દીકરીના ભવિષ્ય માટે સુકન્યા યોજના કે પીપીએફ શું સારું? નિષ્ણાંત પાસે જાણો ક્યાં કરવું રોકાણ?

0
121

પોતાની દીકરીનું ભવિષ્ય ઉજ્વળ બનાવવા રોકાણ કરવું છે તો જાણો તમારા માટે કઈ યોજના સારી રહેશે?

દીકરીના ભવિષ્ય માટે બચત યોજનાઓમાં સુકન્યા સમૃદ્ધી યોજના (SSY) ની ઘણી ચર્ચા થાય છે, પણ ઘણા ઓછા લોકો જાણે છે કે પીપીએફમાં પણ રોકાણ કરીને દીકરીના ભવિષ્ય માટે સારું ફંડ પ્રાપ્ત કરી શકાય છે. સુકન્યા સમૃદ્ધી યોજના (SSY) અને પબ્લિક પ્રોવીડંડ ફંડ (PPF) લોંગ ટર્મની બચતની ગણતરીમાં ઘણી લોકપ્રિય યોજનાઓ છે. બંને યોજનાઓની તેમની રીતે અલગ અલગ વિશેષતાઓ છે. આવો નિષ્ણાંત પાસે જાણીએ કે કઈ યોજનામાં રોકાણ કરવું સારું છે?

શું છે સુકન્યા સમૃદ્ધી યોજના?

સુકન્યા સમૃદ્ધી યોજના (એસએસવાય) દીકરીઓ માટે કેન્દ્ર સરકારની એક નાની બચત યોજના છે જેને પીએમ મોદીએ દીકરી બચાવો-દીકરી ભણાવો સ્કીમ હેઠળ લોન્ચ કરી હતી. નાની બચત યોજના સ્કીમમાં સુકન્યા સમૃદ્ધી યોજના સારી વ્યાજ દર વાળી યોજના છે. સુકન્યા સમૃદ્ધી યોજના હેઠળ કોઈ પણ પોસ્ટ ઓફીસ કે બેંકની અધિકૃત શાખામાં એકાઉન્ટ ખોલાવી શકાય છે.

શું છે પીપીએફ?

સાર્વજનિક ભવિષ્ય નિધિ (PPF – public provident fund) ખાતું ભારત સરકાર દ્વારા સમર્થિત લોકપ્રિય લોંગ ટર્મ રોકાણનો વિકલ્પ છે, જે આકર્ષક વ્યાજ દર અને કર માંથી સંપૂર્ણ રીતે છૂટ પ્રાપ્ત રીટર્ન સાથે રોકાણની સુરક્ષા પૂરી પાડે છે. તેમાં રોકાણકાર એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું 500 રૂપિયા અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા રોકાણ કરી શકે છે.

સુકન્યા સમૃદ્ધી યોજના માત્ર કોઈ છોકરીઓના નામથી ખોલાવી શકાય છે, જયારે પીપીએફ એકાઉન્ટ કોઈના પણ નામથી ખોલાવી શકાય છે. આ બંનેમાં એક ચોક્કસ સમયગાળામાં ગેરંટેડ ટેક્સ ફ્રી રીટર્ન મળે છે. હાલમાં સુકન્યા યોજનામાં 7.6 ટકા વાર્ષિક અને પીપીએફ બચત ઉપર 7.1 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. એટલે સુકન્યામાં વ્યાજ દર અડધો તકો વધુ છે. ધ્યાન રાખશો કે સરકાર આ બધાના વ્યાજ દરોની દર ત્રણ મહીને સમીક્ષા કરે છે.

સુકન્યા યોજના 21 વર્ષમાં પૂરી થઇ જાય છે અને તે અનિવાર્ય રીતે બંધ કરવાની હોય છે. જોકે રોકાણ 15 વર્ષ સુધી જ હોય છે. બીજી તરફ પીપીએફમાં પણ રોકાણ 15 વર્ષ સુધી થાય છે, પણ તમે જ્યાં સુધી ધારો ત્યાં સુધી પૈસા જમા કરાવતા રહી શકો છો. કેમ કે તેને પાંચ પાંચ વર્ષના બ્લોકમાં આગળ વધારી શકાય છે.

જો તમે દીકરીઓના લગ્ન કે હાયર એજ્યુકેશન માટે પૈસા જમા કરવા માંગો છો તો તે બંને યોજનાઓ સારી છે. પણ તમે દીકરીઓ માટે આગળ પણ પૈસા જમા કરાવવા માંગો છો તો પીપીએફ યોજના સારી છે. કોઈ પીપીએફ યોજનામાં એક વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે, જયારે સુકન્યામાં ઓછામાં ઓછી રકમ 250 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. બંનેમાં આ બચત આવક વિભાગની કલમ 80 સી હેઠળ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. પીપીએફ બચત ઉપર તમે લોન પણ મેળવી શકો છો, પણ સુકન્યામાં આવી સુવિધા નથી.

કેટલાક જાણકાર કહે છે કે, સૌથી સારો વિકલ્પ એ હોઈ શકે છે કે દીકરીઓ માટે એક સુકન્યા અને પીપીએફ યોજના બંને ખોલાવીને તેમાં પૈસાની બચત કરો. જ્યાં સુધી સુકન્યા યોજનામાં સારું વ્યાજ મળે છે તેમાં વધુ રકમ બચત કરો અને થોડી રકમ પીપીએફ એકાઉન્ટમાં જમા કરો. પણ દીકરીઓની ઉંમર 21 વર્ષ થઇ જાય ત્યારે સુકન્યા યોજના બંધ થઇ જાય છે. તો તે ગણતરીમાં બચત પીપીએફ યોજનામાં કરો. જો તમારી દીકરી કમાવા લાગી છે તો તે પોતે પણ 21 વર્ષની ઉંમર પછી આ પીપીએફ યોજનામાં પૈસા જમા કરાવી સારુ ફંડ તૈયાર કરી શકે છે.

