સુહાસિની મુલેની લવ સ્ટોરી : 60 ની ઉંમરમાં મળ્યો સાચો પ્રેમ તો કરી લીધા લગ્ન, ફેસબુક પર થઇ હતી મિત્રતા

0
375

60 ની ઉંમરે કર્યા લગ્ન, 4 વર્ષ પછી કર્યો લગ્નનો ખુલાસો, વાંચો સુહાસિની મુલેની લવ સ્ટોરી વિષેની અજાણી વાતો. સોશિયલ મીડિયા ઉપર અભિનેત્રી સુહાસિની મુલેની ત્યારે ઘણી ચર્ચા થઇ હતી, જયારે તેણે 60 વર્ષની ઉંમરમાં લગ્ન કરવાની જાહેરાત કરી હતી. સુહાસિની પોતે પણ ચકિત હતા કે કેવી રીતે અચાનક તેના લગ્ન ચર્ચાનો વિષય બની ગયો, કેમ કે તેમનું માનવું હતું કે પ્રેમ અને લગ્નની કોઈ ઉંમર નથી હોતી. તે એક વાત ઉપર વિશ્વાસ કરે છે કે જયારે જેને સાચો પ્રેમ મળે તેણે લગ્ન કરી લેવા જોઈએ.

મોટાભાગના લોકોની ઉંમર સાથે પ્રેમ કે લગ્ન કરવાના ઈરાદા નબળા પડી જાય છે, પરંતુ સુહાસિની એવી વ્યક્તિ છે જેમણે 60 વર્ષની ઉંમરમાં પહેલી વખત પ્રેમ થયો. ટીવી સીરીયલ અને ફિલ્મોમાં તેના સિદ્ધાંતો ઉપર કામ કરી એક અલગ છાપ ઉભી કરવા વાળી 70 વર્ષની મરાઠી અભિનેત્રી સુહાસિની મુલેએ 60 વર્ષની ઉંમરમાં ફેસબુક ઉપર તેને પ્રેમ મળ્યો અને પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. તો આવો તમને અભિનેત્રીની લવ સ્ટોરી વિષે જણાવીએ.

લગ્નના ચાર વર્ષ પછી ખોલ્યુ રહસ્ય : અભિનેત્રી સુહાસિની મુલે 60 વર્ષની ઉંમરમાં લગ્ન કરી ચુકી હતી, પરંતુ તેના લગ્નનો ખુલાસો તેમણે લગ્નના ચાર વર્ષ પછી કર્યો હતો. ‘ડીએનએ’ ને આપેલા ઈન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલા ભૌતીક વિજ્ઞાનના નિષ્ણાંત પ્રોફેસર અતુલ ગુર્તુ સાથે લગ્ન કરી ચુકી છે. એક બીજા મીડિયાના આપેલા ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું હતું કે, હું ચકિત છું કે મારા લગ્ન અચાનકથ જ આટલા વર્ષો પછી ચર્ચામાં કેવી રીતે આવી ગયા? મારા લગ્ન એટલો મોટો મુદ્દો નથી કે લોકો તેની ચર્ચા કરે કે મને એક ‘ફિમીનીજ્મ આઈકોન’ જેવી બનાવી દે. તે કહે છે કે તમે તમારા સપના, જોશને પુરા કરવા માટે ક્યારેય ઘરડા થતા નથી, ત્યાં સુધી કે લગ્ન કરવા માટે પણ. તમારા ‘બેટર હાફ’ શોધવા માટે કોઈ યોગ્ય સમય કે ઉંમર નથી હોતી.

સપના ક્યારેય એક્સપાયર નથી થતા : સુહાસિની મુલેએ સાબિત કરી દીધું કે સપનાની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. તે 2011માં 60 વર્ષની ઉંમરમાં ભૌતીક વિજ્ઞાનના નિષ્ણાંત પ્રોફેસર અતુલ ગુર્તુ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચુકી હતી, જેમ કે બંનેમાં ન માત્ર ઉંમર પરંતુ ધંધાનો પણ જમીન આકાશનું અંતર હતું. તેમ છતાં તેમના મન અને વિચાર એક જેવા હતા અને તે તેમનું જીવન એક બીજા સાથે જોતા હતા. આમ તો તે ઓછા આશ્ચર્યની વાત નથી કે ઇન્ડીયન સોસાયટીએ તેના રીલેશનને ઘણી સહજતાથી સ્વીકાર કરી લીધી, કેમ કે ઇન્ડીયન સોસાયટીમાં સામાન્ય રીતે આવા લગ્ન કે રિલેશનશીપ ઉપર ઘણી કમેન્ટ થાય છે.

પોતાની પ્રાથમિકતાને આપ્યું મહત્વ : મીડિયા અહેવાલ મુજબ, 1990ના દશકમાં સુહાસિની લીવ-ઇન રીલેશનશીપમાં હતી, પરંતુ તે રીલેશન સારી ન ચાલી શકી. તેના પૂર્વ પ્રેમીથી અલગ થયા પછી સુહાસિની લગભગ બે દશક એકલી જ રહી હતી. સુહાસિની એક સફળ કલાકાર તો હતી જ તે એક ડોકયુમેન્ટરી મેકર પણ છે. તેથી તેની પાસે કરવાના ઘણા કામ હતા અને કોઈ સંબંધો વિષે વિચારવા માટે સમય ન હતો. એક ઈન્ટરવ્યુંમાં તેણે પોતે જ કહ્યું હતું કે, ‘એવું નથી કે મને ઘરેથી લગ્ન માટે દબાણ ન હતું, પરંતુ હું લગ્ન કરવા માગતી ન હતી. મારી પાસે બીજી પ્રાથમિકતાઓ હતી, મારી સામે મારો કારકિર્દી, મારું કામ હતું જેને હું છોડવા માગતી ન હતી.

