એક એવી સરકારી યોજના જેમાં મળશે દીકરીને ૧૮ વર્ષે ૪૦ લાખ રૂપિયા, આજે જ જાણો એની વિગતો…

0
41981

આપણા દેશની સરકાર દીકરીઓ માટે ‘બેટી બચાવો, બેટી પધાઓ’ અભિયાન ચાલવી રહી છે. કારણ કે આપણા દેશના ઘણા વિસ્તારોમાં દીકરીઓને મહત્વ આપવામાં નથી આવતું. દિકરી સાપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે ‘સુકન્યા સમૃધ્ધિ યોજના’ અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં સુરતના ૭૫ જેટલા પરિવારોએ ખાતા ખોલાવ્યા છે. અને અન્ય દીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિષે માહિતગાર કરી રહ્યાં છે.

આજે અમે તમને એના વિષે થોડી માહિતી આપીશું. તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે. આખા ભારતની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખુબ ઉપયોગી સાબિત થાય તેમ છે. તમારા શહેરની પોસ્ટ ઓફિસોમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવવા અને યોજનાની જાણકારી મેળવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સુરત શહેરની ફક્ત નાનપુરા પોસ્ટ ઓફીસમાં જ અત્યાર સુધી આ યોજના હેઠળ 75 જેટલા ખાતા ખુલી ચુક્યા છે.

એક હજાર રૂપિયાથી ખુલે છે આ ખાતું :

બાળકીના માતા-પિતા કે ગાર્ડિયન એના માટે ”સુકન્યા સમૃધ્ધિ યોજના” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003 ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને એના માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100 ના ગુણાંકમાં વધુમાં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે.

દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે ૧૮ વર્ષની ઉંમર થાય ત્યારે રકમ ઉપાડી શકાય :

આ સુકન્યા સમૃધ્ધિ યોજના વર્ષ 2014-2015 માટે  9.1 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યું હતું. જે દરેક વર્ષે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર બદલાતું રહેશે. કન્યાઓના ભણતર અને તેમના લગ્ન સરળતાથી થઇ શકે તે માટે, આ યોજના અંતર્ગત ખાતું ખોલાવ્યા બાદ 14 વર્ષ સુધી રૂપિયા ભરવા પડે છે. ત્યારબાદ આ ખાતું પાકતી મુદ્દતનું થાય છે. આ યોજનાની ખાસિયત એ છે કે કન્યાની ઉંમર 18 વર્ષની થાય તે પછી ઉચ્ચ શિક્ષણ માટે જમા થયેલી રકમ માંથી 50 ટકા રકમ ઉપાડી શકાશે.

આ રકમમાં ઈન્કમટેક્સમાંથી પણ મળશે બાદ :

તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃધ્ધિ યોજના મુજબ દરેક દીકરીનું પોસ્ટ ઓફિસમાં ખાતુ ખુલી શકે છે. દીકરીની ઉમર અગાઉ જો 18 વર્ષ થયા બાદ લગ્ન થઇ જાય તો ખાતું બંધ થઇ જશે. વળી આ સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખોલાવવામાં આવેલું ખાતું નોકરીયાત અને ધંધાર્થીઓ માટે પણ ફાયદાકારક છે. કારણ કે, સરકારે આ ખાતામાં જમા કરાવવામાં આવનારી યોજનાને ટેક્સમાંથી મુક્તિ આપી છે. એટલે કે, આ યોજના હેઠળ કરેલ રોકાણ ઇન્કમટેક્ષની 80C માં બાદ મળશે એ ખુબ સારી બાબત છે. જે મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

દીકરી લાગશે તુલસીનો ક્યારો :

આ યોજના ઘણી સારી યોજના છે. સુકન્યા સમૃધ્ધિ યોજના કેન્દ્ર સરકારે લોન્ચ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં રહેતા ચંપક પટેલને પણ એક દીકરી છે જેનું તેમણે આ યોજનમાં ખાતુ ખોલાવ્યું છે. ચંપકભાઈ આ યોજનાથી એટલા તો પ્રભાવિત થયા છે કે, તે પોતાની આસપાસમાં રહેતા અને દીકરીઓ વાળા પરિવારને પણ ખાતા ખોલાવવા માટે સમજાવશે તેવું તેમણે જણાવ્યું હતું. આ યોજના દ્વારા દીકરી સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો લાગશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. વધુ માહિતી માટે પોસ્ટ ઓફીસની મુલાકાત લઈ એમની મદદ મેળવી શકો છો.

વધુ માહિતી માટે અહી આપેલો વિડીયો જુઓ…. (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)