહી હોય છે. તે સમયે એક સુંદર છોકરી રસ્તા ઉપર કોઈ સુમસામ જગ્યા ઉપર એકલી ઉભી રહીને પ્રેમથી હાથ ઉંચો કરીને લીફ્ટ માંગે છે. છોકરીને જોતા જ એક કાર તરત બ્રેક મારે છે અને છોકરીની પાસે આવીને ઉભી રહી જાય છે. પછી છોકરી પ્રેમથી કાર ચલાવવા વાળા વ્યક્તિ પાસે લીફ્ટ માંગે છે.

વ્યક્તિ પણ પ્રેમથી તેને લીફ્ટ આપી દે છે. છોકરી કારની અંદર બેસે છે અને બન્ને નીકળી પડે છે. છોકરી થોડી વાર તો તે વ્યક્તિ સાથે વાતો કરે છે પરંતુ પછી એક વળાંક ઉપર અચાનક ગાડી રોકવા માટે કહે છે. કારમાં બેઠેલો વ્યક્તિ પણ છોકરીની વાત માની ગાડી રોકી દે છે.

છોકરી કારમાંથી બહાર નીકળે છે અને પછી પોલીસને પોતાની સાથે લઇ આવે છે. છોકરી પોલીસ સામે જ આરોપ લગાવે છે કે કારમાં બેઠેલા આ વ્યક્તિએ તેની સાથે બળાત્કાર કર્યો છે. તે સાંભળતા જ કાર ચાલક દંગ રહી જાય છે. ત્યાર પછી બ્લેકમેલિંગનો ખેલ શરુ થઇ જાય છે.

આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી પરંતુ એક સાચી ઘટના છે. નવાઈની વાત એ છે કે સાચી સ્ટોરીના વિલન નોઈડાના પોલીસવાળા છે. તેને તમે યુનિફોર્મ વાળા ગુંડા પણ કહી શકો છો. તેમની એક ટુકડી છે. જે છોકરીની મદદથી લોકોને મુર્ખ બનાવે છે અને પછી ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લે છે.

જયારે આ ગેંગને પકડવામાં આવી તો નોઈડાના બીજા પોલીસ કર્મચારી પણ પોતાના સાથી પોલીસવાળાનાં આ કારસ્તાન ઉપર શરમ અનુભવવા લાગ્યા. જરા વિચારો સામાન્ય જનતા મુશ્કેલીમાં હોય છે, તો પોલીસ પાસે જાય છે, પરંતુ શું થશે જયારે પોલીસવાળા પોતે જ લોકોને બ્લેકમેલ કરવા લાગે.

મળેલી માહિતી મુજબ સેક્ટર-૪૪ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, ૩ પોલીસ અને ૨ મહિલાઓ સહીત ૧૫ લોકોની એક ગેંગ છે. જે રસ્તે પસાર થતા લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. આ ગેંગની એક છોકરી અજાણ્યા લોકો પાસે પહેલા લીફ્ટ લેતી હતી અને પછી તેની ઉપર ખોટા બળાત્કારના આરોપ લગાવીને પોલીસ વાળા સાથે મળીને મોટી રકમ પડાવી લેતી હતી.

સમાધાનના નામ ઉપર આ લોકો પૈસા પડાવતા હતા. પકડાઈ ગયેલી આ ગેંગ પાસે પોલીસને લાંચના ૫૦ હજાર રૂપિયા અને એક હોન્ડા સીટી કાર મળી છે. યુનિફોર્મ વાળી આ ગેંગનો ખેલ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો, તે અત્યાર સુધીમાં ૧૫થી વધુ લોકોને આવી રીતે પોતાની જાળમાં ફ્સાવી ચુક્યા હતા. આમ તો તેની પોલ ત્યારે ખુલ્લી પડી જયારે તે લોકો તેમની જાળમાં ફસાયેલા એક યુવક પાસે એક લાખ રૂપિયા વસુલ કરવાની તૈયારીમાં હતા.

એ સમયે તે યુવકે સીધી એસએસપીને આ જાણકારી આપી દીધી. પછી જયારે આ આખી ઘટનાની તપાસ કરવામાં આવી તો તે યુનિફોર્મ વાળી ગેંગની પોલ ખુલ્લી પડી ગઈ. તેમાં પકડાયેલા લોકોના નામ ક્રમશઃ સેક્ટર-૪૪ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નિરીક્ષક સુનીલ શર્મા, જમાદાર મનોજ કુમાર, અજયવીર સિંહ, દેવેન્દ્ર કુમાર, પીસીઆર ડ્રાઈવર વિપિન સિંહ, ઉર્વેશ કુમાર, રાજેશ ઉપરાંત સલીલ, સતીશ, હરીઓમ શર્મા, સુરેશ કુમાર, દેશરાજ, વિનીતા પત્ની સતીશ અને પૂજા છે.

આમ તો તમારી પાસે પણ કોઈ સુંદર અજાણી છોકરી લીફ્ટ માંગે તો થોડા સંભાળીને રહેશો. ક્યાંક તમે પણ મુશ્કેલીમાં ન પડી જાવ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.