સંઘર્ષ કર્યો પણ હાર ન માની : વાંચો અંકિતા શાહ કેવી રીતે બની અમદાવાદની પહેલી દિવ્યાંગ મહિલા રીક્ષા ડ્રાઈવર.

0
96

ગ્રેજયુએશન કર્યા પછી ઘણી જગ્યાએ નોકરી માટે ધક્કા ખાધા પણ વિકલાંગતાને કારણે નહિ મળી નોકરી, પછી આ રીતે બની આત્મનિર્ભર.

અંકિતા જયારે એક વર્ષની હતી ત્યારે તેના જમણા પગમાં પોલીયો થઇ ગયો. તેને એ વાતનો આનંદ છે કે વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ માતા-પિતાએ તેનો સાથ આપ્યો અને અભ્યાસ પૂરો કરાવવા માટે તેને પ્રોત્સાહિત પણ કરી. તેણે ઇકોનોમિક્સમાં ગ્રેજયુએશન કર્યું. 2009 માં કામની શોધમાં તે અમદાવાદ આવી ગઈ.

અંકિતાએ જણાવ્યું કે, ઘણી જગ્યાએ ઈન્ટરવ્યું આપ્યા પણ દરેક જગ્યાએ તેને રીજેક્ટ કરી દેવામાં આવી. કેટલીક કંપનીમાં તેને એવું કહીને કાઢી મુકવામાં આવી કે, તેના દિવ્યાંગ હોવાને કારણે કંપનીનું નામ ખરાબ થશે. અંકિતાના કુટુંબમાં સાત લોકો છે જેની જવાબદારી તેની ઉપર હતી.

2019 માં અંકિતાના પિતાને કેન્સર થઇ ગયું. ત્યારે તેમણે કામ માટે આમ તેમ ભટકવાને બદલે પોતાનું કામ શરુ કરવાનો નિર્ણય લીધો. તે પોતાના એક રીક્ષા ડ્રાઈવર મિત્ર લાલજી બરોટ પાસેથી રીક્ષા ચલાવતા શીખી. લાલજી બરોટ પોતે પણ દિવ્યાંગ છે. તેણે કસ્ટમાઈઝડ ઓટો રીક્ષા ખરીદવામાં પણ અંકિતાની મદદ કરી.

અંકિતા રીક્ષા ચલાવવા માટે રોજ સવારે 10:30 વાગે ઘરેથી નીકળી જાય છે અને રાત્રે 8:30 વાગે ઘરે આવે છે. આ રીતે ઓટો ડ્રાઈવિંગથી તેને 25,000 રૂપિયા મહિનાની કમાણી થાય છે. અંકિતા ઈચ્છે છે કે, તેની સ્ટોરી તે દરેક દિવ્યાંગ મહિલા માટે પ્રેરણા બને જે પોતાની લાચારીને કારણે ઘણી તકલીફો ઉઠાવીને પણ કાંઈક કરવાનું સાહસ નથી કરી શકતી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.