દુનિયા માટે સુહાસિની મુલે એક એવી અભિનેત્રી છે, જેણે તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની ખામી નથી રહી. તે તેના દરેક કામને તેની રીતે જ કરતી આવી છે. ફિલ્મ ‘હું-તુ-તુ (1999)માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો. ફિલ્મ દિલ ચાહતા હૈ’ અને પછી ‘જોધા અકબર’ જેવી ફિલ્મોમાં તેમણે તેના અભિનયની છાપ છોડી અને આજે પણ લોકોના દિલમાં છવાયેલી છે. તે એકલી એવી અભિનેત્રી છે, જેમણે તેના જીવનને તેની રીતે એન્જોય કર્યું છે. આમ તો એક સાથી માટે તેની લાલસા મનના ઊંડાણમાં દબાઈ ગઈ હતી.

ફેસબુક ચેટીંગથી બન્યા આવા કનેક્શન : અભિનેત્રીના જીવનમાં સુખનો વળાંક ત્યારે આવ્યો, જયારે તેના એક સાથીએ તેને ફેસબુક એકાઉન્ટ બનાવવા માટે પ્રેરીત કર્યા. સુહાસિનીના જીવનનો ટર્નીંગ પોઈન્ટ’ એ રહ્યો કે જેમ તેણે ફેસબુક ઉપર ‘સાઈન-અપ ‘ કર્યું તેના જીવનમાં પણ તેના ‘બેટર હાફ’ ની એન્ટ્રીનું ‘લોગ-ઈન’ થઇ ગયું. ફેસબુક ઉપર સુહાસિની વહેલી તકે જ તેના ભાવી પતિ અતુલ સાથે મળી અને ઓનલાઈન જ વાતચીત શરુ થઇ ગઈ અને તેની ઉંમરની પરવા કર્યા વગર તે તેના વિચાર એક બીજા સાથે શેર કરવા લાગ્યા.

વાતચીત કરતા કરતા જ એક દિવસ જયારે અતુલે લખ્યું કે, ‘સંબંધ બાંધવા પડે છે, તે આકાશ માંથી નથી પડતા.’ એ શબ્દોએ સુહાસિનીને પણ ઘણી પ્રભાવિત કરી અને તેની પસંદ વિષે તે ગંભીર થઇ ગઈ, પરંતુ જે વાતે તેનો આત્મવિશ્વાસ ઘણો વધારી દીધી હતો તે વાક્ય હતું, જે અતુલે તેની પહેલી પત્ની ઉપર લખ્યું હતું, જેનું 6 વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ થઇ ગયું હતું. તેમણે લખ્યું હતું કે તેની પત્નીએ તે તમામ વસ્તુ કરી, જે તે મરતા પહેલા હંમેશા ઇચ્છતી હતી અને તેને ખુશ રાખવા માટે તે ઘણો જ આશાવાદી રીતે તેની બીમારી સામે લડ્યા. તે શબ્દએ સુહાસિનીનું ધ્યાન આકર્ષિત કર્યું અને તેના મનને સ્પર્શી ગયું.

અતુલે સુહાસિનીના પેરેંટસને આવી રીતે મનાવ્યા : સુહાસિનીએ ન માત્ર એ સાબિત કર્યું કે તે લગ્ન ગઢપણ સાથે જોડાયેલી કોઈ બાબત ઉપર છે, પરંતુ મક્કમ સંકલ્પ અને ઈચ્છા શક્તિનું એક ઉદાહરણ પણ છે. તેમણે લોકોની વાતોને ધ્યાન બહાર કરી અને તેના નિર્ણય ઉપર મક્કમ રહી. એક ઈન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે, ‘જયારે અમે પંડીતને જણાવ્યું કે અમે પરણિત વર-વહુ છીએ, તો તે ચકિત રહી ગયા અને કહ્યું કે, તમે બંને. ઘણું સારું, ઘણું સારું. સુહાસિનીએ જણાવ્યું હતું કે, અતુલે તેની માં ના કહેવાથી સુહાસિનીના માતા પિતાને મનાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

અતુલે કહ્યું હતું કે, ‘હું એકલો રહી શકું છું અને સુહાસિની પણ ચોક્કસ એકલી રહી શકે છે, પરંતુ જો અમારી પાસે ખુશીની તક છે, તો કેમ ન અમે ખુશ રહીએ? ત્યાર પછી સુહાસિનીના ઘર વાળા પણ આ લગ્ન માટે રાજી થઇ ગયા. સુહાસિનીના આ પહેલા લગ્ન હતા અને તેના પતિ અતુલના બીજા. તેમણે પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ આ વખતે કપલે આર્ય સમાજ વિધિથી લગ્ન કર્યા અને મુંબઈમાં વસી ગયા.

આ કપલે એ સાબિત કરી દીધું કે પ્રેમમાં ઉંમર માત્ર એક આંકડો છે અને તે કોઈ મહત્વ નથી ધરાવતી. બસ તે એક આંકડાથી વધુ કાંઈ નથી. આપણે આ કપલના સુખદ જીવનની કામના કરીએ છીએ. તો અમારી આ સ્ટોરી કેવી લાગી? અમને જરૂર જણાવો અને મારા માટે કોઈ સૂચન હોય તો તે પણ જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.