CNG પંપ ખોલવા માટે હવે સરકાર આપશે સબસીડી, જાણો કઈ રીતે આ સહાય મેળવવી

0
3070

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે એક બિઝનેસની માહિતી લઈને આવ્યા છીએ. આજે અમે તમને CNG પંપ ખોલવા માટે અને બીજા અન્ય બિઝનેસ માટે એક જાણીતી કંપની દ્વારા મળતી તક વિષે જણાવીશું. માટે જો તમે પણ નવો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ માહિતી તમને એમાં મદદ કરી શકે છે. અને આ કંપની તમને એના માટે સબસીડી અને લોનની સુવિધા પણ કરાવી આપશે. આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

નેક્સજેન એનર્જિયા લિમિટેડ (Nexgen Energia Limited) ભારતમાં એક સરળ યોજના લઈને આવી છે. જો તમે દર મહિને લાખો રૂપિયા કમાવવા માંગો છો, તો તમે આ કંપની સાથે જોડાય શકો છો. આ કંપની CNG પંપ ખોલવા માટે તક લઈને આવી છે. એની સાથે જ આ કંપની ઇલેક્ટ્રિક વાહન માટેના ચાર્જિંગ સ્ટેશન તેમજ CNG ગેસ ઉત્પાદનનો ઉદ્યોગ શરુ કરવા માટેની તક પણ લઈને આવી છે.

કોણપણ વ્યક્તિ ખોલી શકે છે CNG પંપ :

આ કંપનીના જણાવ્યા અનુસાર ભારતના કોઈપણ જિલ્લાનો કોઈપણ નાગરિક પોતાના શહેરમાં CNG પંપ, ઈન્ડસ્ટ્રિયલ હાઈ સ્પીડ ડીઝલ પ્લાન્ટ, CNG (સીબીજી) ગેસ ઉત્પાદન ઉદ્યોગ, ઈલ્કેટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન અને ઓર્ગેનિત ખાતર અને ગાર્બેજમાંથી ઈંટોનું નિર્માણ કરવાનો વ્યવસાય શરુ કરી પોતાનો નવો બિઝનેસ શરુ કરી શકે છે. કોઈ પણ નોકરિયાત વ્યક્તિ કે અન્ય કોઈ પણ બિઝનેસ કરતો વ્યક્તિ ઉપર જણાવેલ કોઈ પણ બિઝનેસ શરુ કરી શકે છે.

એના માટે એમણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ કંપનીના જણાવ્યા અનુસાર આ બિઝનેસ શરુ કરવા માટે વ્યક્તિને સરકાર તરફથી સબસીડી, રાષ્ટ્રીયકૃત બેંક તરફથી લોન, ખાનગી બેંક તરફથી લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને એમાં એમને 5 વર્ષ સુધી કર મુક્તિ મળશે.

કેટલું રોકાણ કરવું?

ખાસ નોંધ : નીચે જણાવેલ રકમમાં કંપની દ્વારા પાછળથી કોઈ ફેરફાર થયો હોય, તો એ તમને કંપનીની વેબસાઈટ પર જાણવા મળી જશે.

(1.) આ કંપની દ્વારા મળેલી માહિતી અનુસાર CNG પંપ ખોલવા માટે તમારે લગભગ 75 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. અને આ રકમમાં એની લાયસન્સ ફી અને પંપનો ખર્ચ બંને સામેલ કરવામાં આવ્યા છે. (2.) જો તમે ઈલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન શરુ કરવા માંગો છો તો, એના માટે તમારે લગભગ 30 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં પણ લાયસન્સ ફી અને મશીનનો ખર્ચ બંને સામેલ કરવામાં આવ્યા છે.

(3.) જો તમે ગાર્બેજ માંથી ઈંટ બનાવવાનો ઉદ્યોગ શરુ કરવા માંગો છો, તો એના માટે તમારે લગભગ 30 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. અને તેમાં લાયસન્સ ફી અને મશીનનો ખર્ચ બંને સામેલ કરવામાં આવ્યા છે. (4.) તેમજ જો તમે ઓર્ગેનિક ખાતર લે-વેચનો વ્યવસાય શરુ કરવા માંગો છો, તો એના માટે તમારે લગભગ 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

મોટા બિઝનેસ માટે :

(1.) જો તમે ઈન્ડસ્ટ્રિયલ હાઈ સ્પીડ ડીઝલ ઉદ્યોગ શરૂ કરવા માંગો છો, તો એના માટે તમારે લગભગ 4.99 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જણાવી દઈએ કે તેમાં લાયસન્સ ફી સામેલ નથી. (2.) જો તમે સીએનજી ગેસ ઉત્પાદનનો ઉદ્યોગ શરુ કરવા માંગો છો, તો એના માટે લગભગ 2.99 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. પણ એમાં એની લાયસન્સ ફી સામેલ નથી. એ તમારે કંપનીના જણાવ્યા અનુસાર અલગથી ચૂકવવાની રહેશે.

અરજી કરવા શું કરવું?

એના માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે કંપનીની વેબસાઇટ www.nexgenenergia ડોટ com પર જવાનું રહેશે, અને ત્યાં તમે ઓનલાઇન અરજી કરી શકો છો. કંપની તરફથી એની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. એ એપનું નામ છે “Nexgen Energia”. તમે મોબાઈલ એપ દ્વારા પણ અરજી કરી શકો છો.

ઉપરાંત તમે પોતાનું પ્રોફાઈલ અથવા તો બાયોડેટા બનાવીને business@nexgenenergia ડોટ com પર ઈમેલ કરીને અરજી કરી શકો છો. અરજી કર્યાના એક અઠવાડિયામાં કંપની તમને જવાબ આપશે.

કંપનીનો મોબાઈલ નંબર છે +91 7065225577. એના પર તમે ફોન કરી બધી માહિતી મેળવી શકો છો. તેમજ કંપનીના +91 7419502123 નંબર પર મિસ કોલ કરીને પણ તમે જરૂરી માહિતી મેળવી શકો છો.