સ્યુસાઈડ નોટ લઈને ટ્રેનની આગળ કૂદી મહિલા, છતાં પણ ઉપરવાળાએ ના ખોલ્યો મૃત્યુનો દરવાજો

0
511

તમે એ કહેવત તો જરૂર સાંભળી હશે કે, ‘જાકો રાખે સાઈયા માર સકે ના કોઈ’, એના ઘણા ઉદાહરણો વિષે તમે જોયું અને સાંભળ્યું હશે. આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે, એક દિવસ ઉપરવાળા પાસે બધાએ જવાનું છે. ઘણી વાર લોકોને ઉપરવાળા પાસે જવાની એટલી જલ્દી હોય છે કે, તે શોર્ટકટ અપનાવવાનું શરૂ કરે છે.

એવું જ એક ઉદાહરણ આ દિવસોમાં અલીગઢથી સામે આવ્યું. શુક્રવારે અલીગઢ જંકશનના પ્લેટફોર્મ 3/4 પર આત્મહત્યાના હેતુથી આમ્રપાલી એક્સપ્રેસ (ડાઉન) ની આગળ કુદેલી મહિલા સાથે ઉપરવાળી કહેવત સાચી સાબિત થઈ. ટ્રેનની આગળ કુદેલી મહિલા પાટાની વચમાં આવી ગઈ. એની ઉપરથી ટ્રેનના એન્જીન સહીત 10 ડબ્બા પસાર થઈ ગયા છતાં પણ તેનો જીવ બચી ગયો.

જો કે એના માથા, પગ અને હાથમાં ઇજા થઈ છે. ઓપરેટિંગ ટીમે ગાડીને તાત્કાલિક અટકાવી અને જીઆરપી-આરપીએફે એને જેએન મેડિકલ કોલેજમાં દાખલ કરાવી હતી. મહિલા હાથરસ કોતવાલી ક્ષેત્રની રહેવા વાળી છે. એની પાસે એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં પ્રેમ પ્રસંગની સ્ટોરી લખી છે.

જીઆરપી ઇન્સ્પેકટર યશપાલ સિંહ અનુસાર, રાત્રે લગભગ 8 વાગ્યે આમ્રપાલી એક્સપ્રેસ (15708) જેવી પ્લેટફોર્મ 3/4 પર પહોંચી, એક મહિલાએ તેની આગળ કૂદકો મારી દીધો. યાત્રીઓએ બૂમો પાડતા સ્ટેશન માસ્ટર ધરેંદ્ર પ્રતાપે ટ્રેન રોકાવી, પણ ત્યાં સુધી એન્જીન સહીત 10 ડબ્બા એની ઉપરથી પસાર થઈ ગયા હતા. મહિલાને ટ્રેનની નીચેથી કાઢીને જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવી. ત્યાંથી ડોક્ટરોએ એને જેએન મેડિકલ કોલેજ રેફર કરવામાં આવી.

મહિલા પાસેથી એક સુસાઈડ નોટ મળી, જેમાં એના ભાઈનો નંબર લખવામાં આવ્યો હતો. સંપર્ક કરવા પર ખબર પડી કે મહિલાના લગ્ન અલીગઢમાં થયા હતા. લગ્નના થોડા સમય પછી જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. એ પછી તે ખુર્જામાં રહેતા પોતાના જીજાને ત્યાં રહેવા લાગી. પછી અલીગઢના સાસની ગેટ પાસે આવેલી એક હોસ્પિટલમાં નોકરી કરવા લાગી. પછી એણે ત્યાંથી નોકરી છોડી દીધી.

વર્તમાનમાં તેણીએ ગાઝિયાબાદના કોઈ વિસ્તારમાં ભાડે રૂમ લીધી હતી. મહિલા પાસેથી મળેલી સુસાઈડ નોટમાં પ્રેમ પ્રસંગનો પણ ઉલ્લેખ છે. આ મામલાની તપાસ અને મહિલાનો ઉપચાર શરૂ છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.