રોકાણની બાબતોમાં નિષ્ણાંત બલવંત જૈન કહે છે કે, પીપીએફની સરખામણીમાં સુકન્યા સમૃદ્ધી યોજનામાં પૈસા રોકવા સારું છે. એક તો તેમાં વ્યાજ વધુ છે અને બીજું તેમાં તમને 15 વર્ષ પછી ઓછામાં ઓછી રકમ જમા કરાવવાની જરૂર નહિ રહે અને તમારું એકાઉન્ટ ચાલતું રહેશે, તેની ઉપર વ્યાજ મળતું રહે છે.

પીપીએફ એકાઉન્ટ 15 વર્ષ પછી ચાલુ રાખવા માટે તમારે તેને એક્સ્ટેંડ કરાવવાનું રહેશે અને દર વર્ષે ઓછામાં ઓછી રકમ જમા કરવાની રહેશે. તે ઉપરાંત સુકન્યા સમૃદ્ધી યોજનામાં કોઈ વ્યક્તિ બે દીકરીના નામે એક વર્ષમાં 3 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે, જયારે પીપીએફમાં કોઈ વ્યક્તિ કોઈ પણ સ્થિતિમાં 1.5 લાખ રૂપિયાથી વધુ જમા નથી કરી શકતા. અહિયાં એ વાત ધ્યાનમાં રાખવાની છે કે, તમે સુકન્યામાં 3 લાખ રૂપિયા સુધી જમા તો કરી શકો છો, પણ તમને 80 સી હેઠળ ટેક્સ માંથી રાહત 1.5 લાખ રૂપિયાની રકમ ઉપર જ મળશે.

પીપીએફને તમે પાંચ વર્ષ પછી ક્યારેય પણ સમય પહેલા બંધ પણ કરાવી શકો છો, જયારે સુકન્યાને 21 વર્ષ પહેલા દીકરીની ઉંમરના 18 વર્ષ થયા પછી કે તેના હાઈસ્કુલ પાસ થઇ ગયા પછી જ બંધ કરાવી શકાય છે. તે સમય પછી તમે ધારો તો મેચ્યોરીટીની રકમના 50 ટકા ભાગ કાઢી પણ શકો છો.

સુકન્યા યોજનાનો પરિપક્વતા સમયગાળો 21 વર્ષનો હોય છે, જયારે પીપીએફનો 15 વર્ષ. સુકન્યા યોજના વાલી દ્વારા છોકરીના નામે ખોલી શકાય છે. તે છોકરીની ઉંમર વધુમાં વધુ 10 વર્ષ થાય ત્યાં સુધી જ ખોલી શકાય છે. પીપીએફ 18 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ ખોલી શકે છે, તેના નામથી કે તેમના બાળકના નામથી.

આ બંનેમાં ટેક્સની બચત Exempt-Exempt-Exempt આધાર ઉપર થાય છે. એટલે ખાતામાં જમા રકમ, મેળવેલ વ્યાજ તો ટેક્સ ફ્રી હોય જ છે, છેલ્લે મળતી રકમ એટલે કે મેચ્યોરીટી રકમ પણ ટેક્સ ફ્રી હોય છે. તે કર બચત આવક વિભાગની કલમ 80 સી હેઠળ 1.5 લાખ રૂપિયાની વાર્ષિક મર્યાદામાં જ હોય છે. પીપીએફમાં કોઈને નોમીની બનાવી શકાય છે, પણ સુકન્યામાં નહિ.

કેટલો હોય છે મેચ્યોરીટીનો તફાવત?

વ્યાજ દરોમાં અંતર હોવાથી બંને યોજનાઓમાં પરિપક્વતા ઉપર મળતી રકમમાં ફરક થઇ જાય છે. તે એક ઉદાહરણથી સમજીએ. આકાશ અને વિમલ બંનેને દીકરીઓ છે. આકાશે દીકરીના જન્મના પહેલા વર્ષમાં સુકન્યામાં ખાતુ ખોલાવી દીધું, જયારે વિમલે એક પીપીએફ એકાઉન્ટ ખોલાવ્યું.

બંને તેમાં દર વર્ષે 12 હજાર રૂપિયા જમા કરે છે. સુકન્યામાં વ્યાજ 7.6 ટકા મળે છે, જયારે પીપીએફ 7.1 ટકા. એ માની લો કે વ્યાજ પુરા 21 વર્ષ સુધી એક સરખું છે (જોકે એવું બને નહિ, દર ત્રિમાસિકમાં વ્યાજ દરની સમીક્ષા થાય છે) તો 21 વર્ષ પછી આકાશની દીકરીના નામે સુકન્યામાં જમા કુલ રકમ મેચ્યોરીટી રકમ થઇ જશે 5.27 રૂપિયા, જયારે વિમલની દીકરીના નામે ખુલેલ પીપીએફમાં રકમ થશે 5.83 લાખ રૂપિયા.

પણ ધ્યાન રાખવાની વાત એ છે કે, આકાશે માત્ર 1,80,000 ની રકમ જમા કરી છે અને 15 વર્ષ પછી તેને કોઈ પ્રકારના રોકાણની જરૂર ન હતી, છતાં પણ વ્યાજ મળતું રહ્યું. બીજી તરફ વિમલને 21 વર્ષમાં કુલ 2,52,000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું. તો આપણે કહી શકીએ છીએ કે લોંગ ટર્મમાં દીકરીઓના ભવિષ્ય માટે રોકાણ કરવાની ગણતરીએ સુકન્યા સમૃદ્ધી યોજના એક સારી યોજના છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.